Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ આની પહેલાના પઘમાં એમણે કહ્યું છે કે મૂળ ભેદની અપેક્ષાએ દર્શન જ છે. અને એ દેવના અને તત્વના ભેદ અનુસાર બુદ્ધિશાળીઓએ જાણવાં. - સિદ્ધર્ષિએ વિક્રમ સંવત ૯૬૨ માં રચેલી ઉપમિતિભવપ્રપંચ કથા (પ્રસ્તાવ * પત્ર ૪૩૨) માં છ નગરની ઉપમા દ્વારા (૧) નૈયાયિક, (૨) વૈશેષિક, (૩) સાંખ્ય, (૪) બૌદ્ધ, (૫) મીમાંસક અને (૬) લેકાયતનો ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં દર્શન તરીકેની ગણના સૂચવતાં એમણે અહીં કહ્યું છે કે મીમાંસક સિવાયનાં પાંચ દર્શને છે, કેમકે આ મીમાંસક નગર અર્વાચીન છે અને એથી લેકે દર્શનની સંખ્યા ગણાવતાં એને નિર્દેશ કરતા નથી, અને વિશેષમાં છઠ્ઠા દર્શન તરીકે જેનને તેઓ લેકરૂઢિથી ઉલ્લેખ કરે છે, જો કે એ બીજાં દર્શન કરતાં ઘણી બાબતમાં ચડિયાતું છે.
આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે સિદ્ધર્ષિના મત મુજબ તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ, લેકાયત અને જૈન એમ છ દશને છે.
આ બધાંનું સંક્ષિપ્ત સ્વરૂપ ૪૩૩–૪૩૭ પત્રમાં અપાયેલું છે. વિશેષમાં ૪૩૬મા પત્રમાં વૈભાષિક, સૌત્રાન્તિક, યોગાચાર અને માધ્યમિક એ ચાર બૌદ્ધ શાખાઓનું ટૂંકમાં નિરૂપણ કરાયેલું છે.
વિ. સં. ૧૨૬૫ની આસપાસમાં થઈ ગએલા અને “વાયડ ગછના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય જિનદત્તસૂરિએ વિવેકવિલાસ રચ્યો છે, એના નિમ્નલિખિત પદ્યમાં એમણે હરિભદ્રરિ કરતાં જુદી રીતે છ દર્શને ગણાવ્યા છે
"जैन मैमांसकं बौद्ध सारूयं शैवं च नास्तिकम् ।
स्वस्वतर्कविभेदेन जानीया दर्शनानि षट् ॥” અર્થાત જેન, મીમાંસક (મિનીય), બૌદ્ધ, સાંખ્ય, શૈવ અને નાસ્તિક એમ છે દર્શને પોતપોતાના તર્કના ભદ વડે જાણવાં. .
વિ. સં.૧૪૦પમાં પ્રબંધકોશ યાને ચતુર્વિશતિબન્ધ રચનારાથી અભિન મનાતા માલધારી રાજશેખરસૂરિએ પર્શનસમુચ્ચયમાં નીચે મુજબના પદ્ય દ્વારા જૈન, સાંખ્ય જૈમિનીય, યૌગ ( શૈવ), વૈશેષિક અને સૌમત (બૌદ્ધ) એમ છ દર્શને ગણાવ્યાં છે
"जैनं साख्यं जैमिनीयं योग वैशेषिक तथा । सौगत दर्शनान्येव नास्तिकं तु न दर्शनम् ॥"
નાસ્તિક દર્શન એ દર્શન નથી એમ જે આ પદ્યના ચોથા ચરણમાં કહ્યું છે તે શું ઉપયંત વિવેકવિલાસગત ઉલેખના ખંડનરૂપે છે કે પહેલેકને જે માને તે આસ્તિક ને આસ્તિકેની જ દૃષ્ટિ તે “દર્શન’ એમ કહેવું યુક્તિસંગત છે એમ માનીને તેમણે આમ કર્યું છે?
અંચલ' ગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને વિ. સં. ૧૪૪૪ માં કત~ વ્યાકરણ ઉપર સંસ્કૃતમાં બાલાવબોધ રચનારા મેરૂતુંગસૂરિએ ષડ્રદર્શનનિર્ણય નામનો ગ્રંથ બનાવ્યો છે. એમાં બૌદ્ધ, મીમાંસક, સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક અને જૈન એ છ દર્શને વિષે ઊહાપોહ છે. આ ગ્રંથ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયેલ હોય એમ જાણવામાં નથી. જે એમ હોય તે એ સેર પ્રકાશિત કરવા જેનોની સુપ્રસિદ્ધ સંસ્થાઓને હું વિનવું છું.
વિ. સં. ૧૭૭૨ માં ‘સૂરિ' પદવી પામેલા ભાવપ્રભસૂરિએ જૈનધર્મવરસ્તોત્ર (. ૩૦) ની પજ્ઞ વ્યાખ્યામાં છે દશ”નેને ઉલ્લેખ કર્યો છે. ત્યાં એમણે જૈન ચાઠાઈ આહંત, બૌદ્ધ ભૂલ્યવાદી સૌગત, શૈવશાસન નૈયાયિક અક્ષપાદ યૌગ, સાંખ્ય
For Private And Personal Use Only