Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Eલાર્ક * * * સુનંદા અને રૂપસેન કુમાર [ક્રમાંક ૧૭૦ થી ચાલુ-વાર્તા ] હે મુનિરાજ ! આપે શા માટે માથું આવી રીતે ધુણાવ્યું એનું કારણ કહેશે? મહાત્મા = રાજન ! તમે કહ્યું કે માંસાહાર એ તે અમારા રાજ કુલની પરંપરા છે તે હું જાણું છું. પરંતુ જેમણે જિનવાણીનું અમૃત નથી રાખ્યું; તે છે ઈન્દ્રિયોને વશ થઈ થઈ તે માટે શું શું નથી કરતા? ઇન્દ્રિયોના પોષણ માટે કાર્યા. કાર્યને, ભક્ષ્યાભઢ્યને વિવેક રાખ્યા સિવાય તે અજ્ઞાન છો પ્રયત્ન કર્યા જ કરે છે. શાસ્ત્રકાર મહારાજ પણ કહે છે? "आत्मभूपतिरयं सनातनः, पीतमोहमदिराविमोहितः। किङ्करस्य मनसोऽपि किङ्करैरिन्द्रियैरहहः किङ्करीकृतः॥" –શાશ્વત ભૂપતિ આત્મા મોહરૂપી મદિરા પીને મોહિત થઈને; આત્મભૂપતિના દાસ મન અને તેના પણ દાસ ઈન્દ્રિયોથી દાસાનુદાસ બનાવાય છે. આ જીવાત્મા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગાદિથી પ્રેરાઈને ઈન્દ્રિયજન્ય સુખમાં આસક્ત બની અઢાર પાપસ્થાનક સેવે છે, અને સંસારમાં ઘોર પરિભ્રમણ કરી દુઃખ પામે છે. અરે રાજન્ ! કરેલાં કર્મોનું ફળ જીવ ભગવે એમાં આશ્ચર્ય નથી, કિન્તુ કુકર્મના ચિન્તનનું ફળ પણ કરેલાં કુકર્મો કરતાં વધુ દુઃખદાયક અને કષ્ટપ્રદ બને છે; જ્ઞાનથી આ વસ્તુ જોઈને મેં માથું ધુણાવ્યું છે. આ સિવાય બીજો કોઈ એમાં હેતુ નથી. રાજા : આપે આપના જ્ઞાનથી કુકમ ચિન્તનનું ફળ કુકર્મ કર્યા કરતાં પણ વધુ દુઃખદાયક હોય છે એમ કહ્યું એ સમજાતું નથી. આથી કઈ રીતે કારણે તેનું ફળ ભોગવ્યું તે અમારા જેવા ઉપર દયા કરીને કહે, આ વસ્તુ કહેવાથી અમારા ઉપર ઉપકાર થશે. મુનિરાજ રાજન ! વિષય કષાયને વશીભૂત થઈને જીવાત્માએ ન જોયેલું, ન જાણેલું, ને અનુભવેલું ચિંતવીને; તેનું દુષ્પન કરી નરકનિગોદમાં જાય છે. અને ત્યાં ધોર દુઃખ ભોગવે છે. અરે રાજન્ ! આ જીવે સ્વરૂપથી કાંઈ જ કર્યું નથી છતાંયે અતિશય આસક્તિથી સંકપિવિકલ્પ કરી દુર્ગાનથી તીવ્ર પા૫૫ક ઉપાર્જને સંસારચક્રમાં પરિભ્રમણ કર્યું છે અને ત્યાં તીવ્ર તાડન, બંધન, વધ, દુ:ખ ભોગવી ખૂબ પરિતાપ પામે છે. ગત બે અંકથી ચાલતી આ વાર્તા “સુનંદા અને સુમિત્ર” એ શીર્ષક હેઠળ હતી, તેને બદલે ‘સુનંદા અને રૂપસેન કુમાર ” એમ વાંચવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28