Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩ ] પાટલીપુત્ર નગરની યશોગાથા વલણ બૌદ્ધધર્મ પ્રતિ વિશેષ હતું. જો કે શ્રેષ્ઠીતનયા નંદા સાથેના પાણિગ્રહણથી જૈનધર્મ પ્રત્યે તેમનામાં બહુમાનની ભાવના વૃદ્ધિ પામી ચૂકી હતી, અને એમાં એમના પુત્ર અને મંત્રી એવા અભયકુમારના સહવાસથી વધારે થવા માંડ્યો હતો. પણ ચુસ્ત જૈનધર્મી ચેટકરાજની પુત્રી ચેલણાના પટરાણી તરીકેના આગમન પછી કેટલાક પ્રસંગો એવા બન્યા કે જે ઉપરથી બિંબસારને બૌદ્ધધર્મ પ્રત્યે અભાવ પેદા થયે અને જેમ જેમ ભગવાન શ્રી મહાવીર દેવ સાથે પ્રસંગ વધતો ગયો તેમ તેમ એ જૈનધર્મમાં વધારે પ્રમાણમાં લીન થતો ગયે. પાછલી અવસ્થામાં તે જેનધર્મના એક પ્રખર સ્થંભ તરીકે વિશેષ ખ્યાતિને પામ્યો, તેમજ મહારાજા શ્રેણિક તરીકે વિખ્યાત થયો એ પણ ઉપરના કારણને આભારી છે. એની પછી ગાદીએ આવનાર કણિક ઉફે અજાતશત્રુ પણ ઉભયના ધર્મગ્રંથોમાં દેખા દે છે. એનું વલણ બન્ને ધર્મો પ્રતિ ઢળકતું દેખાય છે. એના જીવનના જુદા જુદા પ્રસંગે જોતાં એને ધર્મની ઝાઝી દરકાર નહતી એમ લાગે છે. એ મહત્તાકાંક્ષી ભૂપ હતો અને સમરાંગણમાં વિજયશ્રી એને વરતી એવું એનું પરાક્રમ હતું. આ બન્ને રાજવીઓના સમયમાં રાજધાની રાજગૃહમાં હતી. એ ફેરવીને પાટલીપુત્રમાં લઈ જવામાં મુખ્ય ભાગ ઉદાયીરાજે ભજવ્યો છે અને એ સંબંધમાં જૈન સાહિત્યમાં લંબાણથી વર્ણન આવે છે. ઉદાયી પાકે જેનધર્મી હતો. જેનધર્મ અને બૌદ્ધધર્મના કેટલાક આચાર વિચારોમાં સામ્ય હોવાથી ઘણુંખરા આંગ્લ લેખકે ભૂલાવામાં પડ્યાં છે અને આસપાસના સંબંધે જોયા વિના ઘણુંખરૂં બૌદ્ધધર્મના નામે ચઢાવી દીધું છે ! પણ જેમ જેમ ઇતિહાસના અંકેડા બુદ્ધિમાનેને હાથે સંધાતા જાય છે તેમ તેમ એમાં સુધારણે થતી આવે છે, અને શોધખોળ જે પ્રગતિ સાધતી રહી છે એ ઉપરથી પુરવાર થવા માંડયું છે કે જેન સાહિત્યમાં જે ઉલ્લેખ નજરે ચઢે છે એ કેવળ સ્વધર્મની શ્રેષ્ઠતા બતાવવા અંગેનું નથી, તેમ એ માત્ર અતિશયોક્તિ ભરેલાં વૃત્તાંતો પણ નથી. એ પાછળ તો ઇતિહાસની ઝલક છે. જરૂર છે અભ્યાસ અને અનુભવધારી અવલોકનકારોની. આજે નાલંદાવિહારનું બધું ગૌરવ બૌદ્ધ અનુયાયીઓના નામે ચઢયું છે, પણ જેન સાહિત્યમાં ભગવાન મહાવીરે નાલંદામાં એક બે નહીં પણ ચૌદ ચોમાસાં કર્યા ઉલ્લેખ છે ત્યારે એ સ્થાન અતિ મહત્વનું હશે જ, એ વેળા જેનધમાં પ્રખર વિદ્વાન અને ચુસ્ત ઉપાસકે ત્યાં વસતા હશે, એવું અનુમાન અસ્થાને નથી. જેનધર્મનું હાર્દ સમજનારા પુરાતત્ત્વગષકે વિના એ ઉપર સંપૂર્ણ અજવાળું પડવાને સંભવ ઓછો છે. ચીની મુસાફર ફાહિયાને પાટલીપુત્ર જોયું હતું. તે જણાવે છે કે- એ નગર એશ્વર્યમાં રમતું મેં જોયું. અશોકના સમયની બડી બડી ઈમાર, મહાયાન અને હીનયાન પંથીઓના અલગ અલગ વિહારો પણ મેં જોયા. એ વેળાના ભારતવાસીઓમાં ધર્મનિષ્ઠા અને દયાની તે જડ જામી હતી. શ્રીમંતોનાં હદય કરુણતાથી ઉભરાઈ રહ્યાં હતાં. ઉદ્યમ હતા અને ઉદારતા પણ હતી. સ્વાર્થ માટે સંપત્તિને ઉપયોગ નહોતો થતો. ધર્મસંસ્થાઓ હતી. અભ્યાસીઓ માટે જગે જગે પ્રબંધ હતા. યાત્રિયો માટે મારગમાં ધર્મશાળાઓ હતી. અન્નનું દુખ નહોતું. રથયાત્રાનો મહત્સવ અપૂવ હતો. ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36