Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩] દર્શનની ગણના અને ઘટના
( ૭૯ કપિલ, વૈશેષિક કણદ ઔય અને જેમિનીય ભાદદન એમ છ દર્શને નિર્દેશ કર્યો છે. વિશેષમાં એમણે એ ઉમેર્યું છે કે કેટલાક વૈશેષિકને અને યાચિકને અભિન માને છે એટલે એ દૃષ્ટિએ વિચારતાં પાંચ આસ્તિકવાદી છે અને જો નાસ્તિક મત છે. બાઈસ્પાય, નાસ્તિક, ચાર્વાક અને લૌકાતિક એ સમાનાર્થક છે. * ઉપાધ્યાય શુભતિલકે ગાયત્રીનું સમસ્ત દર્શનેના મંતવ્ય મુજબ વિવરણ રચ્યું છે. એમાં આહત, નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય (કપિલ), વૈષ્ણવ, બૌદ્ધ અને જૈમિનીય (ભટ્ટ) એમ સાતનો ઉલ્લેખ જોવાય છે.
| વિક્રમની અરમી શતાબ્દીમાં વિદ્યમાન અને “લાભાનંદ' એ અપર નામવાળા આનંદઘનજીએ નમિનાથના સ્તવનની પહેલી પંક્તિમાં છ દર્શનને નિર્દેશ કર્યો છે અને એની પછીની પંકિતઓમાં છ દર્શન એ જિન-અંગ કેવી રીતે ગણી શકાય તે સૂચવ્યું છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે
“ષટ દરિસણ જિનમંગ ભણજે, ન્યાસ વડગ જે સાધે રે; નમિ જિનવરના ચરણુઉપાસક, ષટ્ટ દરિસણ આરાધેરે. વદ૧ જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. ષટ્ટ ૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દેય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે. ૧૦ ૩ લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જે કીજે રે;
તત્વવિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે. ષટ્ટ ૪” આમાં સાંખ્ય, યોગ, સૌગત, મીમાંસક અને લેકાયતિક એ પાંચ દર્શનનો નિર્દેશ છે, અને એમાંનાં પહેલાં બેને જિનેશ્વરનાં બે ચરણ તરીકે, બીજાં બેને એમના બે હાથ તરીકે અને છેલ્લા એમની કુક્ષિ તરીકે ઉલ્લેખ છે.
આ તે દર્શનની નિયત સંખ્યા દર્શાવનારા ઉલ્લેખો થયા. હવે દર્શનની ઝાંખી કરાવનાર ઉલ્લેખ વિચારીશું.
સામાન્ય રીતે વિકમની પાંચમી શતાબ્દીમાં થઈ ગયેલા મનાતા સુપ્રસિદ્ધ દિગંબરાચાર્ય સમતભદ્રના સમકાલીન–બબે પૂર્વકાલીન જણાતા સિદ્ધસેન દિવાકરની કેટલીક દ્વાર્વિશિકાઓમાં-બત્રીસીમાં અમુક અમુક દર્શનેનાં મંતવ્ય જણાય છે. જેમકે નવમી વેદવાદ નામની બત્રીસીમાં ઉપનિષદ્દનું બ્રહ્મતત્વ આલેખાયું છે અને તેમ કરતી વેળા વેતાશ્વતર ઉપનિષદ્દને આધાર લેવાયો હોય એમ જણાય છે. વળી એમાં બ્રહ્મવર્ણનને લગતી વેદની ઋચાઓ પણ સંકળાયેલી જોવાય છે.
બારમી, તેરમી અને ચૌદમી બત્રીસીમાં ન્યાય, સાંખ્ય અને વૈશેષિક દર્શનેનું અનુક્રમે નિરૂપણ છે. પંદરમી બત્રીસીમાં બૌદ્ધ દર્શનની શુન્યવાદ વગેરે શાખાઓનું વર્ણન છે. સોળમી બત્રીસીને વિષય નિયતિવાદ હેય એમ જણાય છે. સત્તરમીથી વીસમી સુધીની ચાર બત્રીસીઓમાં જૈનદર્શનનું સ્વરૂપ આલેખાયેલું છે. દસમી બત્રીસીમાં યોગની વિવિધ પ્રક્રિયાનું દર્શન થાય છે. જ એક માન્યતા પ્રમાણે વિકમની પહેલી શતાબ્દીમાં થઈ ગયેલા અને બીજી માન્યતા પ્રમાણે એની ત્રીજી-ચેથી શતાબ્દીમાં થઈ ગયેલા વાચકવર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થી
For Private And Personal Use Only