Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ ઉપયોગી થઈ પડે એવી અગીઆર ગુફાઓ કોતરાવી હતી. આ પછી વીરનિર્વાણથી ૩૦૦ વર્ષ વીત્યા બાદ અતિપરાક્રમી મહાપાર્મિક ભિખુરાય –ખારવેલ કલિંગદેશના કનકપુરની રાજગાદીએ આવ્યા. મહામેધવાહન અપરનારને ધારણ કરતા તે રાજાએ પ્રથમ રાજધાની, રાજ્ય અને દેશને સુવ્યવસ્થિત તથા સમૃદ્ધ બનાવી અન્ય દેશોને પોતાના પરાક્રમનો પરચો બતાવ્યો. રાજકીય અને ખાસ કરીને ધાર્મિક બદલે લેવાને તેણે પોતાના રાજ્યના આઠમા વર્ષે મગધ પર આક્રમણ કર્યું, પણ તે રાજગૃહીથી આગળ વધવામાં સફળ થયો નહિ. રાજયના નવમા વર્ષે એટલે મહાવીર નિપણથી ૩૦૯ માં વર્ષે જિનરાજભવનરૂપ મહાવિજલપ્રાસાદનો તેણે જીર્ણોદ્ધાર ૧૩ કરાવ્યા. આ પછી રાજર્ષના બારમા વર્ષે ઉત્તરાપથના રાજાઓને જીતતો તે ઉત્તરમાંથી પાટલીપુત્ર પર ચઢી આવ્યો. પોતાના હાથીઓને સુગાંગેય ૧૪ નામના પ્રાસાદ સુધી લઈ જઈ, ત્યાંના રાજા બલસ્પતિમિત્રને ૧૫ પોતાના પગમાં નમાવી, તેના શિલાલેખમાં ઉલ્લેખેલી નન્દરાજાએ લઈ લીધેલી પેલી કલિંગ જિ મૂર્તિ અર્થાત ધઋષ નદેવની પોતાના પૂર્વજેથી પૂજાયેલી પેલી સ્વર્ણ પ્રતિમા કલિંગમાં પાછી લઈ આવ્યો, અને તેણે આડત્રીસ લાખ દ્રવ્યથી સમરાવેલા મહાવિજય નામના જિનપ્રસાદમાં શ્રી ભાર્યસ્થિત અને શ્રી આર્ય સુપ્રતિબદ્ધતા હો તે પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી, તેના શિલાલેખથી કાંઈક એવું સૂચિત થાય છે કે, જિનપ્રાસાદના શિખરને ચડાવ્યા બાદ તેણે શિલ્પી બને તથા હસ્તિ નાવ વગેરેના કામ કરનારાઓને યથેચ્છ ઘોડા, હસ્તિ, રત્નાદિનાં દાન કર્યા હતાં. સંભવ છે કે, કુમરગિરિ પરનો જીણું પ્રાસાદ સમરાવ્યું ત્યારે તેનું નામ “મહાવિજય” નહિ આપ્યું હોય, પણું મગધને વિજય પ્રતિમા પાછી લાવવાના ધાર્મિક કારણને લઈ મહાવિજય મનાયો હેય અને તેના ઉપલેક્ષણમાં પિત મહાવિજય ઉપનામ ધારણ કરી અર્વતરાજભવનને મહાવિજય’ નામથી ઓળખાવવાનું ઉચિત મનાયું હોય. હવે ધર્મરાજથી ઓળખાયલા ખારવેલની એક મહતી પ્રવૃત્તિને ઉલ્લેખ કરીએ કે જેને સંબંધ કુમારીગિરિની સાથે રહેલો છે. મહાવીરનિર્વાણથી ૨૮૧ વર્ષે સંપ્રતિ મહારાજાએ અવંતી (ઉજજૈન)માં શ્રી શ્રમણસંધની પરિષદ બોલાવી હતી, તેવી જ રીતે ખારવેલે પણ વીરનિર્વાણથી ૩૧૩ મા વર્ષે શ્રીશ્રમણસંઘની એક પરિષદ બોલાવી હતી અને એ પરિષદનું સ્થળ કુમારીગિરિ રાખ્યું ૧૩. હિમવંત થેરાવલીમાં “જર્ણોદ્ધાર' લખ્યો છે, પણ અતિભગ્ન પ્રાસાદને નવેસરથી કરાવતાં પણ જીર્ણોદ્ધાર કહેવાય એ દષ્ટિએ શિલાલેખમાં કરાવ્યાનો જે ઉલ્લેખ છે તેની સાથે બિલકુલ વિરેાધ નથી. ૧૪. પાટલીપુત્રને રાજમહેલ “સુભાંગ” હતું એમ મુદ્રારાક્ષસમાં કહેવાયું છે. આ પ્રાસાદ નન્દ અને ચંદ્રગુપ્તના વખતના તે સુભાંગ પ્રાસાદથી જુદે જ છે. સંભવ છે કે તે ઉદાયીના સમયમાં બંધાવેલો શ્રી નેમિનાથ જિનપ્રાસાદ હોય અને નન્દરાજાએ કલીંગજિનમર્તિને લાવી ત્યાં રાખી હોય. ૧૫. બૃહસ્પતિમિત્ર એ શૃંગ સેનાપતિ પુષ્યમિત્રનો પુત્ર હવા સંભવ છે. મહાવીરનિર્વાણથી ૩૦૪ વર્ષે પાટલીપુત્રના રાજા વૃદ્ધરથ, કે જે હિમવંત ઘેરાવલીના પુણ્યરથ ( પુરાણના દશરથ) નો પુત્ર હતો, તેને મારી તેની જગાએ પુષમિત્રે પોતાના આ વડીલ પુત્રને સ્થાપન કર્યો હતે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36