Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
પંચપરમેષ્ઠિનમસ્કાર પ્રભાવ આજે છે કે નહિ?
[ ૨૩]
કમરહિત બન્યા છે; બીજાઓને કમરહિત બનવાનો માર્ગ બતાવી ગયા છે, એ માર્ગે ચાલનાર પૂર્વ દુઃખરહિત બન્યા છે. આજે પણ દુઃખરહિત બને છે; અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે; એ માર્ગની શ્રદ્ધાના અભાવે જ છવા ચારે ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે; દુખનાશ અને સુખપ્રાપ્તિને પારમાર્થિક ઉપાય અરિહંત જ રવયં જાણી શકે છે; બીજાઓ તેમના કહેવાથી જ જાણી શકે છે, અરિહંત ‘ક સર્વગ બન્યા સિવાય જેઓ રાખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેઓ શ્રધેય નથી, તેવા અપૂર્ણ ગાનીને બતાવેલા માર્ગે ચાલવામાં અય છે; સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલા માર્ગ માનવામાં જ થાય છે; જ્ઞાનીએ બતાવેલા માર્ગ કટપૂર્ણ હોય તો પણ આદરણીય છે; અlીની અગર અધુરા જ્ઞાનીઓએ બતાવેલા માર્ગ સુખાળો હોય તો પણ અનાદરણીય છે; રામત દુઃખને જેમાં સદાકાળને માટે અંત છે એવા મોસને મેળવવા માટે માર્ગ સુખાળા હોઈ શકે જ નહિ, અધિક કટથી બચવા માટે અલ્પ કષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ, સંસારનાં ક્ષણિક સુખ પણ કટ વિના મળી શકતાં નથી તો મોક્ષના અનંત સુખ વિના કષ્ટ અગર ખાતાં પીતાં મળી જાય એમ માનવું એ બાલિશતા છે” –એટલું જેઓ •ાણે , શ્રદ્ધા અને સંવેગ ભરપૂર વિચાર જેના અંતરમાં સ્થાન જમાવીને બેઠેલા છે તે આત્માઆ જ પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયાના યથાર્થ ફળના ઉપભોક્તા બની શકે છે.
અર્થાન મળ્યા પછી શ્રદ્ધા સંગની શી જરૂર ? એમ કહેનાર તત્વને સમજે જ નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા સંવેગ ઈત્યાદિ જ્યાંસુધી ન મળે ત્યાંસુધી તે ક્રિયા ભાવ ક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકારોએ “ભાવને જ સર્વત્ર ફળદાયી માન્યો છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે, ઉપયોગ વિનાની અર્થશાન સહિત અને શુદ્ધ ક્રિયાને પણ શાસ્ત્રકારોએ દ્રવ્ય ક્રિયા કહેલી છે. “અનુપયોગ દ્રવ્યમતિ વવનાનું ” “અનુપયોગ એ જ દ્રવ્ય છે,’ એમ શાસ્ત્રોનું ફરમાન છે. ઉપગવાળાની અશુદ્ધ અગર અર્થજ્ઞાનહીન ક્રિયા પણ ભાવક્રિયાનું કારણ બની શકે છે. એથી વિપરીત ઉપયોગની શુદ્ધ અને અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત્ કારણ બની શકતી નથી.
ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે. તેમ પ્રત્યેક સારી નરસી ક્રિયામાં છે. અનુપયોગે થયેલ અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય અપરાધ ગણાતો નથી તેમ વિના ઉપયોગ થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઈતર દર્શનકારાએ પણ કહ્યું છે કે –“નન ઉર્વ મનુષ્યમાં પણ મોતઃ ” “મનુષ્યનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જેમાં ભળતું નથી, એ ક્રિયા જેમ મોક્ષને હેતુ થતી નથી, તેમ બધ હેતુ પણ થતી નથી.
મનન્યપણે ક ઉપયોગશન્યપણે થતી પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયા પણ, તેનું સારું અને યથાર્થ ફળ કમ આપી શકે ? એ ક્રિયાની સાથે મનને મેળવવા માટે અર્થશાનની જેટલી જરૂર છે, તેથી કંઈ ગુણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચપરમેષ્ઠિનમક્રિયા પ્રત્યે ભકિત અને આદરવાળા પુણ્યવંત છે અત્યપ અર્થ જ્ઞાનને ધારણ કરવા છતાં તેનાથી જે ફાયદો આજે અગર કોઈ પણ કાળે ઉઠાવી શકે છે તે ફળ શ્રદ્ધા સંગ ભકિત અને આદરાદિથી શુન્ય મોટા તત્ત્વવેત્તા અને પંડિતાગ્રણી તરીકે લેખાતાઓ પણ મેળવી શકે તેમ નથી.
For Private And Personal Use Only