Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭૮] હિનપુર એટલે તે વિચાર કરવા લાગી કે નલ સિવાય બીજા કોઈને જ સૂર્યપાક રસોઈ આવાતી નથી, માટે એ ગુપ્ત વેશે રહેલા નળ રાજ જ હોવા જોઈએ. તેણે આ બધી વાત તેના પિતા ભીમરથ રાજાને કરી. એટલે ભીમરથ રાજાએ કેાઈ પણ ઉપાયે નળને કુંઠિનપુર લાવવા માટે દમયંતીનો બેટો સ્વયંવર કરવાનું નક્કી કર્યું અને દધિ પણ રાજાને સ્વયંવરના આગલે દિવસે જ આમંત્રણ પહોંચાડયું કેમકે ભીમ રાજાને ખાતરી હતી કે સુસુમાર નગર ઘણું જ દૂર હોવા છતાં પણ જે દધિપણ રાજાને રસોઈએ નળ રાજા જ હશે તે નળ રાજા અશ્વવિદ્યાનો જાશુકાર હોવાથી બીજે જ દિવસે જરૂર અહીં આવી પહેચશે. આ બાજુ દધિપણું રાજા પાસે સ્વયંવરમાં આવવાનું આમંત્રણ પહોંચી ગયું અને તે ઘણી ચિંતામાં પડી ગયો કે આવતી કાલે કેલિનપુર પહોંચવું શી રીતે ? કુબડ રસે આએ રાજાને કહ્યું કે તમે કશી ચિંતા ન કરશો. હું આવતી કાલે જ તમને કંદિલનપુર પહોંચાડી દઈશ એમ કહીને બે અશ્વો લાવીને અશ્વવિદ્યાના જાણકાર નલ રાજાએ એવા પવનવેગથી ઘોડા દેડાવ્યા કે બીજે દિવસે સવારમાં જ કુરિનપુર પહોંચી ગયા. દધિપણું રાજા આવ્યાની ખબર પડતાં જ ભીમરય રાજુએ આવીને સત્કાર કર્યો અને તેના રસેઈમાની સૂર્ય પાક રસાઈ જેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. એટલે દધિપણું રાજાના કથનથી નલ રાજાએ પણ રસાઈ બનાવી. બધા જમ્યા. દમયંતી પણ જમી, દમયંતીએ તેના પિતાને કહ્યું કે નક્કી આ નળ રાજા જ છે. પણ કમના દોષથી જ શરીર કુબડું અને કરપ થઈ ગયું લાગે છે. પછી દમયંતી રાઈઆને ઘરની અંદર લઈ ગઈ અને બોલી કે તમે જ નલ રાજા છે. ત્યારે નળે પણ કરંડિયામાંથી આભૂષણે કાઢીને અને શ્રીફળ પડીને તેમાંથી દેવદૂષ્ય વસ્ત્ર કાઢીને પહેરી લીધા અને મૂળ અસલનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું. દમયંતી અને નલ રાજા બંને ખૂબ ખુશી થયાં. દમયંતીના માતા-પિતા વગેરે પણ ઘણાં જ ખુશી થયાં.' ત્યાર પછી ત્યાં કેટલીક વખત રહીને ભીમરથ વગેરે રાજાઓનું સૈન્ય એકઠું કરીને પિતાનું મૂળ રાજ્ય પાછું મેળવવા માટે નલ રાજાએ કેશલા નગરી તરફ કેનિપુરથી પ્રયાણ કર્યું. અનુક્રમે પિતાની નગરીએ જઈ પહેયા. ત્યાં નળ રાજાને વિજય થશે. છતાં ગુણવાન નલ રાજાએ પોતાના નાના બંધુ કૂબેરને પહેલાંની જેમ યુવરાજ બનાવ્યો. ત્યાર પછી ઘણું હજાર વર્ષ સુધી નલ રાજાએ રાજયે ભોગવ્યું. છેવટે પુષ્કર નામના પુત્રને ગાદીએ સ્થાપીને નળ અને દમયંતી બંનેએ દીક્ષા લીધી. અને બંનેએ અનશન કર્યું. નળ રાજા કાળે કરીને કુબેર દેવ થયા અને દમયતી કાળ કરીને કુબેરની દેવી થઈ. પછી દમયંતી ત્યાંથી આવીને પેઢાલપુર નગરમાં હરિશ્ચંદ્ર રાજાની લક્ષ્મીવતી નામની પટરાણીની કુક્ષિથી કનકાવતી નામની પુત્રીપે ઉત્પન્ન થઈ. કનકવતીના ભાવમાં કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ રાજાને પરણી હતી, અને છેવટે ચારિત્ર ગ્રહણ કરીને સર્વ અને નાશ કરીને કનકવતી રાણી મોક્ષમાં ગયાં છે. ૧ દમયંતી સંબંધી કથાનક વેદિકાને ત્યાં પણ છે. કેટલીક વાતો જેનો સાથે મળતી છે, ત્યારે કેટલીક વાતમાં ભેદ આવે છે. વિશે જાણવાની ઈચ્છાવાળાઓએ મહાભારતનું વનપર્વ (અધ્યાય ૫૩ થી ૭૯ મા અધ્યાય સુધી) તથા નૈષધકાગ્યું વગેરે જેવાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28