Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir _[ અનુણ ધાન ટાઈટલ પેજ બીજાનું ચાલુ ] માકડેય ઋષિની મૂતિ’ તરીકે ઓળખાવે છે. અને કપડાં પહેરાવેલી વચલી મૂતિને બારીક દષ્ટિએ નિહાળવા અમે કપઢાં દૂર કરાવીને જોઈ ત્યારે એ પણ જૈન મૂર્તિ હોવાનું માલુમ પડયું છે. આ ઉપરાંત અહી'થી થોડે દૂર એક ખીજી ગુફા છે તેમાં પદ્માવતીની મૂર્તિ છે અને ત્યાંથી આગળ ચાલતાં એક કુંડ આવે છે તેને ‘ કાલીકુંડ ' કહે છે. આ કુંડને જોતાં જૈનેનુ' કલિકુંડ તીર્થ હોવાનું સ્મરણુ થઈ આવે છે. કેમકે ભગવાન શ્રીપાર્શ્વનાથના ઉપસર્ગનુ' સ્થળ વિવાચલ પવત હતું જે જૈન સ્તુતિઓમાં ઉલ્લેખાયેલ ફોટાકૌ વિદ્યગ્રેજો ના શાસ્ત્રીય પ્રમાણુથી સાબિત થાય છે. e આ સ્થળમાં જૈનાનું આવાગમન ન રહેતાં પઢવા લોકોએ જેનાના આ તીર્થને પચાવી પાડી પોતાનું' હિંદુ તીર્થ" મનાવી બેઠા છે. આ પથાઓ ગુફાના મંદિરાનું પ્રાચીન શિ૯૫ કાઈ જાણી ન લે એટલા ખાતર અધાર રાખે છે. પરંતુ અમારા વિહાર દરમિયાન સરકારી અધિકારીઓની મદદથી એને બારીકાઈથી જોતાં આ તીર્થનું જૈનત્વ છૂપું રહી શકતું નથી. (૩) મીરજાપુરથી ૧૦૦ માઈલ પર આવેલા રીવા રાજ્યનું' અજાયબ ઘર જેવાના પ્રસંગ આવતાં સેંકડો ફળાપૂર્ણ” જૈન મતિઓ નજરે પડે છે. ખરેખર, આ મતિઓ મધ્યકાલીન ભારતના ઉત્કૃષ્ટ નમૂનાઓ પ્રતીત થાય છે. આ મ્યુઝીયમના કયૂરેટર એક મુસ્લિમભાઈ છે. તેમણે આ બધી પ્રતિમાઓ ઉપર ‘ બુદ્ધ ' નામની તકતીઓ લગાવી હતી. આ અંગે અહીંના દીવાન સાહેબને વાત કરી ત્યારે તેમણે એ મૂર્તિઓની એક યાદી તૈયાર કરવાનું સૂચવ્યું અને તે અમે તૈયાર કરી આપી. વળી રીવાની દરબાર કૅલેજમાં કળા અને સંસ્કૃતિ ' વિશે અમારું પ્રવચન પશુ ગાઠવવીમાં આવ્યું હતું. - આ હકીકત ઉપરથી અમે જૈન જનતાને ચેતવીએ છીએ અને જૈન તીર્થના વહીવટ કરતી અમદાવાદની આણુ"દજી કલ્યાણજીની પેઢીને આ વિશે યોગ્ય ભલામણ કરીએ છીએ. સાથે એમ પણ સૂચવીએ છીએ કે, આ પ્રદેશમાં સંશાધનપ્રેમી ખાસ માણસને રાકીને જૈન સ્થાપત્યોને પ્રકાશમાં લાવવાનો સમય હવે પાકી ગયા છે. ACHARYA SRI KAILASSAGARSURI GYANSANDIR SHPEE RAHAVIR JAIN ARACHANA KENDRA Koba Gandhinagar - 382 007, PR 07 01 232 52,2375 21.5 : (073) 2327679 _. For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28