Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા-પાલન
લેખકઃ-પૂજ્ય મુનિરાજ શ્રી સુશીલવિજયજી પૃથ્વીના ભૂષણરૂપ, વિરાટ દેશને વિષે દેવલોકની સ્પર્ધા કરતું અને પ્રાણીમાત્રને આનંદ પમાડતું એવું પિઢાલપુર નામનું નગર હતું. ત્યાં પરમપ્રતાપી મહાપરાક્રમી શ્રી શ્રીચૂળ નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સદાચારી હોવાથી પ્રજા પણ સદાચારી હતી. રાજાનો પ્રજા પર એટલો બધો દાબ હતો કે આખા રાજ્યમાં કાઈ પણ પ્રાણી જુગાર, ચોરી, પરસ્ત્રીગમન ઈત્યાદિ કોઈ પણ દુર્વ્યસનનું સેવન ન કરી શકરાજાને એ બાબતનો એટલે બધે અણગમો હતો કે તેને ખબર પડતાંની સ થે જ એ મનુષ્યને સખ્ત શિક્ષા કરતો અને વખત આવે તેને દેશનિકાલ પણ કરી દે. પિતાના કુટુંબ પરિવારની પણ પરવા કરે તે ન હતો. ખુદ રાજરાણુઓ પણ તેનાથી થરથર ધ્રુજતી, અને ખુબ જ મર્યાદામાં રહેતી. આની ગુપ્ત તપાસ કરવા ગુપ્તચરે રાજાની આજ્ઞાથી નગરમાં ચારેતરફ ધ્યાન રાખતા હતા.
આ રાજાને પુષચૂળ નામે પુત્ર અને પુષ્પચૂળ નામે પુત્રી હતી. યૌવન-અવસ્થાને પ્રાપ્ત થતાં રાજકુમારનાં યોગ્ય રાજકન્યા સાથે લગ્ન થયાં. અમુક સમય વીત્યા બાદ રાજકુમાર વંકચૂળ કર્મસંયોગે એવી ખરાબ સોબત ચડી ગયો કે એવો એક પણ દિવસ ખાલી ન જાય કે વંકચૂળ ખાનગીમાં જુગાર ન રમ્યો હોય. આ બાબતની ગુપ્તચરને પણ ખબર પડી, પણ રાજકુમાર એટલે કરે શું? રાજાને આ બાબતથી વાકેફ કરવાની પણ કેઇની હિમ્મત ચાલતી નહિ, રખેને નોકરીમાંથી બરતરફ થવું પડે! ધીરે ધીરે આ વાત નગરમાં પણ પ્રસરવા માંડી. નગરવાસીઓએ આ પ્રમાણે રાજકુમારની વાંકી ચાલને લીધે તેને પુષ્પચૂળને બદલે વંકચૂળ નામથી સંબોધવા લાગ્યા,
પણ એક વખત રાજકુમાર રાજાના ઝપાટામાં આવી ગયો. રાજકુમારની અયોગ્ય વર્તણુંક દેખીને રાજને ઘણું દુ:ખ થયું. રાજાએ પોતાના પુત્રની પરવા કર્યા વિના કે પુત્રના મોહમાં ફસાયા વિના, એકદમ નગર છોડીને ચાલ્યા જવાનો તેને હુકમ કરી દીધો. જ્ઞાનીઓ ફરમાવે છે કે-વૈરી, વડવાનલ, વ્યાધિ, વાદ, અને વ્યસન આ પાંચે વકાર જે વૃદ્ધિ પામે તો મહા અનર્થકર્તા થાય છે. વળી દુત (જુગાર) વ્યસન એ તો સર્વ આપત્તિનું ધામ છે, એટલું જ નહીં પણ તેના પ્રભાવથી સુબુદ્ધિ પણ દુબુદ્ધિ થઈ જાય છે અને કુલને કલંક લગાડે છે. એ વ્યસન અઢારે વ્યસનને ખેંચી લાવે છે. આ દુતથી જ નળ જેવા રાજવીને રાજ્ય છોડવું પડયું, રાણીનો વિયોગ થયો, અને સર્વ ઋદ્ધિસિદ્ધિ ચાલી ગઈ. ઇતથી મહાબલિષ્ઠ પાંચ પાંડવોને પણ સ્વદેશ છેડા પડે, જંગલમાં ભટકવું પડયું, અને મહાદુઃખ સહન કરવાં પડયાં. વંકચૂળની પણ દુતથી એ જ ગતિ થઈ. - વંકચૂળ પણ સ્વસ્ત્રી અને સ્વભગિની પુHચૂળાને સાથે લઈ દેશાન્તર રવાના થઈ ગયો. અને ચાલતો ચાલતે ભીલડીઓના નૃત્યથી અલંકૃત એવી એક પલિને વિષે પહોંઓ. કર્મસંયોગે પલિપતિ મૃત્યુ પામેલો હોવાથી પલ્લીવાળાઓએ તેને સત્કાર કરી
For Private And Personal Use Only