Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શનની ગણના અને ઘટના લેખક-શ્રીયત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ‘દર્શન’ એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) અવલોકન યાને જોવાની ક્રિયા, (૨) ભક્તિભાવથી જોવાની ક્રિયા, (૩) દેખાવ, (૪) નેત્ર, (૫) દર્પણ, (૬) શાસ્ત્ર, (૭) શ્રદ્ધા અને (૮) સામાન્ય જ્ઞાન–એમ આઠ અર્થે પ્રચલિત છે. આ પૈકી છેલ્લા બે અર્થ જૈન મંતવ્ય સાથે સંબંધ ધરાવે છે. બાકીના છ અર્થ જૈનોને તેમજ અજૈનોને પણ સંમત છે. એ પૈકી “શાસ્ત્ર’ એ અર્થ અહીં પ્રસ્તુત છે. એને માટે અંગ્રેજીમાં system of philosophy ( સિસ્ટમ ઑફ ફિલોસોફી) એવો પ્રયોગ કરાય છે. એનો અર્થ “દાર્શનિક પહતિ’ એમ કરાય છે. આવી દાર્શનિક પદ્ધતિની વિવિધ રીતે ગણના થઈ શકે, કેમકે એ હકીક્ત એ ગણના કરનારના દૃષ્ટિકોણ ઉપર આધાર રાખે છે, તેમ છતાં આજે દોઢેક હજાર વર્ષ થયાં તો દર્શને છ ગણાવતાં જોવાય છે. Lઠાણ નામના ત્રીજા અંગમાં “દંસણ (સં. દર્શન) શબ્દ વપરાયેલો છે. એનો અર્થ શાઅવિશેષ” એટલે કે “એક જાતનું શાસ્ત્ર એમ છે. પંચાસગમાં પણ આ અર્થમાં દંસણ શબ્દ નજરે પડે છે, અને એના રચનાર યાકિની મહત્તરાના ધર્મનું તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રસૂરિ છે. એમને જીવનકાળ લગભગ વિ. સં. ૭૫૭ થી વિ. સં. ૮૨૭ને છે એમ ઘણાખરા વિદ્વાને માને છે. આનંદસાગરસૂરિજી આથી વિરુદ્ધ મત ધરાવે છે. એઓ તે એમનું સ્વર્ગગમન વિ. સં. ૧૮૫ માં થયેલું માને છે. આ સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિએ સમુરચય રચેલ છે. એના નિમ્નલિખિત પઘમાં એમણે (૧) બૌદ્ધ, (૨) નૈવામિક, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) વૈશેષિક અને (૬) મિનીય એમ છ દર્શને ગણાવ્યાં છેઃ "बौद्ध नैयायिक साक्ष्य जैम वैशेषिक तथा । વૈશિનીય માનિ નાનામો ૧ આ અર્થ બહદારણ્યક ઉપનિષદ્દ (૨-૪-૫)માં નીચેની પંક્તિમાં જે “દશન’ શબ્દ જેવાય છે તેને આભારી હશે એમ મેશ મિટે “Synthetic Gradation in Indian Thought” નામના લેખમાં સૂચવ્યું છે: aહ્મા શારે ઈશ્વ:..માત્માનો સાકરે નેન...વિજ્ઞાનેને સર્વ વિવિતમ્” આ લેખ Allahadad University studies (vol. I)માં ઈ. સ. ૧૯૨૫માં છપાયો છે. ૨ માગ્નહલાને ઘેર દ્વારા રચાયેલ અભિધાનપદીપિકા (૫. ૨૬)માં આ “દર્શનના અર્થમાં તલ્સન, દિધિ, લબ્દિ, સિદ્ધત અને સમય એમ પાંચ શબ્દો વપરાયેલા છે. એ પૈકી દષ્ટિ, સિદ્ધાન્ત અને સમય એ ત્રણ સંસ્કૃત રૂપાન્તરે જાણીતાં છે. જૈન શાસ્ત્રમાં પણ “સમય” શબ્દ વપરાયેલ છે, અને જેન આચાર્યે સ્વસમય અને પરસમયના જ્ઞાતા હોય એમ પ્રતિપાદન કરાયેલું છે. ૩ આના ઉપર કપાય” ગ૭ના સંઘતિલકસૂરિના શિષ્ય વિદ્યાતિલકે ઉફે સંમતિલકસૂરિએ વિ. સં. ૧૭૯૨માં ટીકા રચી છે અને તે હજી સુધી અપ્રસિદ્ધ દશામાં જ હોય એમ જણાય છે. આ ઉપરાંત બીજી ત્રણેક ટીકાઓ છે. તેમાં ૪૨૫૨ શ્લોક જેવડી અને તક રહસ્યદીપિકાના નામથી જાણીતી ટીકા સામસનરસૂરિના ગુરુભાઈ અને વિ. સં. ૧૪૬૬માં ઝિયારત્નસમુરચય રચનારા નસૂરિની કૃતિ છે અને તે બે સ્થળેથી પ્રસિદ્ધ થયેલી છે. આ ટીકા કરતાં નાની ટીકા મણિભદરિએ રચેલી છે અને તે કાશીથી ચૌખંબા ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલી છે. જેના ચન્હાવલીમાં જે ૧૨૫૨ શ્લોકપ્રમાણુક ટીકાને ઉલ્લેખ છે કે શું આ જ છે? કર્તાને નામ વિનાની એક બીજી છ પત્રની ટીકાને પણ આ જૈન થાવલીમાં ઉલ્લેખ છે, એ અપ્રસિદ્ધ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36