Book Title: Jain_Satyaprakash 1943 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] - શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૯ છે એમ પણ કહે છે. કોઈ તેને દેવ કહે છે, કેઈ નારકી કહે છે, કોઈ એકેન્દ્રિય કહે છે તે કાઈ પંચેન્દ્રિય કહે છે. વળી કઈ લંગડા-ઉલ-બે-આંધળો કહે છે, તો કોઈ સારે કહે છે, કોઈ બળવાન કહે છે તો કેઈ નિર્બલ કહે છે. એ રીતે તેને માટે રૂપવાન, કાળા કેલસા જેવ, દુર્ગધી શ્વાસવાળો, કમળ જેવી સુગંધવાળે, કાયલ જેવા કંઠને, યશસ્વી, અપયશને ભાગી, સૌભાગ્યવાળો, દુર્ભાગી, જ્ઞાની, અજ્ઞાની, નિર્વિષય, કંજુસ દાનેશ્વરી, ઇત્યાદિ ઇત્યાદિ તેની કરણ પ્રમાણે તેને માટે લોકો બોલે જ જાય છે. [૫] કચરાના દ્વારે : આશ્રય તે ઘરની ચાર દિશામાં મોટાં મોટાં બારણાંઓ છે. એક દિશામાં પાંચ બારણું છે, તેમાંનું બીજું બારણું બહુ જ મજબુત ને બંધ કરવું અત્યંત કઠિન છે. બીજી દિશામાં ચાર દ્વાર છે, તેમાં પ્રથમ વાર ઘણું ઉગ્ન છે, બીજું ઘણું ઊંચું છે, ત્રીજું વાંકુચુકુ છે ને ચોથું ઘણું જ ગહન છે. તે પણ બંધ કરવું મુશ્કેલ છે. ત્રીજી દિશામાં પાંચ ધાર લગભગ સરખાં છે, છતાં એથું દ્વાર ઘણું ભયંકર ગણાય છે. જેથી દિશામાં ત્રણ દ્વાર છે, તેમાં ત્રીજું દ્વાર બંધ કરવું ભારે છે. ઉપર છાપરામાં નાનામોટા પચીશ છિદ્રો છે, તે સર્વમાંથી સારી નરસી રજ ભરાયા જ કરે છે તે ઘરના માલિકને સુખી કે દુઃખી કરે છે. [] કચરાની જમાવટ: બંધ જે કચરો ત્યાં પડે છે તથા નવા આવે છે તે સ ચાર જાતિના હોય છે. કોઈ શુભ સ્વભાવના ને કાઈ અશુભ સ્વભાવને, કોઈ થોડા કાળ પછી ખરી જનારે કોઈ લાંબે કાળે ખરનારે, કઈ તિવ્રપણે સુખ-દુઃખ ઉત્પન્ન કરે તે કોઈ મંદ પણે, કઈમાં થોડા અણુ હોય છે તો કોઈમાં વધારે હોય છે. આ રીતે એ ઉઘાડા બારણાઓમાંથી આવતે કચરો એ ઘરમાં જમાવટ કર્યો જ જાય છે. [૭] આશ્રવનાં દ્વારની કળા: સંવર તે બારણુઓ સહેલાઈથી બંધ કરી શકાય તે માટે દરેક બારણું પાસે કળ ગોઠવવામાં આવી છે. બધી થઈને સત્તાવન કળો છે. તે સત્તાવન કળામાં મુખ્ય છ કળે છે. તેમાં પહેલી મોટી કળની પાંચ ઉપકળે છે, બીજીની ત્રણ ઉપકળે છે, ત્રીજીની બાવીશ છે, જેથીની દશ છે, પાંચમીની બાર ઉપકળો છે. તેમાંથી કેટલી કળા તો એવી છે કે એક દબાવવાથી ચારે દિશાનાં બારણાંઓ ટપટપ બંધ થઈ જાય. દાણા ઘરવાળા આ કાના પ્રતાપે જ ઘરમાં આવતી રજ બંધ કરે છે. વિવક્ષિત ઘરના માલિકને કળનાં જાણકારોએ ઘણી વખત તે કળા બતાવીને તેને ઉપયોગ કરતાં શિખવ્યું છે. છતાં પ્રમાદવશ તે ભૂલી જાય છે. ફરી ફરી પણ દયાળુ જ્ઞાની પુરુષે તેને સરત કર્યા કરે છે. [૮] કચરાની સાફસુફી નિર્જર તે ઘરમાં ભરાયેલ રજને સાફ કરવા માટે બાર સાવરણી રાખવામાં આવી છે. તેમાં કેટલીક સાવરણીને પ્રભાવ એવો છે ઘરમાં નિયત થઈ ગયેલ અને કાઈથી પણ કાઈ પણ ઉપાયે ન નિકળી શકે એવા કચરાને પણ તે ક્ષણવારમાં ઝાડી નાખે છે, દૂર કરે છે. કોઈ તે ત્યાં ને ત્યાં તેને બાળી ભસ્મ કરીને ઉડાડી મૂકે છે. કોઈ વખત તે સાવરણીને ઉપયોગ કરતાં ન આવડે તે ઘરમાં કચરો વધુ પણ ભરાય જાય છે. બારણું બંધ કર્યા વગર પણ વાળવામાં આવે તો કચરો વધારે પણ ઊડે. આ બધું શિક્ષણ સજ્જન સીજન વારંવાર આપે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36