Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘શાન્તિ’ નામક સૂરિ
સમાનનામક મુનિવરે (લેખાંક : ૧ લેા.) લેખકઃ—પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે એક જ સમયે એક જ નામની–સમાન નામક એક કરતાં વધારે વ્યક્તિ જોવાય છે તેા પછી અનેક શતાબ્દીઓને વિચાર કરતાં તે! આવી કેટલીયે વ્યક્તિ જણાય તેમાં શી નવાઈ ?
પુણ્યપત્તનના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સાધન મન્દિરને મુબઇ સરકાર તરફથી વહીવટ માટે સેોંપાયેલી જૈન હાયપોથીમાનું વર્ણનાત્મક અને વિસ્તૃત સૂચીપત્ર ખાસ કરીને એનાં પરિશિષ્ટો તૈયાર કરતી વેળા એક જ નામની વિવિધ વ્યક્તિઓની ભિન્નતા કે અભિનતાના નિય કરવાના પ્રસંગા ઊભા થયા હતા. આવા એક પ્રસંગ સૂચીપત્ર ( ( ભા. ૪, પૃ. ૧૧૪) માં વ્યૂહુચ્છાન્તિ સ્તોત્રના કર્તાને અંગે ઉપસ્થિત થયા હતા. ૫. બેચરદાસે • આલાક ’ ( વ. ૧, અં, ૧ )માં “બુહ-શાન્તિના કર્તા” એ નામના એક લેખ વિ.સ. ૧૯૭૭ માં લખ્યા હતા. એમાં એમણે વિ. સ. ૧૭૫૮ માં લખાયેલી એક હાયપેાથીમાંથી નીચે મુજબની પ ́ક્તિ ઉદૂષત કરી હતીઃ—
" इति शान्तिसूरिवादिवेतालीयेऽर्हदभिषेकविधौ सप्तमं शान्तिपर्व समाप्तमिति ।
*
"
એમણે આ ઉપરથી બૃહુચ્છાન્તિ સ્તાત્રના કર્તા શાન્તિસૂરિ તે વાદિવેતાલ ’ શાન્તિસૂરિ છે એવા નિય કર્યાં હતા. મતે આ નિણૅય માન્ય જાય છે, કેમકે મહત્ ટિપ્પનિકા, જે જૈન સાહિત્ય સશોધક ” ( વર્ષ ૧, અ. ૨ ) માં ઈ. સ. ૧૯૨૫ માં છપાઈ છે તેમાં નીચે પ્રમાણેની સમથ'નાત્મક પુક્તિ નજરે પડે છેઃ—
*
'श्रीशान्तिवेतालिया पर्वपञ्जिका स्त्रपनविध्यादिवाच्या "
વળી પંચ પ્રતિક્રમણની હિન્દી અનુવાદાદિ સહિતની જે માતૃત્તિ ઈ. સ. ૧૯૨૧માં છપાયેલી છે તેમાં ૫. સુખલાલજીએ પણ પૃ. ૨૮૭ માં આ સ્તોત્રના કર્તા તરીકે વાŕિવેતાલ ' શાન્તિસૂરિના જ ઉલ્લેખ કર્યો છે.
.
9
આવી પરિસ્થિતિમાં પં. દલસુખ માલવણિયા ન્યાયાવતાર વાતિક-વૃત્તિની પ્રસ્તાવના ( પૃ. ૧૪૯ )માં આ શાન્તિરિ તે વાદિવેતાલીય ' ઇત્યાદિ અનેક શાન્તિસૂરિથી ભિન્ન છે કે અભિન્ન છે એ કહેવું કહેણુ છે એમ કેમ કહે છે? શું ઉપયુક્ત લેખ વગેરે એમના ખ્યાલ બહાર હશે કે એ એમને માન્ય નથી કે એમના ગુરુવ" સુખલાલજીએ પેાતાના મત ફેરવ્યા હોવાનુ કાઇ કારણ છે!
For Private And Personal Use Only