Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
શ્રી જૈન સત્ય પ્રકાર
વર્ષ ૮
ચહેરા ઉપર મરણી જંગ ખેલવાની અને એ રીતે ખપી જવાની અડગવૃત્તિ ઝબકી રહી હતી. બંછોવત બંધુઓ અને તેમને અંગરક્ષકા રાજાના સૈનિકો સામે બહાદુરીપૂર્વક ઝઝયા; પણ ત્રણ હારના વિશાળ સમુદાયમાં તેમનું પ્રમાણુ શી ગણનામાં લેખાય ! બાવતોને અંધારામાં રાખીને એકાએક આ જાતનો ઘેરો ઘાલવામાં આવ્યો હતો. અહીં સમેવડિયાના સમરાંગણ જેવું હતું જ નહીં. જ્યારે મુકિત મેળવવાની સર્વ આશા અદશ્ય થઈ ત્યારે સવાલ વંશના આ વીર નબીરાઓએ સહકુટુંબ ખપી જવાને નિર્ધાર કર્યો. તેઓએ ભયંકર છતાં પુરાતન કાળના જોહારીને માર્ગ લીધે. મકાનના એક ચોગાનમાં ચિતા ખડકવામાં આવી. પુરુષોએ પોતપોતાના પારીવર્ગ તેમજ બાળ બચ્ચાઓની છેલ્લી વિદાય લીધી ! સ્ત્રીઓ, બાળકો અને મરદોમાં જેઓ વૃદ્ધ , અશકત હતા એમાંના કેટલાકે તલવારથી પોતાની જીવાદોરી કાપી નાંખી, જ્યારે ઘણી બળતી આગમાં કુદી પડયાં : લેહીની સરિતા વહી રહી ! ભીરુતાની હાય એકાદના મુખમાંથી પણ ન સંભળાઈ ! જે કંઈ કિમતી અને પ્રાચીન કાળની સ્મૃતિરૂપ અસબાબ હતો તે એક કૂવામાં નાંખી દેવામાં આવ્યો ! (આજે પણ એ સ્થળની મુલાકાત લેનારને એ છે બતાવવામાં આવે છે.) બાકીના ફરનીચરને તેડી ડી નકામું બનાવી દેવામાં આવ્યું. આ રીતે સંસાર જન્ય બંધનોથી મુક્ત બની ઉભય બંધુઓએ ગૃહમંદિરમાં આવેલ શ્રી અરિહંત દેવની કેશરથી પૂજા કરી તેમજ સ્તુતિ કરી. છેલી વાર માટે પરસ્પર ભેટી લીધું. ત્યાર પછી પિતાના પિશાક પર કેસરના છાંટણું કરી, હાથમાં તલવાર લઈ ઉભય બહાર પડયા. હવેલીના દરવાજા ઉઘાડા મૂકી દીધા. તેઓ શૂરવીરતા પૂર્વક જીવનના અંત સુધી ઝુઝક્યા અને વીરચિત મૃત્યુને વર્યા. એક તરફ રાજવીએ પિતાના કેલને પાળવા સારુ બછાવત વંશને જડમૂળથી ઉખેડી નાંખવાનો નિશ્ચય કર્યો હતો અને એમ કરવામાં સુરસિંગે નહોતો જોયો ન્યાય કે અન્યાય! અથવા તો નહોતાં ગણ્યાં પોતે આપેલા વચનો !. સૈનિકોને એ વંશનું એકાદ બાળક પણ જીવતું રહેવા ન પામે એવી સખ્ત આજ્ઞા આપી હતી. બીજી બાજુ આ વીરબંધુઓએ પણ અમાની અમરતા પિછાની લઈ, એક હંસિલાનૃપના હાથમાં બછાવત વંશનું એકાદ બાળક પણ શરણાગત તરીકે જવા ન પામે તેવી તકેદારી રાખી હતી.
આમ છતાં કુદરતને એ વંશ લુપ્ત થાય એ મંજુર ન હોવાથી કંઈ ત્રીજું બન્યું. જ્યારે આ કરપીણ બનાવ બને ત્યારે એ વંશની એક સ્ત્રી પોતાના પિતાને ત્યાં કિસનગઢમાં સુવાવડે ગઈ હતી. એની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયે. આ રીતે બછાવત વંશ પિતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો અને જગત સન્મુખ અમર ગાથા ગાઈ રહ્યો.
આમ બછાવતોની ચડતી પડતીને છેલ્લે પડદો પડે. આ સંબંધમાં જે કંઈ અતિશયોક્તિ જેવું હોય તેને બાજુ પર મૂકી માત્ર મુદ્દાની વાતનો વિચાર કરીએ તો પણ એટલું તો સહજ પુરવાર થાય તેમ છે કે જેને અહિંસાના ઉપાસક હોવા છતાં માત્ર નમાલા જેવું જીવન ગાળતા નહોતા. જરૂર પડયે પિતાની ટેક માટે તેમજ રાષ્ટ્ર માટે પ્રાણ પણ પાથરી જાણતા હતા.
(ચાલુ)
For Private And Personal Use Only