Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [ અંક ૧૧ આવા આવા છૂટાછવાયા કેટલાક ઉલ્લેખે સિવાય કલિંગમાંની પ્રાચીન સર્વવ્યાપી જૈન સંસ્કૃતિ વિષે, હું ન ભૂલતે હૈઉં તે, સામાન્ય જૈન જનતાને અને જેનેરેને આજે ઘણું જ ઓછું જ્ઞાન છે. કેમ કે એ જ્ઞાન મેળવવાનાં સાધન ઘણું જ ઓછાં જાહેરમાં આવ્યાં છે. કલિંગની પ્રાચીન જૈન સંસ્કૃતિના જ્ઞાન વિષે જે આવી જ દશા છે, તે પછી કલિંગમાંના શત્રુ જયાવતાર તીર્થ વિષે પૂરતી માહિતી આપણને આજે ન મળે એ સ્વાભાવિક છે. પાછલા કેટલાક સૈકાઓ સુધી અંધારામાં રહેલે કલિંગમાંને ભિખુરાય ઉર્ફે ખારવેલસિરિને હાલની હાથીગુફામાંનો શિલાલેખ બહુ બહુ પ્રયત્નથી ઉકેલવા માંડતાંય તૂટેલો, ગળી ગયેલો અને ઘસાયેલો આદિ અનેક દોષોને લઈ હજુસુધી સંદિગ્ધ રીતે જ ઉકેલાયો છે. જ્યારે કલિંગના રાજત્વને અને જૈનત્વને લગતી કેટલીક હકીકતોને જાહેર કરતે હિમવંત થેરાવલી નામક ઐતિહાસિક ગ્રંથ એક જૈન પંડિતના, અક્ષરશઃ કદાચ ન હોય એવી ભ્રાન્તિને ઉત્પન્ન કરતા, ગુજરાતી ભાષાંતરરૂપે આપણી સમક્ષ થોડાંક વર્ષોથી આવી પડે છે. જેના પરથી એ ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે તે હિમવંત શૂરાવલી, “શ્રીકંદિલાચાર્યજીના શિષ્ય શ્રી હિમવંત આચાર્યજીએ રચેલી' અને ગદ્યપદ્ય રૂપે અર્ધમાગધી નામની પ્રાચીન અપભ્રંશ હેવાની' વાત, અંચળગચ્છીયા ૬. હાથીગુફાના શિલાલેખમાં ભિખુરાયે પિતાની ઓળખ આપતાં ઉલ્લેખ કર્યો છે કે, તે પિતે રાજર્ષિવંશમાંથી નીકળેલો, ચેતિવંશને વધારનાર અને ક્ષેમરાજ તથા વૃદ્ધરાજ પછી કલિંગની ગાદીએ આવનાર ચક્રવર્તી રાજા હતા; પણ હિમવંત થેરાવલી આપણને જણાવે છે કે, એ કરકંડુ રાજર્ષિને મામો અને કલિંગના રાજા સુલોચનને જમાઈ ચેટકપુત્ર શોભનરાય, જે પિતાના અપુત્રીયા સસરાની ગાદી પર આવ્યો હતો, તેને વંશજ હતો. થેરાવલી કહે છે કે, શોભનારાયતી પાંચમી પેઢીએ ચંડરાય, આઠમી પેઢીએ ક્ષેમરાજ અને દશમી પેઢી બે મહામેઘવાહન ભિખુરાય ખારવેલ હતો. ( ચેટક કે ચેતયના બદલે “ચેતિ' લખાયું વંચાયું છે શું? રાજર્ષિ શબ્દથી કરકંડુ જ લેવો કે કેમ? જેનસાહિત્યમાં જ્યાં ત્યાં અપુત્રીય લખાતા ચેટક રાજાને શોભના નામનો પુત્ર હતો કે શું ? કરકંડ પછી કઈ ચેદીવંશનો સુલોચન આવ્યો હતો કે? શ્રી પાર્શ્વનાથના સસરા કુશસ્થળના રાજા પ્રસેનજિત્ રાજર્ષિ હતા તેઓ ચેદિવંશના હેઈ તેનો વંશજ શોભનરાય કરકંડુ પછી કરિની ગાદી પર આવેલા સુચનને જમાઈ હોય તો એ “ચેતિ' અને રાજર્ષિ' એ શિલાલેખના બે શબ્દ વધારે ઘટી શકે કે કેમ?—ઉપરક્ત બન્ને સ્થળના ઉલેખોમાં આવા આવા પ્રકારના પ્રશ્નો જરૂર નિરાકરણ માગી રહ્યા છે.) ૭. આ થેરાવલીમાં હિમવંતના ગુરુ આર્ય સ્કંદિલ સુધી જ પટ્ટાવલી ક્રમ આપે છે, પણ આર્ય હિમવત વિષે કાંઈ ઉલ્લેખ કરાયો નથી. જે હિમવંત પછીના સ્થવિરે આ થેરાવલી લખી હેત તે તેમના વિષે પણ ઉલ્લેખ થાત. આથી નક્કી થાય છે કે થેરાવલીના કર્તા હિમત સ્થવિર જ છે. આય કંદિલ અને આર્ય હિમવંતને યુગપ્રધાન તરીકેનો કાળ મહાવીરનિર્વાણુથી નવમી સદીના પૂર્વાર્ધને ગણાયો છે. એટલે આ વિરાવલી પણ એ સમયમાં જ કયારેક રચવામાં આવી હોય એમ સંભવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36