Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટલીપુત્ર નગરની યશોગાથા લેખક-શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી મધદેશમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન મહાવીર સ્વામી અને મહાત્મા બુદ્ધ થયા, જેમણે અનુક્રમે જૈનધર્મ અને બૌદ્ધધર્મને પ્રચાર કર્યો. આ ક્ષત્રિય રાજકુમારોએ અહિંસા' અને “વિશ્વપ્રેમ ને કલ્યાણકારી સંદેશો જગતને સુણાવ્યો. એમના સમકાલીન શિશુનાગ વંશમાં બિંબિસાર, અજાતશત્રુ મગધના રાજા હતા. આ વંશનું રાજ્ય સાડાત્રણસો વર્ષ સુધી રહ્યું. એમના રાજ્યકાળ સુધી રાજધાની રાજગૃહીમાં હતી. પણ અજાતશત્રુના પુત્ર ઉદયે (ઉદાયીએ) પાટલીપુત્ર નામનું નવું નગર વસાવી ત્યાં રાજધાની ફેરવી, જે મગધદેશના મુખ્ય શહેર તરીકે સદીઓ સુધી ચાલુ રહ્યું. આ શહેર ગંગા અને સન નદીના સંગમ પર વસ્યું હતું. ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દિમાં આવેલ યવનદૂત મેગેસ્થની જ એ સબંધમાં આ શહેરનું જે વર્ણન આપે છે તેનો સારાંશ નિગ્ન શબ્દોમાં સમાય છે “એ કાળનું પાટલીપુત્ર “અમરપુરી' તુલ્ય હતું. એની ચારે બાજુ કાષ્ટને કિલ્લે હતો. એમાં ૬૪ ફાટક અને ૫૭૦ બુરજો હતા. એ કિલ્લાને ફરતી ખાઈ હતી. એમાં સક્તિા સેનનું જળ વાળવામાં આવ્યું હતું. રાજમહેલ શહેરના મધ્ય ભાગમાં આવેલો હતો. નગરની લંબાઈ નવ માઈલની અને પહોળાઈ દોઢ માઈલની હતી. આજે જૈન સાહિત્યમાં તેમજ બૌદ્ધ ગ્રંથમાં બિંબિસાર અને અજાતશત્રુ રાજવીઓ સંબંધી તેમજ મગધ સંબંધી જે સંખ્યાબંધ ઉલલેબો દષ્ટિગોચર થાય છે એ કોઈ ક૯પનાના વિષયો નથી, પણ એ પાછળ ઇતિહાસની સળંગ કડી જોડાયેલી છે. એ ઉપરાંત એની આસપાસનાં વર્ણને બારીકાઈથી અવલેકવામાં આવે અને ઉભય મહાત્માના ઉપદેશમાં રહેલું સામ્ય તેમજ અમુક બાબતમાં ખાસ જુદી તરી આવતી ભિન્નતાનો વિચાર કરવામાં આવે તો કેટલાક પ્રસંગમાં એક બીજાના સાહિત્યગ્રંથમાં જે જુદાં જુદાં આલેખને જોવામાં આવે છે એનો તાળો સહજ મેળવી શકાય તેમ છે. ગૌતમબુદ્ધનું નિર્વાણુ ભગવંત મહાવીરની પર્વે થયું છે એ વાત હવે તે લગભગ મોટા ભાગના શોધકે સ્વીકારેલી છે. એ વિષય ઉપર મુનિ શ્રી કલ્યાણવિજયજીકૃત “ કાળગણના' નામના પુસ્તક ઠીક પ્રકાશ પાડે છે. વળી વિશાલીના ચેટક મહારાજા તેમજ લિચ્છવી અને મહલકી ક્ષત્રિયો શ્રી મહાવીર દેવના ચુસ્ત અનુયાયીઓ હતા એ પણ Jainism in Northern India” યાને “ઉત્તર હિંદમાં જૈનધર્મ ' નામનું પુસ્તકમાં વિસ્તારથી સમજાવેલું છે. રાજવી બિંબસાર અને જૈન કથાનમાં આવતા મહારાજા શ્રેણિક એ એક જ વ્યક્તિ છે. બિંબસાર, ભંભાસાર કિવા શ્રેણિક મહારાજા એ શિશુનાગ વંશની ગાદીએ રાજવી પ્રસેનજિત પછી આવનાર પ્રભાવશાળી વ્યક્તિનાં પ્રચલિત નામે છે. જ્યાં સુધી બિંબસાર વૈશાલીપતિ ચેટકરાજની પુત્રી ચેલણને નહોતા પરણ્યા ત્યાં સુધી તેમનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36