Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ કુમારીગિર ને કુમરશિરમાં શ્રીશત્રુંજયની સ્થાપના કરી હેાય અને તેને ‘શત્રુંજયાવતાર’ના યથા નામથી ઓળખાવી હોય તથા તેના દર્શનાદિથી આત્માની સાધના કરી હેાય તે તેમાં કાંઇ આશ્ચય જેવું નથી. કુમરગિરિમાં શત્રુંજયતી સ્થાપના આચાય શ્રી મેરુત્તુંગસૂરિજીના કથન પ્રમાણે નિશ્ચિત છે. સંભવ છે કે કુમારીગિરિમાં ગિરનારની સ્થાપના હાય, પણ એ વિષે સાધનના અભાવે નિશ્ચયાત્મય કાંઈ પણ કહી શકાય તેમ નથી. • હિમવંત થેરાવલી ’ના ઉલ્લેખાનુસારે નીચે અપાતા લિંગના કુમારીરિ અને કુમરિગિરના ઇતિહાસ વાચાને ખાત્રી આપÀ કે ખડગર તે ઉગિરના નામે હાલ ઓળખાતા એ બન્ને પતા શ્રીશત્રુંજયગિરિની સ્થાપના તરીકે કેવા ને કેટલા પવિત્ર છે, તથા તે બન્ને અથવા તેમાંથી એક શ્રી શત્રુંજયાવતાર' તીના નામને કેટલા લાયક છે. શ્રી મહાવીરનિર્વાણુથી પૂર્વે ૩૨૨ મા વર્ષે જેમનું નિર્વાણુ થયું હતું તે શ્રીપાર્શ્વનાથ ભગવાને કલિંગના કુમારીગર અને ક્રમગિરિના આ શત્રુંજયાવતાર તીને પાતાના પાદપદ્મથી વિશેષ પુનીત કર્યું હતું. ૧૦ ભગવાન મહાવીરના પરમભક્ત મગધના શ્રેણિક મહારાજાએ આ તીથ માં મરિગિર પર એક અતીવ મનેાહર જિનપ્રાસાદ બંધાવ્યા હતા અને તેમાં શ્રીઋષભદેવની સ્વણુ - પ્રતિમા શ્રીસુધર્માંસ્વામીના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી હતી. આ પ્રાસાદનું નામ શું આપવામાં આવ્યું હતું તેને થેરાવલીમાં ઉલ્લેખ નથી. આ જિનપ્રાસાદ ઉપરાંત શ્રેણિકે કુમારીગિરિ ને કુમરિગિરમાં અનેક ગુફાઓ પશુ કાતરાવી હતી, જેમાં જેતશ્રમણેા ચાતુર્માંસ ગાળવા માટી સંખ્યામાં રહેતા હતા. મહારાજા શ્રેણિકની જેમ તેના પુત્ર ક્રાણુકે-અજાતશત્રુએ પણ કુમારીગિરિ અને કુમરિગિરમાં પાંચ ગુફા કાતરાવી હતી. શ્રેણિક અને કાણિકે કલિંગમાં ઉપરોક્ત કાર્યો કર્યાં, ત્યારે કરક ુના અંગદેશ ૧૦. પંડિત ગંગાધર સામત શર્માં “ પ્રાચીન કલિંગ ”માં લખે છે કે-પાર્શ્વનાથે કલિંગમાં ધર્માંચક્ર પ્રવર્તાવ્યું હતું. કલિંગમાં તેમનેા ખૂબ પ્રભાવ પડયો હતા. ઉદયિગિરમાં રાણી હંસપુર ગુફામાં પાર્શ્વનાથના જીવનચિરત્રની સંપૂણું ઘટનાઓનું આલેખન છે તેમ ગણેશયુફામાં પશુ છૂટક છૂટક જીવનધટનાએ 'કાઈ છે તે ઉપરથી ભગવાન પાર્શ્વનાથના શાસનના મુનિઓએ કલિંગમાં જૈનધમ પ્રચારનું પુષ્કળ કાર્ય કરેલું હેવું જોઈએ. એ મુનિએએ રાજધાની પાસે ખંડિગિરમાં એક પીઠ (?) સ્થાપી હતી. આજે પણુ એ પીઠ હયાત છે. ખ`ગિરિમાં પાર્શ્વનાથની પ્રતિમા આજે પણ પૂજાય દર વર્ષે માત્ર મહિનાની સાતમે ડિગિરમાં એક મેાટા મેળા ભરાય છે. ઘણા માસા એમાં ભાગ લે છે. ' ( સુશીલકૃત ‘ કલિંગના યુદ્ધ ' પરથી. ) આમાં પડિત શર્માએ ‘પી’ લખી છે, પણ તે શ્રીપા નાથના અવશેષાના રતુભ હેાવા સંભવ છે. મે આ ખ'ડગિરિમાં ગિરનારની સ્થાપના હૈાવાની સંભાવના કરી છે, પણ વધારે સંભવ શ્રો સમ્મેતશિખરની પાર્શ્વનાથની ટુંકના પણ હાઈ શકે. ‘ પ્રાચીન ભારતવર્ષ’ના લેખક ડૉ. શાહ તા સમ્મેતશિખરની તળાટી પણ અહીં સુધી લંબાવે છે, પણ આ સર્વ અનિશ્ચયાત્મક ને કાલ્પનિક હાવાથી પ્રમાણુભૂત તેા ન જ કહી શકાય. ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36