Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ સુનંદા : ભગવને ! આપના ઉપદેશથી આજે ચિરકાલનો એક ભ્રમ ભાગી ગયો કે અમુક સુખ કે દુઃખ આપ્યું પણ વસ્તુતઃ સુખ કે દુઃખ પિતપોતાના કર્મ અનુસાર જીવને મળે છે અને તે કર્મોને કર્તા જીવ પિતે જ છે. હવે કરેલી કમેં એને ભોગવવાનાં જ છે. પછી બીજા ઉપર દોષારોપણ કરવું વ્યર્થ છે. માટે આપ કહેશે તેથી રાગદ્વેષની વૃદ્ધિ નહિ જ થાય કિન્તુ ઉપકાર જ થશે. આપ સુખેથી કહે. આ સાંભળી મુનિરાજ સુનંદાની આખી પૂર્વ સ્થિતિ શરૂઆતથી કહે છે તે જ સ્થિતિ અહીં તદ્દન ટૂંકમાં અપાય છે. સુનંદા ! યાદ છે? તેં પૂર્વે બાલ્યાવસ્થામાં તારા જ મહેલની અગાશીમાંથી એક યુગલને જોયું હતું. તેમાં પુરુષ સ્ત્રી ઉપર જુઠા આક્ષેપ આપી તેને હન્ટરના માર મારતાં જોયા હતા અને તે વખતે તેને પુરુષજાતિ ઉપર ઠેષ થયો હતો. તું તે વખતે પ્રતિજ્ઞા કરવા તૈયાર થઈ હતી કે હું પરણીશ નહિ. ( આ સાંભળતાં જ સુનંદા ચમકી) પરંતુ તારી સખીઓએ તને વારી કે બહેન! હમણુ આ પ્રતિજ્ઞા કરવી રહેવા દો. વળી એક્વાર રાજમહેલની અગાશી ઉપરથી એક દંપતીની વિલાસક્રીડા જોઈ તને એ વસ્તુ ઉપર રાગ જાગે, અરે ! તને પણ તીવ્ર કામેાદય થશે. એમાં તે એક સુંદર સ્વરૂપવાન નવ યુવાન શ્રેષ્ઠી પુત્રને જોયો, ઉભયની દૃષ્ટિ મળી અને ઉભયને રાગ દશા જાગી તે એને પ્રેમપત્રિકા મેકલી, રોજ દષ્ટિ મિલનનું આમંત્રણ આપ્યું, આમ કરતાં બનેને ગાઢસ્નેહ બંધાયો. મળવાને ટાઈમ મળતો નહતો. આમ કરતાં કેટલોક સમય વીત્યા બાદ કૌમુદી મહત્સવ આવ્યો. તું શરીરનું બહાનું કાઢી ઘેર રહી, અને શ્રેષ્ઠી પુત્ર પણ ઘેર રહ્યો. એક પહેર રાત્રિ વીત્યા પછી તેને આવવાનું જણાવ્યું. - રાત્રિ પડી હતી. તે બારી પાસે નીસરણી મુકાવી હતી. આ સમયે શું બન્યું તે સાંભળઃ તારા શહેરમાં એક મહાબલ નામે મહાપૂર્ત રહેતો હતે. જુગારમાં તે દિવસે એણે ખૂબ ધન ગુમાવ્યું હતું. તે દિવસને લાભ લઈ એકતિ કયાંક ચોરી કરી ધન લેવાની લાલસાથી રાત્રિનો એક પ્રહર ગયા પછી નગરમાં ફરવા નીકળે. તારા બંગલા પાછળ નીસરણી જોઈ તે ઉપર આવ્યા, અને અંધારું તેમજ એકાંતનો લાભ લઈ તારું શીલ ધને જીવન અને હાર લૂંટી લઈ ચાલ્યા ગયા. કેમ, આ બધું સાચું છે ને? સુનંદા –મુનિરાજ આપના કથનમાં ડ્યુટી, કયાંથી હોય? બધું સાચું જ છે પણ ત્યારે શું તે વખતે રૂપમેન કુમાર નહોતા આવેલા તે એનું શું થયું? મુનિરાજ :રાજરાની ! રૂપસેન કુમારના વૃત્તાંતથી તું સર્વથા અજ્ઞાત જ છો. પણ સાંભળ. રૂપસેન કુમાર પિતાના ઘેરથી ભોગ સામગ્રી લઈને નીકળ્યા હતા. રસ્તામાં તે તારી સાથે કેવી રીતે આનંદ પ્રમોદ કરશે અને તારા માટે કેવી રીતે પિતાનું સર્વસ્વ અર્પણ કરશે, બનેને સ્નેહ ચાવજીવન કેવો રહેશે અને વિચાર કરતાં કરતાં ચાલ્યો આવતો હતે ત્યાં અડધે રસ્તે જ એક મોટું પણ જૂનું મકાન વરસાદની ઋતુમાં પાણીથી ભીંજાઈને જીર્ણ થયું હતું તે પવનના ઝપાટાથી એકદમ પડયું, એનું શરીર છેદાઈ, ભેદાઈ ગયું અને દબાઈ ગયું કે જેની પાછળથી પણ કોઈને કંઈ જ ખબર ન પડી. ત્યાંથી મૃત્યુ પામીને પસેન કુમાર તારી કુણીમાં ગર્ભ પણે ઉત્પન્ન થયા. “કર્મની ગતિ વિચિત્ર છે. ધાર્યું* For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28