Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી ધર્મ સાગર એ મુદ્રિત પુસ્તકની પ્રસ્તાવનામાં કરેલી છે; પણ તે પ્રાકૃત પ્રતિ મેળવવાનું કાર્ય મારા માટે મુશ્કેલ બન્યું છે. આ પ્રતિ મેળવવાનું સૌભાગ્ય માનનારા અને તેને મહત્ત્વને એક સાંપ્રદાયિક ઇતિહાસગ્રંથ કહેનારા એક જૈન ઈતિહાસ વિદ મુનિવર્યના મુખથી મેં બેએક વર્ષ પર સાંભળ્યું હતું કે, એ ગુજરાતી ભાષાતર કદાચ વહીવંચા મહાત્મા મોના લેખોનો અનુવાદ પણ હોય. સંભવ છે કે, વિશેષ અવલકનને પરિણામે તેઓ આવા અભિપ્રાય પર આવ્યા હેય. પણ એ અભિપ્રાયનાં સવ સાધને તપાસ્યા સિવાય તેની વાસ્તવિકતા વિષે કાંઈ પણ કહેવું એ નકામું છે.
ગમે તે હે; અર્ધી તે આપણે “શત્રુ જ્યાવતાર' તીર્થ વિષે જ ગવેષણ કરવાની છે. ઉપરોક્ત ખારવેલના શિલાલેખમાં કુમારીગિરિનું વાચન કરાયું છે અને હિમવંત થેરાવલીના ગુજરાતી ભાષાંતરમાં કુમારગિરિ તથા કુમરગિરિનો ઉલ્લેખ કરાયો છે. પણ તે બન્નેમાંથી એકેય સ્થળે “શ્રીશવું જ્યાવતાર'ના અક્ષરે આપણને ઉકેલાયા કે ઉલ્લેખેલા મળતા નથી. ફક્ત આચાર્ય શ્રીમેરતુંગસૂરિજી જ અંચલગચ્છીય નૃત્પાવલીમાં ઉલ્લેખ કરે છે કે, કલિંગનું કમરગિરિ તીર્થ, એનું બીજું નામ “શત્રુ યાવતાર' છે.
કુમારીગિરિ અને કુમારગિરિ એ બને પર્વતોમાં જૈન મહારાજઓએ બંધાવેલા જૈન પ્રાસાદ, કેનરાલી અનેક ગુફાઓ, તે ગુફાઓમાં જેન શ્રમણનો વર્ષીકાલે સ્થિરવાસ અને અનેક યુગપ્રધાનાચાર્યોનાં કુમરગિરિ પર અનશન વગેરે વગેરેથી આ બન્ને પર્વત ઘણું જૂના કાળથી શ્રી શત્રુંજયની સ્થાપના તરીકે “શત્રુ જયાવતાર' નામથી સ્થાપિત થયા હોય તો તે બનવાજોગ છે; તે માં અસંગત કે શાસ્ત્રથી અસમ્મત જેવું કાંઈ પણ નથી.
જેના દર્શન, સ્પર્શન, પૂજનથી પાપોનો નાશ થાય, પુણ્યની વૃદ્ધિ થાય ને કર્મક્ષય થવાથી મુક્તિ મળે એવા મહામહિમાવંતા, સૌરાષ્ટ્રમાં આવેલા, શાશ્વતા શ્રી શત્રુંજયગિરિના અતિદૂરપણને લઈ, તેનાં દર્શનાદિ ન કરી શકતી, અથવા ભાગ્યે જ દર્શનાદિ કરી શકતી ભાવુક જેન જનતા પિતાને ભાવાદિની વૃદ્ધિના માટે પ્રાચીન સમયમાં અને આજે પણ શ્રી શત્રુંજયની તથા અન્ય તીર્થોની વિધવિધ રીતે સ્થાપના કરતી દેખાય છે. આ જ ન્યાયે તે જૂના કાળમાં પણ કલિંગની જૈન જનતાએ
૮. આનું નામ હાલમાં ખંડમરિ છે. આસિયા પર્વતમાળાના ફાંટા તરીકે, ઉદય ગિરિની પાસે વચમાં આવેલી ખીણથી તેનાથી અલગ પડતો એક પર્વત છે. કટક જિલ્લામાં ભુવનેશ્વરીથી પાંચ માઈલ પર આ ખંડગિરિ ને ઉદયગિરિ આવેલા છે. આ બે પર્વતે અનુક્રમે કલિંગના કુમારીગિરિ ને કુમારગિરિ છે.
૯, મારવાડમાં આવેલા ગોલવાડની મોટી પંચતીર્થી માં નાડલાઈ ગામે શ્રી શત્રુંજય અને ગિરનારની સ્થાપના કરવામાં આવેલી સુપ્રસિદ્ધ છે. શ્રી પેથડશાહે મંડપદુર્ગમાં શત્રુંજયાવતાર ચૈત્યની સ્થાપના કરી હતી, એમ શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયની રચેલી પદાવલીમાં કહ્યું છે. શત્રુંજયની નજીકમાં અંકેવાલીયા ગામે મંત્રીશ્વર વસ્તુપાલે ભરૂચના અશ્વાવબેધ તીર્થની સ્થાપના કરી હતી એમ શ્રી ઉદયપ્રભસૂરિ સુકૃતકોકિલ્લોલિની નામના કાવ્યમાં લખે છે. કહે છે કે, મેવાડના દેવકુલપટ્ટણમાં (દેલવાડામાં) પણ સ્થાપના રૂપ શત્રુ જયાવતાર તીર્થ હતું. અશ્વાવબોધ તીર્થની સ્થાપનાનાં લઘુ રૂપે આજે પણ આબુનાં મંદિરમાં આપણને જોવા મળે છે.
For Private And Personal Use Only