Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] મોહન જે દરેમાં પાઠ ભ૦ની આકૃતિ [ ૮૭ ભાવાર્થ–“અહીં પણ એક મનુષ્યનું એવું ચિત્ર મળી આવ્યું છે કે તેની પાછળ સર્પ રહેલો છે અને તેણે તે મનુષ્યના મસ્તક ઉપર પિતાની ફણાઓને પસારી છે. વળી આ દૈવી આકૃતિની પાછળ એક વૃક્ષ છે કે જે વડનું ઝાડ જણાય છે. એમ જણાય છે કે આ મનુષ્યની (દેવની) આકૃતિ એ બુદ્ધની મૂર્તિને નમૂને હવે જોઈએ. અને જે વટવૃક્ષ છે તે બુદ્ધ ધર્મનું પ્રસિદ્ધ વૃક્ષ (બોધિવૃક્ષ) હેવું જોઈએ. જોન માર્શલ આ ઘાતુના પતરા ઉપર મળી આવેલા ચિત્રને બુદ્ધનું ચિત્ર હેવાનું જણાવે છે, પણ જૈન તીર્થ કરો અને જૈન ધર્મના સ્વરૂપથી તદ્દન અપરિચિત જન માર્શલને ક્યાંથી ખબર હોય કે આને બુદ્ધની આકૃતિ સાથે કશી જ લેવા દેવા નથી પણ આ આકૃતિ વીશમાં જૈન તીર્થકર દેવાધિદેવ શ્રીપાશ્વજિનેશ્વરની જ છે ! જેને માર્શલે વધારે વિચાર કર્યો હોત તે અવશ્ય ખ્યાલમાં આવત કે બુદ્ધના જીવનમાં સર્ષ અને વટવૃક્ષ સાથે સંબંધ ધરાવતી કોઈ પણ પ્રકારની હકીકત આવતી નથી. પરંતુ પાશ્ચાત્યોનું એવું અજ્ઞાન યા વલણ રહ્યું છે કે જેનધર્મ સાથે મળતી આવતી વસ્તુઓને હમેશાં બૌદ્ધધર્મને નામે જ તેઓ ચડાવી દે છે. હવે આપણે જેને માન્યતા સાથે ઉપરના વર્ણનને સરખાવીએ. પ્રત્યેક જેને જાણે છે કે પાશ્વનાથ ભગવાન, છવાસ્થાવસ્થામાં વડના ઝાડ નીચે કાઉસ્સગ્રુધ્યાને રહ્યા હતા તે વખતે પૂર્વભવના વૈરી કમઠાસરે આવીને ભગવાનને અનેક ઉપસર્ગો કર્યા હતા, છતાં ભગવાન જ્યારે અચલ રહ્યા ત્યારે છેવટે ક૫તકાળ જેવા મેવ વિવીને તેણે ભયંકર વૃષ્ટિ વરસાવી હતી. આ વખતે ધરણે કે આવીને સર્પનું રૂપ વિકુવને ભગવાનના મસ્તક ઉપર ફેણનું આચ્છાદાન કરીને ઉપસર્ગનું નિવારણ કર્યું હતું. આ સંબંધી શાસ્ત્રોમાં ઘણાં પ્રમાણ છે. પણ આપણે પ્રસિદ્ધ અને સુલભ ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજ વિરચિત “કલ્પસૂત્ર-સુબેધિકાને જ પાઠ જોઈ લઈએ – स्वामी प्रव्रज्यैकदा विहरस्तापसाश्रमे कूपसमीपे न्यग्रोधाधो निशि प्रतिमया स्थितः । इतः स मेघमाली सुराधमः श्रीपार्श्वमुपद्रोतुमागत्य क्रोधान्धः स्वविकुर्वितशार्दूल-वृश्चिकादिभिरभीतं प्रभुं निरीक्ष्य गगनेऽन्धकारसन्निभान् मेघान् विकुर्य कल्पान्तमेघवद् वर्षितुमारेमे.... .... क्षणादेव च प्रभुनासानं यावजले प्राप्ते आसनकम्पेन धरणेन्द्रो महिषीभिः सममागत्य फणैः प्रभुमाच्छादितवान् , अवधिना च विज्ञातोऽमर्षेण वर्षन् मेघमाली धरणेन्द्रेग हक्कितः प्रभु शरणीकृत्य स्वस्थानं ययौ ॥ [ कल्पसूत्र सुबोधिका-सूत्र. १५८] ભાવાર્થ--(શ્રી પાર્શ્વનાથ) સ્વામી એક વખત વિચારતા તાપ સામે આવ્યા હતા અને ત્યાં કૂવાની પાસે વડના ઝાડ નીચે રાત્રિએ પ્રતિમા ધારણ કરીને રહ્યા હતા; આ ૩. અહીં “પણ” શબ્દ વાપર્યો છે તેથી બીજા સ્થળનું અનુસંધાને હેવું જોઈએ. અત્યારે મારી પાસે મૂળ પુસ્તક ન હોવાથી કંઈ નિર્ણયાત્મક કહી શકતો નથી પણ “જેમ હરપામાં તેમ અહીં “પણ” એ આશય હોવો જોઈએ એમ મારી સંભાવના છે. હરપામાંથી પણ સંભવ છે કે, આવું ધાતુના પતરાં ઉપર કરેલું ચિત્ર મળી આવ્યું હેય. માહેદારના જ કોઈ બીજ ની અપેક્ષા હોય એ પણ કદાચ બનવાજોગ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28