Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
ગુલાબ અને કાંટા ત્યારથી અમે વિચારી રહ્યા છીએ, કે અમારે અમારું જીવન કેવી રીતે સમપિત કરવું કે જેથી ભવિષ્યનાં યુદ્ધ અટકે. અમે અમારા ગામને શાંતિના યાદગાર નગર તરીકે ખડું કરીએ છીએ. બહુ જ વિશાળ હૃદયથી વિજેતા દેશના ગુનેગારોને ક્ષમા આપી છે. અમે ભૌતિક તથા આધ્યાત્મિક બંને રીતે અમારા નગરને વિશ્વશાન્તિનું કેન્દ્ર બનાવવા માગીએ છીએ.”
આ વિશ્વશાંતિ દિવસ ૨૮ દેશમાં પળાય. બર્લિનમાં જાહેર બાગમાં એક મોટું કાંસાનું શરું ખુલ્લું મૂકવામાં આવ્યું. આમાં લખ્યું છે, કે “બધા દેશોની પહેલાં–માનવી.” આ શકેરામાં એક અખંડ જ્યોત પેટાવવામાં આવી છે, જેની અખંડ જ્યોતની જાળવણને ભાર બલીને પિતાના માથા પર લીધે છે.
દિલ્હીમાં સરકાર તરફથી ખડે કરવામાં આવેલ ભવ્ય એસેમ્બલી હેલ છે. અહીં બેસી દેશના સંચાલનને વિચાર થાય છે. અહીં જ શ્રી. વિઠ્ઠલભાઈ પટેલ બેઠેલા. - આ એસેમ્બલી હેલના પ્રવેશ દ્વારના ઘુમ્મટમાં નીચેના શ્લોક સોનેરી અક્ષરમાં લખેલો છે.
न सा सभा यत्र न सन्ति वृद्धाः वृद्धा न ते ये न वदन्ति धर्मम् ॥ धर्मः स नो यत्र न सत्यमस्ति ।
सत्यं न तद् यच्छममभ्युपैति ॥ એ સભા નથી કે જેમાં વૃદ્ધો નથી, ને એ વૃદ્ધ વૃદ્ધ નથી જે ધર્મ બતાવતા નથી. અને એ ધમ ધર્મ નથી જેમાં સત્ય નથી અને એ સત્ય સત્ય નથી જેમાં શાંતિ મળતી નથી,
આપણે ત્યાં હસ્તલિખિત પ્રતાની મુદય છેદલા શેઢા સમયથી સ્વીકારવામાં આવ્યાં છે. તેમાં પણ હજી ઉપા. શ્રી. યશોવિજયજી, શ્રી. દેવચંદ્રજી વગેરેની લખેલી પ્રતાની કીંમત આપણે મન નહી બરાબર છે. પણ યુરોપમાં તે સુપ્રસિદ્ધ લેખકેની છપાયેલી પુસ્તકની હસ્તલિખિત પ્રત માટે પણ ભારે કીમત બોલાય છે. જ્ઞાનની તેમની ઉપાસના ભારે હોય છે.
શેરલેક હોમ્સ' નામની ડીટેકટીવ નવલકથાઓના લેખક સર આર્થર કોનન ડાઈ લનું હસ્તલિખિત પુસ્તક એક બેન્કના સેઈફ ડીપોઝીટના ખાનામાંથી મળ્યું છે. આની કીમતને અંદાજ હજી બાંધી શકાયો નથી. જ્યારે ઓલ્ડ વાઈઝ ટેલ'ના લેખક મિ. અર્નોલ્ડ બેનેટની હસ્તલિખિત નવલની કીમત ત્રણ હજાર પાઉન્ડ નકારવામાં આવી હતી. આખરે પાંચ હજાર પડે એ વેચાયું.
મશદર નવલકથાકાર ડિકન્સની પ્રસિદ્ધ નવલકથા “પીકનીક પેપર્સ'નાં હસ્તલિખિત પાંચ પાનાની કીમત સાડા સાત હજાર પીંડ ઉ૫જી હતી. “એલિસ ઇન વન્ડરલેન’ પુસ્તકના હસ્તલિખિત પાનાનાં ૧૫૪૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા. મહાકવિ મિલ્ટન કૃત “પેરેડાઈઝ લોસ્ટ'ની હસ્તપ્રતના એક મિનિટમાં ૭૫૦૦૦ પૌડ બેલાયા હતા. જયારે કીટ્સની વીસ ટૂંકની એક હસ્તલિખિત પ્રતના ૩૪૦૦ પીંડ ઉપજયા હતા. આમાં વિશેષ આશ્ચર્યની વાત તે એ છે કે આ બધાં હસ્તલિખિત પ્રતોની હારે ન છપાઈન વેચાઈ ગયેલી. –જે
For Private And Personal Use Only