Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધનાનું વિશેષ સાહિત્ય લેખકશ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા
જૈન સત્ય પ્રકાશ ના ૮મા વર્ષના અં. ૧૧, પૃ. ૩૪૮થી ૩૫૧માં મુનિરાજ શ્રી કનકવિજયજીને એક લેખ “અંતિમ આરાધનાના પ્રકારો (અને તેને અંગેનું આપણું કેટલુંક સાહિત્ય) પ્રકાશિત થયો છે તેમાં સૂચવેલ ૧૯ નામમાં કેટલાંક નામ-નિર્દેશ થયે જણાતો નથી, તેથી તે તરફ લક્ષ્મ ખેંચવું-અહિં ઉચિત લાગે છે.
સવેગરંગશાલા–આ નામની આરાધના, શ્વેતાંબર જૈન સાહિત્યમાં વિશિષ્ટ આરાધનાશાસ્ત્રરૂપ છે–એ તરફ બહુ થોડા વિદ્વાનનું ધ્યાન ખેંચાયું જણાય છે. ગૌતમસ્વામીએ નવદીક્ષિત રાજર્ષિ મહસેનને ઉદ્દેશી આરાધનાનું જ સ્વરૂપ સૂચવ્યું હતું, તેનું વિસ્તારથી વિવેચન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. દસ હજારગાથાપ્રમાણવાળા પ્રાકૃતભાષામય મહત્વના આ ગ્રંથમાં જ મૂલ દ્વારે અને અનેક પ્રતિદ્વારે દ્વારા ભગવતી આરાધનાના વિવિધ પ્રકારોને અમૂલ્ય ઉપદેશ સાથે સમજાવ્યા છે, સાથે એ વિષયનાં બોધક દષ્ટાંતે પણ પ્રસંગે પ્રસંગે દર્શાવવામાં આવ્યાં છે. સંવેગ-રંગની શાલારૂપ હોવાથી અથવા સંગ માટે રંગશાલા (નાટ્યભૂમિ-થિયેટર) રૂ૫ હેવાથી આ ભગવતી આરાધનાને સંગરંગશાલા નામથી આચાર્યું પ્રસિદ્ધ કરી જણાય છે.
આ ઉપદેશાત્મક મહત્વના ગ્રંથની રચના વિ. સં. ૧૧૨૫માં સુપ્રસિદ્ધ જિનચંદ્રક મુરિએ નવાંગીતિકાર અભયદેવસૂરિની અભ્યર્થનાથી કરી હતી-એમ એ ગ્રંથના ઉલ્લેખથી જણાય છે. પ્રસ્તુત જિનચંદ્રસૂરિ, ચૈત્યવાસિ–વિજેતા સુપ્રસિદ્ધ જિનેશ્વરસૂરિ અને મહિસાગરસૂરિના પટ્ટધર હતા, તથા નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના વડીલ ગુરબંધ હતા એમ તેની અંતિમ પ્રશસ્તિ-પરિચયથી સ્પષ્ટ સમજાય છે. - આ આરાધનાશાસ્ત્રની વિ. સં. ૧૨૦૭ માં વટપદ્રક (વડોદરા)માં લખેલી તાડપત્રીય પોથી જેસલમેર કિલ્લા (મારવાડ)ના બડાભંડાર” નામે ઓળખાતા જૈનગ્રંથ ભંડારમાં છે. જેસલમેર જૈનભંડાર–ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. ૨૧) માં પૃ. ૨૧ માં તથા ત્યાં અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથસ્પરિચય [પૃ. ૩૮-૩૯] માં અડે મૂળ અવતરણો સાથે આ ગ્રંથનો સંક્ષિપ્ત પરિચય સં. ૧૯૭૮માં કરાવ્યો હતો, તે સાથે તે ગ્રંથની પાછળના આચાર્યોએ કરેલી સંસ્મરણીય પ્રશંસા પણ ત્યાં ઉદ્ધત કરીને દર્શાવી હતી. વડોદરાના રાજકીય પ્રાચવિદ્યામંદિરમાં આ આરાધનાશાસ્ત્રની અર્વાચીન અશુદ્ધ એક હ. લિ. પ્રતિ છે. * જિનદત્તસૂરિપ્રાચીનપુસ્તકોદ્વારકંડ તરફથી સં. ૧૯૮૦માં આ ગ્રંથને ૨૨૦ પત્ર જેટલો પ્રથમ ભાગ ઝિં ૧૩] સંસ્કૃત છાયા સાથે છપાયા પછી બાકીને ભાગ બહાર ૫ હૈય–તેમ જાણવામાં નથી. આવા ગ્રંથને શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશમાં લાવવાની આવશ્યકતા છે. અન્યત્ર દેવભદ્રસૂરિના સંગરંગમાલા આરાધનાશાસ્ત્રનો પણ ઉલ્લેખ મળે છે. તથા પાટણ અને જેસલમેરના જૈનગ્રંથભંડારેમાં જાણવામાં આવેલ આરાધના, આરાધનાષ્ટક, આરાધનાકુલક, આરાધનાપતાકા, આરાધના પ્રકરણ અને આરાધનાસાર નામના સંક્ષિપ્ત પ્રથાનું પણ સૂચન અહે તેની ગ્રંથસૂચીઓમાં કર્યું છે, જેમાંના કેટલાંક જ પ્રકાશિત થયાં જણાય છે. આરાધનાપંચક, આરાધના સત્તરી, આરાધનાવિધિ કુલક (રવૃત્તિ) વગેરે નામના ઉલ્લેખે અન્યત્ર વાંચવામાં આવે છે. આવા આરાધનાવિષયક ની અગાને પણ સંગ્રહ કરી સમુચ્ચયરૂપમાં સારી આવૃત્તિ પ્રકાશિત કરવાની જરૂર
For Private And Personal Use Only