Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુ તલાબ અને કાંટા
કેટલાક વિદ્વાને જૈન સાહિત્યના પ્રાંગણને પિતાની કળાછડી દૃષ્ટિથી અજવાળે છે. જ્યારે કેટલાક કચરો ફેંકી જઈ મેલું પણ બનાવે છે, એવી બીનાઓ સંક્ષિપ્ત રીતે જ આ સ્તંભમાં આલેખાય છે.
- જૈનાએ સર્વ ધર્મ સમન્વય સાધ્યો છે, એવા દાખલા ઈતિહાસમાં અનેક છે. એ વખતે તેઓએ માત્ર કલાપ્રેમને જ લક્ષમાં રાખ્યો છે. - ગુર્જરેશ્વરાએ બંધાવેલ સિદ્ધપુરના તૂટેલા રુદ્રમહાલયને ઉદ્ધાર શાહ સાલિગ દેશલહરાએ કર્યો હતો. શાહ સાલિગ શત્રુંજય તીર્થના ઉદ્ધારક સમરાશાહના ભાઈ થાય. તે ઓસવાલ જૈન હતા.
કેણ કહી શકે કે જૈનો સંકુચિત વૃત્તિના હતા?
શ્રી. દુર્ગેશ શુકલ કૃત “ઉત્સવિકા' નામની ૧૩ સ્ત્રીપાત્ર વિનાનાં નાની પુસ્તિકા હાલમાં બહાર પડી છે. એમાં “અમીચંદનું એક નાટક છે. જેમાં એને જગત શેઠ ઠરાવીને લખવામાં આવ્યું છે. અમીચંદ જગતશે નહિ, પણ તેમને શીખ ગુમાસ્તા હતા એ હવે સિદ્ધ થયેલી ઐતિહાસિક બીના છે. જગતશેઠાએ તે પિતાની લક્ષ્મી અને પિતાના પ્રાણ દેશને ચરણે ધર્યા છે. આશા છે કે ભાઈશ્રી શા આગામી આવૃત્તિમાં તેને સુધારો કરી લેશે.
“અમીચંદ' વિષે ઐતિહાસિક માહિતીથી ભરેલી નવલિકા હાલમાં શ્રી જયભિખ્ખના. નવા પુસ્તક “માદરે વતન”માં પ્રગટ થઈ છે, તે તરફ પણ ધ્યાન દોરીએ છીએ.
આજકાલ ઘણુ ય વર્તમાનપત્ર પક્ષીય પ્રચાર માટે ચાલે છે. તેઓ જનતાને સત્ય હકીકત રજૂ કરવા ઈંતેજાર નથી હોતાં, પણ પક્ષને લાભક્ત કિસ્સાઓ ભારે જોરશોરથી રજૂ કરે છે. આ કારણે આટલાં વર્તમાનપત્ર હોવા છતાં કયાંય જનતાને સાચો અવાજ રજૂ થતું નથી.
આ વિષે એક સુંદર વાત જાણવા મળે છે. પેડીચરીના અરવિંદ આશ્રમમાં એક લાયબ્રેરી છે. તેમાં અનેક વિભાગો છે. એમાં એક વિભાગ છે “ફેસ હુડ"ને. અર્થાત “વહુઠાણાં વિભાગ” આ વિભાગમાં મુખ્યત્વે રોજિંદા વર્તમાન પત્રો બકવામાં આવે છે !
આપણે ત્યાં મંદિરમાં કે ઘરમાં અખંડ દીપક પેટાવવાની પ્રથા હતી. આજે પણ કેટલેક સ્થળે છે? અખંડ દીપક એ અખંડ નિકાનો ઘાતક હતું. પણ છેલ્લા વખતમાં તેને સાચા અર્થ ન સમજાવાથી તે પ્રથા ઢીલી પડી છે. જ્યારે પરદેશમાં તેનું અનુકરણ કરવામાં આવે છે.
ઈ. સ. ૧૯૪૫ ના ૯મી ઓગસ્ટે જાપાનના નાગાસાકી ને હીરોશીમા નામના બે મામો પર એટબ નાખી તેનું સત્યાનાશ કાઢવામાં આવ્યું હતું. આ પછી આ બંને ગામોની પુનરરચના થતાં ત્યાંના વડા નાગરિકાએ કહ્યું કે, “જ્યારથી ઉપર્યુંકત ઘટના બની
For Private And Personal Use Only