Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] પ્રતિજ્ઞા પાલન [૫૩] વેદનાને કંઈ પાર ન હતો. રાજાએ પણ એનો રોગ મટાડવાને આખા નગરમાં પટલ વગડાવ્યો કે જે આ વંકચૂળને જીવાડશે તેને રાજા યથેચ્છ દાન આપશે.” આ સાંભળી એક પુરાણ વેદો આવી ઔષધ બતાવ્યું કે “કાગડાના માંસનું ભક્ષણ કરે.” વંકચૂળને મુરમહારાજે આપેલી પ્રતિજ્ઞા સાંભરી આવી. તેણે કહ્યું: “વૈદ્યરાજ ! ભલે મારે પ્રાણ ચાલ્યો જાય, પણ મારાથી એ ભક્ષણ નહીં થઈ શકે.” વૈદ્ય તો આ સાંભળીને આભો જ બની ગયો. પછી વંકચૂળને સમજાવવા માટે રાજાએ ધર્મકર્મમાં જાણ એવા તેના મિત્ર શુદ્ધ ભાવક જિનદાસ શ્રેષ્ઠીને તેડવા માણસ મોકલ્યું. રાજાના માણસે ખબર આપી કે તરત જ જિનદાસ શ્રેષ્ઠી ત્યાં આવ્યા, અને પોતાના મિત્રને કહ્યું કે “હે મિત્ર શરીરે સુખ છે કે?” વંકચૂળે કહ્યું કે “હે ધર્મબંધે ! હે પ્રિયમિત્ર ! તું ભલે આવ્યો. મારું શરીર અસ્વસ્થ છે. કારણ કે આ શરીર રોગનું ઘર છે. આ કવિત છે તે કમને આધીન છે. હે મિત્ર ! આરાધના કરાવવી તે તારે આધીન છે. માટે તેને જેમ ઉચિત લાગે તેમ મને ધર્મપરાયણ બનાવ.” જિનદાસ પણ તેની પરીક્ષા કરવા ખાતર બેલ્યો કે–“તમારા આરોગ્ય અર્થે આ કાગના માંસનું ષધ ગ્રહણ કરે”. તે સાંભળતાંની સાથે જ સાહસિકમાં શ્રેષ્ઠ એ વંકચૂળ ક્રોધપૂર્વક બોલ્યો કે “શું બોલ્યા તમે ? ભલે આ દેહ પડી જત, છવિત કંઠે આવી રહે તો પણ શું? મારી પ્રતિજ્ઞાનું ખંડન કદાપિ કરીશ નહીં. ભલે સૂર્ય પશ્ચિમ ઉગે ! ભલે મેર ચલિત થાય! ભલે સમુદ્ર માઝા મૂકે ! ભલે આભ તૂટી પડે ! પણ મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં જ થાય. જીવ કાલે જતા હોય તે ભલે આજ જાય. તેની મને પરવા નથી. મારે પરભવ કેમ સુધરે એ જ હું તો ઝંખી રહ્યો છું.” આ પ્રમાણે મરણની અંતિમ દશામાં પણ પોતાના મિત્ર વંકચૂળને દહ જોઈ, જિનદાસ શ્રેષ્ઠીએ તેને ચાર શરણ અંગીકાર કરાવી મહામંગલકારી નમસ્કારાદિ મંત્રો સંભળાવ્યા. સર્વ જીવની સાથે ખમતખામણાં કરાવ્યાં. અને વંકચૂળનો પ્રાણ પંખી નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરતો આ દેહ છોડી પરલેકમાં સિધાવી ગયે. અને અંતિમ શુભ આરાધનાથી તે બારમા અચુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયો. ધન્ય હો એ વંકચૂળને કે જેણે પિતાની પ્રતિજ્ઞાઓનું નિડર રીતે પાલન કર્યું. કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બેડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આને જુદો. ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36