Book Title: Jain_Satyaprakash 1942 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨. ભટેવા પાશ્વનાથની ઉત્પત્તિનું સ્તવન [13] તે માટે નવું નાનું ભરિ રીતે 'પ' કરવામાં આવી છે, ત્યારે બહાર ગામથી ઘણું જેનો ચાણમાના “ભટેવાનાં દર્શન કરવા માટે આવે છે. “ભેટવા પાર્શ્વનાથ” એનું નામ પાડવાનો ખુલાસો મુનિ બાવરત્નના કાવ્યમાંથી મળી રહે છે, કેમકે ઈડર પાસેના ભાટુઅર ગામમાંથી એ મૂર્તિ જડી હતી. પરંતુ ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનું વર્ષ ભાવરને સં. ૧૫૩૫.આપ્યું છે તેમાં શંકા કરવાનું કારણ મળે છે; મુનિ શ્રી જયંતવિજયજીએ જેનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથમાં વીશા શ્રીમાળી જ્ઞાતિ એક પ્રાચીન કુલની વંશાવળી છપાવી છે. એ વંશાવળી વહીવંચાને ચેપડા ઉપરથી લખાયેલી હોય એમ જણાય છે, અને તેથી ઐતિહાસિક દષ્ટિએ વધુ વિશ્વાસપાત્ર છે. એમાં ભિનમાલનિવાસી વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ તેડાના વંશની લગભગ ૫૦ પેઢીગાનો અને ૩૩ પેટા શાખાઓને વૃતાંત આપેલા છે; અને તે સં. ૭૯થી શરૂ થઈ લગભગ સં. ૧૬ ૦૦ સુધીની એટલે આડસે વર્ષની છે. એમાં એક સ્થળે લખ્યું છે (શતાબ્દી પ્રખ્ય પૃ. ૨૦૭)-- पूर्वि वद्धिमान भाई जयता उचली चाहणसामि वास्तव्यः सासरामाही तव श्रीमद्देवा श्रीपार्श्वनाथचैत्वं कारापित गं. १३३५ वर्षे श्रीअंचलगन्छे श्रीअजितसिंहसूरीणामुपदेशने प्रतिष्टितम અર્થાત્ વર્ધમાનના ભાઈ જયતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પોતાના સાસરાના ગામ ચાણસ્મામાં વાસ કર્યો, ત્યાં તેણે શ્રી ભટેવા પાર્શ્વનાથનું મન્દિર બંધાવ્યું અને અંચલગીય અજિતસિંહરિના ઉપદેશથી સં. ૧૩૦પમાં તેની પ્રતિષ્ઠા કરાવી. મને પોતાને આ વંશાવળીમાં આપેલી સાલ વધારે વિશ્વાસપાત્ર લાગે છે, કારણ કે એનો આધાર વહીવંચાની નોંધ છે. વળી અંચલગીય અજિતસિંહરિના આચાર્યપદનું વર્ષ સં. ૧૩ ૧૪ અને સ્વર્ગવાસનું વર્ષ સં. ૧૩૫૯ છે, એટલે પણ વંશાવળીમાં આપેલી સાલ સાથે તે સુસંગત છે. વળી વંશાવળીમાંની નોંધમાંથી “ભટેવા એ નામ વિશે કંઈ ખુલાસે મળતો નથી, અને ભટેવા પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું, એમ મેઘમ લખ્યું છે, તે ઉપરથી હું અનુમાન કરું છું કે સં. ૧૯૩૫માં ભટેવા પાર્શ્વનાથના મૂળ ચિત્યનો જીર્ણોદ્ધાર થો હશે, જ્યારે ઈડર પાસેના ભાટુઅર ગામમાંથી પાર્શ્વનાથની-“ભટેવાની-મુર્તિ વધારે પ્રાચીન કાળમાં ચાણસ્મા લાવવામાં આવી હશે. ભાવરનું કાવ્ય એ પ્રાચીનતર પ્રસંગને ઉલ્લેખ કરતું જોઈએ. અલબત, એથી એમાં આપેલાં નામે ઐતિહાસિક છે, એમ માનવાનું સાહસ હું ન કરું. ભાવરને સં. ૧૫૩૫નું વર્ષ આપ્યું છે, તે સં. ૧૩૩૫ પછીના કાઈ જીર્ણોદ્ધારનું હોય અને વધારે વિશ્વસનીય ઐતિહાસિક વિગતોના અભાવે તેમણે એ વર્ષને આ રીતે પોતાની કૃતિમાં ગોઠવી દીધું હોય અથવા એમ જે ન માની તે “શરણ તવ’. (પ્રાચીન સ્તવન)ને સં. ૧૩૩પને સ્થાને કાં તો ‘ઇરણ ત’ની નકલ કરાર લહિયાની કવિની ભૂલથી સં. ૧૫૭પ થઈ ગયું હશે, એમ અનુમાન કરવું જ એ. ગમે તેમ, પણ એક પ્રાચીન તીર્થસ્થાન વિષે આ સ્તવનમાંથી ભલે થોડીક પણ ઉપયોગી માહિતી મળે છે. ટેવ પાર્શ્વનાથ વિષે કવિ એક જુદું જ સ્તવન લખવા પ્રેરાય છે, તે પણ એ તીર્થનું માહા સુચવે છે. જૈન ઇતિહાસ ઉપરાંત ચાણસ્માના સ્થાનિક ઇતિહાસ માટે પણ આ વસ્તુ જાણવા જેવી ગણાય. હવે કવિ વિષે -તવનના અંત ભાગમાં કરેલા ઉલેખ ઉપરથી જણાય છે ? For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36