Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ ઉપલબ્ધ થયેલી વરતુઓ ઉપરથી સંશોધનું માનવું છે કે ચારથી પાંચ હજાર વર્ષ જૂનું આ નગર હોવું જોઈએ. કારણ કે અહીં મળી આવેલી વસ્તુઓમાં અને બીજા બે ત્રણ હજાર વર્ષ જૂનાં સ્થળોએ ખોદકામ કરતાં મળી આવેલી વસ્તુઓમાં સમાનતા નથી. , મળી આવેલા ધાતુઓનાં પતરા ઉપર અનેક પ્રકારના દેવ-દેવી આદિનાં ચિત્ર આલેખેલાં છે. પણ તે આજે હિંદુસમાજમાં પ્રતિ દેવ-દેવીઓનાં નથી. આથી પણ અનુમાન કરવામાં આવે છે કે વર્તમાન હિંદુ સંસ્કૃતિથી આ સંસ્કૃતિ પ્રાચીન હોવી જોઈએ અને કાળક્રમે તે નષ્ટ થઈ ગઈ હશે અથવા વર્તમાન સ્વર્યાની હિંદુ સંસ્કૃતિમાં તે ભળી ગઈ હશે. ધાતુઓનાં સચિત્ર પતરાં (સિક્કા) ઉપર અગ્રભાગે અક્ષરો લખેલા છે. આ લિપિ ઉકેલવા માટે ઘણો ઘણે પ્રયત્ન થયો છે છતાં હજી સુધી કંઈ જ સમજી શકાયું નથી. અક્ષરા બધા ચિત્રલિપિમાં લખાયેલા છે. આથી પણ આની પ્રાચીનતા માનવામાં આવે છે. સંશોધકેનું માનવું છે કે સૌથી ઉપરનાં ત્રણ નગર ઓછામાં ઓછાં ૪૫૦૦ વર્ષ પૂર્વેનાં હશે. એક નગર વસ્યા. પછી તે દટાઈ જાય અને તેના ઉપર બીજું નગર વસે આ પ્રક્રિયામાં સહેજે . ઓછામાં ઓછી ત્રણસો વર્ષ જાય એમ માનવામાં આવે તો પણું સૌથી નીચલા થરનું સાતમા નંબરનું શહેર કેટલું અતિપ્રાચીન હશે એની સ્વયં કલ્પના કરી લેવી જ ઠીક છે. આમ છતાં એ ભૂલવું ન જોઈએ કે સૌથી ઉપર જે બૌદ્ધ સ્તૂપ છે તે બે હજાર વર્ષ જૂને જ માનવામાં આવે છે. આ બધા ઉપરથી એ સમજી શકાય તેમ છે કે તે લકે બધા પ્રકારની કળાઓમાં ઘણા જ કુશળ અને આગળ વધેલા હતા. આ ખેદકામના સંબંધમાં મોટા મોટા સાત દળદાર વોલ્યુમ-પુસ્તક વિભાગો સરકારી પુરાતત્ત્વસંશોધન ખાતા તરફથી બહાર પડેલાં છે અને તેમાં જેને મારા ઉપલબ્ધ થયેલી વસ્તુઓનું વિસ્તારથી સચિત્ર વર્ણન કર્યું છે. જ્યારથી આ માહિતી પ્રકાશમાં આવી ત્યારથી જગતના મુખ્ય મુખ્ય સંશોધકેનું આ તરફ ધ્યાન ખેંચાયું છે અને ઈતિહાસમાં આને ઘણું જ મહત્ત્વનું સ્થાન મળી ગયું છે. ઐતિહાસિક પુસ્તકમાં આનું થોડું ઘણું સચિત્ર વર્ણન પ્રાયે હશે જ હશે. ઉપર જાવેલા સાત વિભાગોને આધારે બીજા લેખકોએ પિતાને શબ્દોમાં સંક્ષેપમાં યા વિસ્તારથી ઘણું ઘણું લખ્યું છે. પુરાતત્વખાતા તરફથી પ્રસિદ્ધ થયેલા પુસ્તકના સાત ભાગે તે છે કે મારા જોવામાં નથી આવ્યા, પરંતુ મેં લેખના પ્રારંભમાં જ જણાવેલા A Pagent of India નામના પુસ્તકના પહેલા મોજોલા નામના પ્રકરણમાં જોન માલના કથનને આધારે જ જે એક આકૃતિનું વર્ણન છે તે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આકૃતિને જ મળતું છે. એ આખે અંગ્રેજી પેરેગ્રાફ ગુજરાતી ભાષાંતર સાથે નીચે મુજબ છે – Here too are a cobra rearing it's many-hooded heads over a human figure, which may be the prototype of Buddhist images and a sacred tree which may be the Banyan prominent in Buddhism. (A Pageant of India, P. 4] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28