Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૌન એકાદશીને અપૂર્વ પ્રભાવ
[ ૮૯] સર્વ ભાર પુત્રોને સંપી આપની પાસે દીક્ષાવ્રતને અંગીકાર કરીશ.” ગુરુભગવંતે કહ્યું કે-'કથાસુલ કર્ત, તિજs મા તિદિ' હે મહાનુભાવ! જેમ તમને સુખ ઉપજે તેમ કરે, વિલંબ ન કરો. પછી સુવ્રત શ્રેષ્ઠી ઘેર આવ્યા. સૌ સાથે ભોજનાદિ કર્યું અને પછી પુત્ર-પત્નીઓ પાસે દીક્ષાની અનુમતિ માગી. પુત્રોએ અનુમતિ આપી. પત્નીએ કહ્યું કે અમે પણ તમારી સાથે જ દીક્ષા લઈશું. પત્નીને ખરો ધર્મ એ જ છે કે પતિ સારે માર્ગે જતો હોય તે પત્નીએ પણ તે જ માર્ગ સ્વીકારો. સુવત શ્રેષ્ઠીએ ધરને તમામ ભાર પુત્રરત્નને ઍો, અને પોતાની અગિયારે પત્નીઓ સાથે સંયમ માર્ગને સ્વીકાર્યો. સંયમનું સમ્યગૂ પ્રકારે આરાધન કરતાં અગિયારે સ્ત્રીઓ માસના અનશન વડે કાયબલક્ષીણ થવાથી ઘાતિયાં કર્મને નાશ કરી કેવલજ્ઞાન પામી અઘાતીયાં કર્મને તોડી મોક્ષગામિની બની. અને સુવત મુનિ સંયમ માર્ગમાં દિવસે દિવસે આગળ વધતા જ ગયા. તપશ્ચર્યાદિથી પોતાના આત્માને ખૂબ જ રંગી નાખ્યો છે. તેમની તપશ્વર્યાની નોંધ પણ જાણવા જેવી છે, જે આ પ્રમાણે છે : બસો છઠ્ઠ, એ આમ, ચાર ચોમાશી તપ, એક છ માસી તપ, અને મૌન એકાદશી તિથિનો તપ, આ રીતે વિશે કરીને તપતા, બાર અંગના ભણવનાર, શુદ્ધ દીક્ષાના પાલનારા થયા, ધન્ય છે આવા મુનિવરને કે જેમણે વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા લઈ આવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરી.
આવા ઉગ્ર તપસ્વી મુનિ એક સમયે મૌન એકાદશીનું આરાધન કરતાં મૌન રહ્યાં છે, તેમની પરીક્ષા કરવા માટે કોઈ મિથ્યાદષ્ટિ દેવ આવ્યો છે. અન્ય મુનિના બન્ને કાનમાં મહાન વેદના ઉત્પન્ન કરી છે. ધણુવણું ઉપચાર કરવા છતાં પણ વેદના શમી નહીં. ત્યારે તે દેવે વેદનાવાળા સાધુને કહ્યું કે તમારી વેદના સુવત મુનિના ઔષધથી શમી જશે, કયારે કે પોતાના સ્થાનથી બહાર આવીને ઉપચાર કરશે ત્યારે. વેદનાવાળા સાધુએ જ્યાં સુત્રત મુનિ હતા ત્યાં આવીને ઉપચાર માટે પ્રાર્થના કરી. મૌન એવા સુવત મુનિ રાત્રિમાં સ્વસ્થાનથી બહાર આવ્યા નહીં. ત્યારે વેદનાથી અત્યંત પીડાતા તે મુનિ સુવત મુનિના મસ્તકે માર મારવા લાગ્યા. તે સમયે સુવ્રત મુનિવરને અસહ્ય વેદના થવા લાગી. છતાં લેશમાત્ર ચલાયમાન થયા સિવાય વિશેષે કરી સધ્યાનમાં લીન થયા. અને ચિંતવવા લાગ્યા કે—હે જીવ! અત્યારે કર્મ ખપાવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે. આ વેશમાં અનંતા મુનિવરે કર્મ ખપાવી ખપાવીને મુક્તિને પામ્યા છે. તીર્થંકરોને પણ કર્મ રાજાએ છોડયા નથી તો પછી તારે તે ગભરાવાનું શેનું જ હેય. એમ ઉત્તમ ભાવના ભાવતા જાય છે, અને કર્મના થકને ઉડાવતા જાય છે. મુનિ લેશમાત્ર પણ ચલાયમાન થતા નથી, એમ વિલંગ જ્ઞાનથી જાણી મિયાદષ્ટિ દેવ વિવિધ પ્રકારના ઘોર ઉપસર્ગો કરવા માંડે. સુત્રત મુનિવર પણ ક્ષપક શ્રેણુએ ચઢયા હતા એટલે તેમણે ઘાતીયાં કર્મને ચકચૂર કર્યા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ભવ્ય જીવોને પ્રતિબોધી અવાતી કર્મને પણ ચૂરિ મુક્તિ મંદિરમાં બિરાજમાન થયા. ( આ રીતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના મુખારવિન્દથી સુવ્રત શ્રેષ્ઠીને વૃત્તાંત સાંભળી શ્રી કૃષ્ણ વાસુદેવ પણ મૌન એકાદશીના આરાધનમાં આદરવાળા થયા, ત્યારથી આ મૌન એકાદશીનો લોકમાં વિશેષ કરીને પ્રસિદ્ધિ થઈ. * ભવ્ય છે પણ મૌન એકાદશીને રૂડી રીતે આરાધ એ જ શુભ ભાવના !
For Private And Personal Use Only