Book Title: Jain_Satyaprakash 1950 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૪] મોહન ને દારોમાં પાર ભટની આકૃતિ [ ૮૫ આવી લગભગ તે જ જાતની નગરરચના હેન-જો-દારીમાં હોવાથી આ બને નગરો એક જ પ્રકારની સંસ્કૃતિવાળા લેકાએ વસાવ્યાં હશે એવું સંશોધકેનું અનુમાન છે. સશે. ધકેનું માનવું છે કે પહેલાં સિંધમાં ઘણો જ વરસાદ પડતા હતા અને નદીના પ્રવાહ વારંવાર બદલાતા હતા તેથી નદીના પુરમાં આ શહેર દટાઈ જતું હશે અને પછી પૂર ઊતર્યા બાદ લકે ત્યાં આવીને જૂના નગર ઉપર જ નવીન નગર બાંધતા હશે. આથી એક ઉપર બીજું એમ ઉપરા ઉપર બધેિલાં છ સાત નગરા અનુક્રમે ખોદકામ કરતાં નીકળ્યાં છે. ગમે તે હે, આ સ્થળો ઘણું જ પ્રાચીન છે એમાં શંકા નથી, ૨ જે ટેકરી ઉપર ખેદકામ કરવામાં આવ્યું તે ટેકરીની ટોચ ઉપર બૌદ્ધ સ્તૂપ છે. તેથી આને “ટેકરી' પણ કહે છે. આ સ્તૂપની નીચે દટાયેલું મંદિર હોવાની સંશોધકોની સંભાવના છે, પણ બૌદ્ધ ધર્માનુયાયીઓની ભાવના ન દુઃખાય એટલા માટે તેને તેડીને નીચે ખોદકામ કરવામાં આવ્યું નથી. આ સ્તુપ ૨૦૦૦ વર્ષ જૂનો છે, એમ માનવામાં આવે છે. બીજી સ્થળે ખેદકામ કરતાં એક નીચે એક એમ છ સાત નગર નીકળ્યાં છે. તેમાં જે સૌથી તળિયાનું શહેર છે તેની નગર રચના બહુ જ ઉત્તમ પ્રકારની અને શાસ્ત્રીય ગણવામાં આવે છે. આ નગરમાં દક્ષિણોત્તર જનારા અનેક મુખ્ય રસ્તાઓ સમાંતરે બધેિલા છે અને તે દરેક એક બીજા સાથે નાની નાની ગલીઓથી જાડાયેલા હોવાને લીધે અનેક ચોક બનેલા છે. તેમાં સૌથી સુંદર રસ્તાની પહોળાઈ ૩૩ ફુટ છે. દરેક ઘરો પાકી ઈંટોથી બાંધેલાં છે અને પ્રત્યેક ઘરમાં સ્નાનગૃહ, અને બીજા નાના માટે આરાઓ છે. સ્નાનગૃહમાં ખાળ બાંધેલા છે અને તે સડકની બંને બાજુએ બનાવેલા ખોળાની સાથે જોડી દેવામાં આવેલા છે. ઘરો એક બીજાની અડોઅડ ન બાંધતાં પ્રત્યેક ઘર વચ્ચે થે ડું અંતર રાખવામાં આવેલું છે અને અતરમાં જ સ્નાનગૃહ બાંધેલી છે. દરેક ગલીમાં સાર્વજનિક કૂવો છે અને ત્યાં પાણી ભરવા માટે આવેલા માણસોને બેસવા માટે કુવા પાસે ઈટથી બેઠકે બાંધેલી છે. પ્રત્યેક મોટા ઘરમાં કુવો છે અને એક મકાનમાં તે ૩૯ ફુટ લાંબા ૭૩ ફૂટ પહોળો અને આઠ ફુટ ઊડે હાજ છે. સામાન્ય રીતે નાને ઘેર ૨૭ ૪ ૩૦ ફુટ લાંબુ–પહેલું છે અને મોટા ધરને વિસ્તાર તેનાથી બેલ હોય છે. એક મકાને તે વળી ૨૩૦ ૪૭૮ ફુટ લાંબુ- પહેલું છે. બીજું એક મકાન ૨૨૦ ૧૧૫ ફૂટ લાંબુ-પહોળું છે. ઘર સિવાય દુકાનો પણ નીકળી છે. આખું નગર વ્યવસ્થિત રીતે બાંધેલું છે. આ ઉપરાંત જયારે આ ટેકરીનું ખેદકામ ચાલતું હતું ત્યારે તેમાંથી અનેક પ્રકારની વસ્તુઓ મળી આવી હતી. સેના-મણિના આભૂષણો, વીંટીઓ, ચિત્રોવાળાં ધાતુના પતર, ધનુષ, બાણ, તલવાર, ખંજર, કુહાડા, હાથીદાંતની બગડીઓ, સ્ત્રીપુરુષનાં પૂતળાં. ધાતુનાં નાનાં મોટાં વજનમાપ, નાણું, છોકરાઓને રમવાના અનેક પ્રકારનાં મટી વગેરેનાં બનાવેલાં રમકડાં તથા ઘઉં અને જવ વગેરે ધાન્ય પણ નીકળ્યાં હતાં. મોહેજેદારમાં એક મ્યુઝિયમ બાંધીને તેમાં આ બધી વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યો છે. ૨. મેહેરેદારમાં ત્રણ ચાર સ્થળે ખેદકામ થયું છે. તેમાં એક ટેકરી ઉપર સ્તુપ હોવાથી તેને Stapa Mound = સ્ત૫ટેકરી કહે છે. જ્યારે બી ખેદકામવાળા પ્રદેશના અંગ્રેજોએ Dh પ્રદેશ, Vs પ્રદેશ, Hr પ્રદેશ એવાં નામે રાખેલ છે. સ્વપ ટેકરી અને Dk પ્રદેશ ખાસ જેવા. લાયક ગણાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28