Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્તિપૂજાને પ્રભાવ લેખા-૫. મુ. મ. શ્રી ભદ્રકવિજયજી [પૂ.આ.ભ.શ્રી.વિજયરામચંદ્રસૂરિશિષ્ય] ( ક્રમાંક ૧૨૧ થી શરૂ ઃ ગતાંકથી ચાલુ ઃ આ અંકે સંપૂર્ણ) પ્રશ્ન મૂર્તિપૂજા શા માટે કરવી ? ઉત્તર ૮–૧. પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલા લાભોના બદલામાં તેમની તરફ વ્યાવહારિક કૃતજ્ઞતા બતાવવા સત્કાર રૂપે પરમાત્માની ભક્તિ કરવાની છે. ૨. પિતાના આત્મવિકાસમાં અવલંબન રૂપે, પ્રેરક રૂપે, આદર્શ રૂપે અને દષ્ટાંત રૂપે પરમાત્માની ભક્તિ કરવાની છે. એ બે પ્રકારે કરવાની ભક્તિ પરમાત્મ–મૂર્તિ મારફત થઈ શકે છે. પ્રશ્ન –પરમાત્મા નિરંજન નિરાકાર છે, તો તેની મૂર્તિ કરવી એ તેના મૂળ વરૂપને બગાડવા બરાબર નથી ? ઉત્તર ૯-પરમાત્મા જેમ નિરંજન નિરાકાર છે, તેમ અપેક્ષાએ સાંજન અને સાકાર પણ છે. એટલે મૂર્તિથી તેના સ્વરૂપને બગાડવાનું નહિ પરંતુ તેના સ્વરૂપની પ્રતીતિ કરાવવાનું થાય છે, એથી ઘણુ જીવોની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. પ્રશ્ન ૧૦–સીવી રીતે પરમાત્માના ઉપદેશને અમલમાં મૂકીને જે ભક્તિ કરી શકે, તે મૂર્તિપૂજા ન કરે તો શો વાંધ? - ઉત્તર ૧–દરેક જીવો માટે એ શકય નથી. એટલે જે જીવો માટે તેમ બની શકતું નથી, તેઓ માટે મૂર્તિપૂજાનો ગર્ભિત રીતે રવીકાર તમારાથી પણ થઈ જ જાય છે. પરંતુ એવી રીતે સાક્ષાત ભક્તિ કરનારા તે યોગીઓ જ હોઈ શકે છે. તેવા યોગીએમાં પણ અનેક પ્રકાર હોય છે. સાલંબનધ્યાની અને નિરાલંબનધાની. તેમાં સાલંબનધ્યાનીને મૂર્તિ આદિકની જરૂર પડે છે. નિરાલંખનાનિઓને જરૂર પડતી નથી, છતાં તેઓ આત્મવિકાસના કારણુ તરીકેનું મૂર્તિ પૂજાનું સ્થાન નિષેધી શકતા નથી. સાંસારિક જીવનમાં રચ્યાપચ્યા છે માટે જેઓ મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે, એ અણસમજ છે. પ્રશ્ન ૧૧-મૂર્તિ પૂજામાં હિંસા થાય છે, તેનું કેમ ? ઉત્તર ૧૨–મહાઅહિંસાની મદદગાર નાની હિંસા તે હિંસા નથી પણ અહિંસા છે. મહાહિંસાની પોષક મોટી અહિંસા તે પણ હિંસા છે, પણ અહિંસા નથી. મહા સત્યનું પષક અવાંતર અસય પણ સત્ય છે કિન્તુ અસત્ય નથી. મહાઅસત્યનું પિક અવાંતર સત્ય પણ અસત્ય છે કિન્તુ સત્ય નથી. તે જ પ્રમાણે મૂર્તિપૂજા રત્નત્રયીની પિષક હોય તો તદતર્ગત હિંસા પણ અહિંસા છે. વિહાર વખતે તીર્થંકરદેવ પિતાના ગામની નજીક થઈને પસાર થતા હોય ત્યારે તે ઘોડે તેમના દર્શન કરવા કઈ છવ આવે છે તેમાં હિંસા થતી નથી એમ તો ન કહી શકાય, પરંતુ પ્રભુદર્શન એ મિથ્યાત્વ-અવિરતી કરાય વગેરે કર્મબંધનાં કારણે રોધક હેવાથી પરિણામે પરમ અહિંસામય છે. તેથી તેના કારણરૂપ દેડતે ઘોડે આવવાથી થતી હિંસા એ પણ અહિંસા જ છે. પ્રશ્ન ૧૨–મૂર્તિપૂજાનો નિષેધ કરનારની કોઈ પણ દલીલ વજુદવાળી છે કે નહિ ? ઉત્તર ૧૨–આજ સુધીનાં ઘણું પુસ્તકો અને તેમાંની ઘણું દલીલ-વાંચી, છતાં હજુસુધી કંઈ પણ વજુદવાળી દલીલ જવામાં આવી નથી, કે જે દલીલ સટ અને વિદામાલ્ય હેય, ગળે ઉતરે તેવી હોય અને વાસ્તવિક સત્યને સ્પર્શ કરતી હેય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36