Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ [ ૮૫ . મગધના રાજયમાં જોડાઈ ગયો હતો એ વાત, શ્રેણિકના મૃત્યુ બાદ કેણિકે અંગદેશમાં ચંપાનગરી વસાવી અને ત્યાં રાજ્ય કરવા માંડયું એ પરથી સાબીત થાય છે. પણ કલિંગ મગધમાં જોડાયે લાગતું નથી. કેમકે હિમવંત ઘેરાવલી કણિકના રાજ્યકાલમાં સુલોચન અને શોભનરાય નામના રાજાઓને કલિંગમાં રાજ્ય કરતા વર્ણવે છે. એ રાજાઓ સ્વતંત્ર હાય કે મગધના માંડલિક હય, ગમે તે સ્થિતિમાં શ્રેણિક અને કેણિકને પોતાના ધર્મતીર્થ તરીકે ધાર્મિક કાર્યો કરવામાં બાધ ન આવે, એટલું જ નહિ, પરંતુ વિશેષ અનુકૂલતા જ હોય. કેમકે તે રાજાઓ કરકંડુના વારસ હોઈ જેનધર્મના અનુરાગી જ હતા. આ પછી કાલાંતરે, એટલે કે મહાવીરનિર્વાણથી ૧૪૯ વર્ષ પછી પાટલીપુત્રના અતિલોભી નન્દરાજાએ કલિંગ પર ચઢાઈ કરી અને દેશને પાયમાલ કર્યો તથા શ્રેણિકે પ્રતિષ્ઠિત કરાવેલી શ્રી ઋષભદેવની સ્વર્ણ પ્રતિમાને તે પિતાની સાથે પાટલીપુત્ર લઈ ગયો. ચેટકરાજાના પુત્ર શોભનરાયને વંશજ અને ખારવેલનો પૂર્વજ ચંડરાય આ સમયે તાજે જ કલિંગની ગાદીએ આવેલ હઈ તેને આવી રાજકીય અને ધાર્મિક દૃષ્ટિએ અતિ અપમાનભરી હાર ખમવી પડી હતી. જો કે આ પછી પણ શત્રુ જયાવતાર તીર્થને મહિમા તો તે ને તેવો જ જીવતો રહ્યો હતો, પણ એ ઋષભદેવની પ્રતિમાના અભાવથી જાગેલી ગ્લાનિ ઠેઠ ખોરવેલ સુધી એકસરખી જ ખૂંચતી રહી હતી. મહાવીરનિર્વાણુથી ૧૭૦ વર્ષે ચૌદપૂર્વધર આર્ય શ્રીભદ્રબાહુ સ્વામી પિતાના અંત સમયે કલિંગમાં વિચર્યા હતા અને તેઓ કુમરગિરિ પર એક પખવાડિયાના તપ પૂર્વક પ્રતિમા ધારણ કરી રહ્યા હતા અને ત્યાં કાળ કરી સ્વર્ગે ગયા હતા. જિનકલ્પની તુલના કરતા શ્રી આર્યમહાગિરિજી પણ આ જ કુમરગિરિ પર અનશન કરી સંલેખના પૂર્વક સ્વર્ગે સીધાવ્યા હતા, કે જ્યારે શ્રી આર્ય સુહસ્તિએ તે મહાસ્થવિરની અહીં સ્તવના કરી હતી. ક્ષેમરાજને પુત્ર અને ખારવેલને પિતા વૃદ્ધરાજ, જે મહાવીરનિર્વાણુથી ૨૫ વર્ષ પછી કલિંગની ગાદી પર આવ્યો હતો, તેણે કુમરગિરિ પર જેન શ્રમણને ચતુમસ ગાળવામાં ૧૧. શ્રી હેમચંદ્રસૂરિ આ નન્દને નવમા નંદ તરીકે ઓળખાવે છે, પણ હિમવંત થેરાવલી તેને આઠમો નન્દ લખે છે. આર્ય યશોભદ્રસૂરિના સમય (મ.નિ. સં. ૯૮ થી ૧૪૮) માં તેનું રાજ્ય હેવાને ત્યાં “નવમો મુળgar . તપાવોહં ગાઓ અમારો પાક ઘઉં તથા અઢોહી દ્દા આ ગાથાદ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ રાજ મિશ્ચાદષ્ટિ થઈ ગયો હતો અને તેના વિરેચન (વરરુચિ હેવા સંભવ છે) મન્ત્રીની પ્રેરણાથી તે કલિંગ પર ચઢાઈ લઈ ગયો હતો, એમ થેરાવવીકાર ૧૨. આર્ય મહાગિરિજીએ વિદિશામાં જીવિતસ્વામીનાં દર્શન કરી ત્યાં આવેલા ગજાગ્રપદ અથવા ગજેન્દ્રપદ તીર્થમાં અનશન કર્યું ને સ્વર્ગે ગયા એમ પણ સંપ્રદાય જોવામાં આવે છે તેની સાથે કુમારગિરિ પર અનશન કરી સ્વર્ગે ગયાને હિમવંત થેરાવલીનો ઉલ્લેખ વિરોધ ધરાવે છે. પરંતુ થેરવલીનો ઉલ્લેખ વધારે ચોકસાઈ ભર્યો હોય એમ લાગે છે, આર્ય સુહસ્તિએ કુમગિરિ પર આર્યામહાગિરિની સ્તવના કરી હતી તેને જણાવતી હિમવંત થેરાવલીની ગાથા આ પ્રમાણે છે –fકાળવદિgવાના जो कासि जस्स संथवमकाली ॥ कुमरगिरिस्मि सुहत्थि । तं अज्जमहागिरिं वंदे ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36