Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલા પ્રયાજક-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી ( ક્રમાંક ૮૪ થી ચાલુ ) ૮૭ પ્રશ્ન-ચૌદ વિદ્યાનાં નામ કયાં કયાં ? ઉત્તર-૧ શિક્ષા, ૨૫, ૩ વ્યાકરણ, કે છંદ, ૫ જ્યોતિશાસ્ત્ર, ૬ નિરૂકિત, છ ઋગ્વેદ, ૮ યુનુર્વેદ, ૯ સામવેદ, ૧૦ અથર્વવેદ, ૧૧ મીમાંસા, ૧૨ આનાક્ષિકી, ૧૩ ધર્મશાસ્ત્ર, ૧૪ પુરાણુ. શ્રી ઇંદ્રભૂતિ વગેરે બ્રાહ્મણોએ ચૌદે વિદ્યાના તણુકાર હતા, છતાં એ જ્ઞાન સમ્યકત્વ વિનાનુ હોવાથી સમ્યગ્ જ્ઞાન ન કહેવાય. શ્રી આ રક્ષિતસૂરિજી મહારાજ પણ ચૌદ વિદ્યાના પારગામી હતા. એમ પરિશિષ્ટ માં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જણાવ્યુ છે. ચૌદ વિદ્યાનાં નામ અભિધાનચિંતામણિમાં જણાવ્યાં છે. 19. ૮૮ પ્રશ્ન—ત પ્રથામાં ૧૮ વિદ્યાએ જણાવી છે. તે કઇ કઇ સમજવી ? ઉત્તર-ઉપરના ૮૭માં પ્રશ્નના ઉત્તરમાં ૧૪ વિદ્યા જણાવી છે તેમાં ચાર ઉપવેદનાં નામ આ પ્રમાણે નવાં ૧ આયુર્વેદ, ૨ ધનુર્વેદ, ૩ ગાંધ, ૪ અર્થશાસ્ત્ર આ બિના વિષ્ણુપુરાણાદિમાં વિસ્તારથી જણાવી છે. ૮૮. ૮૯. પ્રશ્ન—ચૌદ વિદ્યામાં પહેલી વિદ્યાનું નામ શિક્ષા જણાવ્યું છે,તે શિક્ષા એટલે શું ? ઉત્તર—જે ગ્રંથ અક્ષરાના આમ્નાય ( પરંપરા) ને જણાવે તે શિક્ષા કહેવાય. ૮૯ ૯૦ પ્રશ્ન—કલ્પ એટલે શું ? ઉત્તર—જે ગ્રંથ યજ્ઞાદિના વિધિને જણાવે તે કલ્પ કહેવાય. ૯૦ ૯૧ પ્રશ્ન-વ્યાકરણ એટલે શું ? 2 ઉત્તર—જે શબ્દોના સ્વરૂપને જણાવે તે વ્યાકરણ કહેવાય. આનું બીજું નામ શબ્દશાસ્ત્ર કહેવાય છે. ભાષાશુદ્ધિને માર્ટ અને સ ંસ્કૃત ગદ્ય પદ્ય ગ્રંથેાના રહસ્યને જાણવાને માટે વ્યાકરણશાસ્ત્રના અભ્યાસાદિ દ્વારા જરૂર પરિચય કરવો જોઇએ. ક્યાકરણના જ્ઞાનથી આવ્ત મહાવ્રતના રક્ષણને પણ લાભ મળે છે. શ્રી. અનુયોગ દ્વારમુલ સૂત્રમાં પણ તિત, સમાસાદિનું સ્વરૂપ બતાવ્યુ છે. તે રીતે પ્રશ્નવ્યાકરણ નામના દામા અંગમાં પણ કહ્યું છે કે, વ્યાકરણનું જ્ઞાન સયમની સાધનામાં અપૂર્વ મદદગાર છે. ૯૧ ૯૨ પ્રશ્ન-છંદ એટલે શું ? ઉત્તર—જે પ્રથ પદ્યરચનાનુ સ્વરૂપ જણાવે તે છ દોત્રંથ કહેવાય. હર ૯૩ પ્રશ્નન—જ્યાતિઃશાસ્ત્ર એટલે શું ? ઉત્તર-જે ગ્રંથ શ્રૃહાદિના સ્વરૂપાદિને જણાવે તે ન્યાતિઃશાસ્ત્ર કહેવાય. ૯૩ ૯૪. પ્રશ્ન—નિરુક્તિ એટલે શું ? ઉત્તર—જે ગ્રંથ વર્ણાગમાદિ સ્વરૂપે શબ્દનું વર્ણન કરે તે નિરૂક્તિ કહેવાય. આ રીતે વેદનાં શિક્ષાદિ ૬ અંગાની વ્યાખ્યા સંક્ષેપમાં જણાવી દીધી. ૯૪. પ. પ્રશ્ન—મીમાંસા એટલે શું ? ઉત્તર-મીમાંસાશાસ્ત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે નવા : ૧ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પૂર્વ મીમાંસા. કર્મકાંડની બિના જણાવી છે, તે ઉત્તર મીમાંસામાં બ્રહ્મસ્વરૂપનું વર્ણ ન કર્યુ. છે. ૯૫. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36