Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ||
કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ હતું. ખારવેલે જૈન શ્રમણોની આગળ વિનંતીપૂર્વક ધાર્મિક વિચારણા કરવાને પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પરિષદની મંત્રણના પરિણામે અન્યાન્ય દેશમાં ધર્મ પ્રચારના માટે શ્રમણોને મોકલવામાં આવ્યા હતા; શ્રીશ્રમણુસંધના અગ્રણે સ્થવિરથી, દુષ્કાળના સમયમાં વિસ્મૃત દષ્ટિવાદને વ્યવસ્થિત કરવાનું કાર્ય સધાયું હતું. આર્ય શ્યામ વગેરે સ્થવિરો દ્વારા પ્રજ્ઞાપના, સનિર્યુક્તિક તત્ત્વાર્થ, અંગવિદ્યા વગેરે ગ્રંથેનાં સર્જન થયાં હતાં અને ખારવેલથી જેનઆગમાદિ સાહિત્યને ભોજપત્રાદિ પર લખાવવામાં આવ્યું હતું. - શ્રેણિકાદિની જેમ મહારાજા ખારશે પણ કુમારીગિરિ ને કુમારગિરિ પર સુશોભિત પ્રતિમાઓ તથા સ્તૂપો સહિત અનેક ગુફાઓ કોતરાવી હતી. પહેલાંના અને પોતે કરાવેલા જિનપ્રાસાદ તથા પાને માટે તેણે જાથના ગરાસનાં શાસન કરી આપ્યાં હતાં. હાથી ગુફાને શિલાલેખ કહે છે કે, આ ચક્રવર્તી રાજાએ સિંહપ્રસ્થવાળી રાણીના શ્રેયસને માટે પંચોતેર લાખ દ્રવ્યના ખર્ચે વેડૂર્ય રત્ન જડયા ચાર સ્તંભેવાળું (ચૈત્ય) કરાવ્યું હતું. પટરાણી ઘુષિતાએ પણ જિનપ્રાસાદ અને ગુફા કરાવ્યાને ઉલ્લેખ એક અન્ય લઘુ શિલાલેખમાં છે. શત્રુંજયાવતાર તીર્થની પવિત્ર છાયા તળે એ ગુફાવસતિઓમાં સંખ્યાબંધ શ્રમણ શ્રમણીઓ સંયમની આરાધના કરતાં વર્ષાકાલ વીતાવતાં હતાં અને ત્યાંથી વિહાર કરતાં તેઓ ધર્મને પ્રચાર કરવા માટે દૂર દૂર દેશાંતરમાં વિચરતાં હતાં, તથા તેમાંનાં કેક બને તો અંતિમ આરાધનાના માટે આ પવિત્ર ભૂમિ તરફ પાછાં વળતાં હતાં.
મહારાજા ખારવેલ શ્રી આર્યસુસ્થિત અને શ્રી આર્યસુપ્રતિબદ્ધને સવિશેષ ૧૬ભક્ત હતો. આ બન્ને મહાવિરે કલિંગમાં જ પ્રાયઃ વિચરતા હતા. એ પુણ્યપુરુષોએ કમરગિરિ પર સૂરિમત્રને કોટિ જાપ કર્યો હતો. અંતે અનશન કરીને તેઓ આ ગિરિ પર જ મહાવીરનિર્વાણથી ૩૨૭ વર્ષે સ્વર્ગ ગયા હતા. ખારવેલે તેમના દહન સ્થાને મહોત્સવપૂર્વક તેમના નામથી અંકિત બે સ્તૂપે બંધાવ્યા હતા.
આ પુણ્યભૂમિની આવી પવિત્રતા અને આવું માહભ્ય હતાં.વધતી જતી એની એ પવિત્રતા અને મહામહિમા કેટલા કાળ સુધી પ્રકાશમાં રહી અંતે એ ક્યારે અંધારામાં અદશ્ય થઈ ગયાં એને કાંઈ પણ વ્યવસ્થિત ઇતિહાસ આપણને આજે હાથ લાગતું નથી. પણ એ નક્કી છે કે, આ શત્રુંજયાવતાર તીર્થ ઘણું લાંબા કાળ સુધી શ્રી શત્રુંજય મહાતીર્થનું એક મહાન પ્રતિનિધિ થઈ રહ્યું હતું, અને અગણિત આત્માઓ ત્યાં જીવનને જવલંત બનાવી આત્માર્થને સાધતા હતા તથા સંસારના પાશોને છેદી તેઓ વિમુક્ત થતા હતા કે વિમુક્ત થવાને લાયક બનતા હતા.
પુણ્યપુરષોના પાદપવોથી અને અનેક અવદાથી સવિશેષ પવિત્ર આ શ્રી શત્રુંજવાવતાર તીર્થ એક વાર ફરીથી જૈનત્વના પ્રકાશમાં આવશે કે ?
૧૬. આર્ય સુસ્થિત ને આર્ય સુપ્રતિબદ્ધ ખારવેલના સમકાલીન અને ભક્ત હેવાનો હિમવંત થેરાવીને ઉલ્લેખ આ પ્રમાણે છે:–કુરિ-સુવિ અને ટુરિ રે નમામિ મિજબુરાવાઢિયા- ભાજપ રિ પ થેરાવલી એ ખારવેલનું મૃત્યુ મહાવીરનિર્વાણથી ૩૩૦ વર્ષે નેધું છે અને તેના પછીની બે પેઢી વક્રરાય અને વિદુરરાયની નોંધ લીધી છે. પણ તેમના વિષે ખાસ ઇતિહાસ કાંઈ લખે નથી, તેમ કુમારીગિરિ ને કુમરગિરિ વિષે પણ કાંઈ કહ્યું નથી, તે પછી “શત્રુજયાવતાર' તીર્થની તે વાત જ ક્યાંથી લખાય ?
For Private And Personal Use Only