Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+
---
-
--
દશાની ગણના અને ઘટના
[૩] છે; પણ જ્યારે એ દર્શન બીજાં દર્શને અનુચિત અનાદર કરવામાં પ્રવૃત્ત થાય ત્યારે એ દર્શન દશનાભાસ બને છે અને એને અનુયાયી “ધર્માધ” ગણાય છે.
દુઃખને આત્યંતિક વિનાશ અને સાચા સુખની શાશ્વત પ્રાપ્તિ એ દરેક જણને ઇષ્ટ છે. એ મેળવવામાં દર્શને સાધનરૂપ છે. એ દર્શને તે જાણે એક જ પર્વતમાંથી નીકળતી નદીમાં ખાડા, ટેકરા, ખીણ વગેરેમાં થઈને વહેતાં જાતજાતનાં ઝરણું છે, જે આગળ ઉપર એકત્રિત થઈ એક જ મહાસાગરમાં મળે છે. આ ઝરણુનાં નામ ઘાટ અને માપ ભિન્ન ભિન્ન હોય એ સ્વાભાવિક છે. બીજી રીતે વિચારીએ તે પર્વતના ઉચ્ચતમ શિખરે પહોંચવા માટે જુદા જુદા માર્ગો ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસો પસંદ કરે, એ પ્રમાણે મોક્ષે જવા માટે જે ભિન્ન ભિન્ન માર્ગોનો આશ્રય લેવાય તે દર્શને છે.
આ ઉપરથી જણાશે કે દરેક માર્ગની-દરેક દર્શનની સાર્થકતા છે, જે કે એ સાર્થકતાની માત્રામાં ભિન્નતા છે. - ઉમેશમિશ ચાવાકની દૃષ્ટિએ સૌથી ધૂળ ગણે છે. એના કરતાં ન્યાય-વૈશેષિકની દષ્ટિ એમના મતે સૂક્ષ્મ છે. વળી એના કરતાં સાંખ્યની દૃષ્ટિ વિશેષ સૂક્ષ્મ છે અને વેદાન્તની દષ્ટિ તે એથી પણ સૂમ છે. વિશેષમાં એઓ વૈભાષિક, સૌત્રાતિક, યોગાચાર અને માધ્યમિક એ બૌદ્ધોની ચાર શાખાઓને ઉત્તરોત્તર ચડિયાતી માને છે. એ ચારના સ્વરૂપનું નિરૂપણ કરતાં તેઓ કહે છે કે પહેલી શાખા બાહ્ય જગતનું પરલક્ષી અસ્તિત્વ સ્વીકારે છે, અને એ અસ્તિત્વ પ્રત્યક્ષ અને કેટલીકવાર અનુમાનને પણ વિષય છે. બીજી શાખા પણ આ અસ્તિત્વ તે સ્વીકારે છે, પણ તેને ઈન્દ્રિયગ્રાહ્ય ન માનતાં અનુમાનને વિષય ગણે છે. ત્રીજી શાખા બાહ્ય જગતનું પરલક્ષી અસ્તિત્વ સ્વીકારતી નથી. એ વિજ્ઞાનનું અવલંબન લે છે, અને અવિદ્યાને એક વિચારથી બીજા વિચારના ભેદના કારણરૂપે કલ્પ છે. ચોથી શાખામાં તે આ વિજ્ઞાનને તેમજ આ વિચારને પણ સ્થાન નથી એ કે કેવળ શૂન્યતા છે.
જગતના કારણને પણ જે વિવિધ દર્શાએ વિચાર કર્યો છે જેમાંના રક્ષક, ન્યાયવશેષિક, સાંખ્ય અને વેદાન્ત એ દર્શનેને એઓ અનુક્રમે એકએકથી ચડિયાતાં
એમણે વૈદિક અને અવૈદિક દર્શનેને સમન્વય સાધ્યો નથી કે જે કાર્ય આનંદઘનજીએ, ૭૯મા પૂજમાં નોધેલા સ્તવનમાં કર્યું છે.
આ વિષયને વિશેષ ન લંબાવતાં હું એના ઉપસંહાર તરીકે એટલું જ કહીશ કે વિવિધ નયાભાસનાં ઉદાહરણ રજૂ કરતી વેળા અન્યાન્ય દર્શને ઉલ્લેખ જૈન ગ્રંથમાં કરાયેલે જેવાય છે. જેમકે ન્યાય અને વૈશેષિક દર્શને એ નૈગમાભાસનાં અને સાંખ્ય અને વેદાન્ત એ સંગ્રહાભાસનાં ઉદાહરણ છે. એવી રીતે ચાર્વાક એ વ્યવહારાભાસનું, સૌત્રાતિક બૌદ્ધ દર્શન એ જુસૂત્રાભાસનું, વૈભાષિક શબ્દાભાસનું, યોગાચાર સમભિ
ભાસનું અને માધ્યમિક એવંભૂતાભાસનું ઉદાહરણ છે. આ હકીક્તને તેમજ નૈગમ વગેરે સાત નો ઉત્તરોત્તર વિશુદ્ધ છે એ બાબતને લક્ષમાં લેતાં વિવિધ દર્શનોની તરતમતા વિષેની જૈન દૃષ્ટિ સમજી શકાય છે.
For Private And Personal Use Only