Book Title: Jain_Satyaprakash 1941 04 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનદૃષ્ટિએ ભૂગોળ-ખગોળ લેખક:-પંન્યાસજી મહારાજ શ્રી. ધર્મવિજયજી ગણી વ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરકરણનુગ અને ધર્મકથાનુગ એ ચારે અનુયોગે પૈકી જેન ખગોળ-ભૂગોળના વિષયને લગભગ ગણિતાનુયોગમાં સમાવેશ થાય છે. આ ખગોળ-ભૂગોળના વિષયને પ્રતિપાદન કરનારાં સૂત્ર, , પ્રકરણ પૂર્વાચાર્ય મહર્ષિઓએ સંખ્યાબંધ રચ્યાં છે. શ્રી. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-ભગવતીજી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, તિબ્બરંડક, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, બહસંગ્રહણી, લધુસંગ્રહણી, બૃહતક્ષેત્રસમાસ, લઘુક્ષેત્રસમાસ, મંડલપ્રકરણ, દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ, લેકનાલિકા પ્રકરણ લેકપ્રકાશ ઇત્યાદિ અનેક સૂત્ર, અને પ્રકરણે આ ભૂગોળ-ખગોળના વિષય પરત્વે આજે પણ ઉપલબ્ધ થાય છે. આ પ્રત્યેક ગ્રંથમાં પૂર્વાચાર્યભગવંતોએ શાશ્વતી ભૂગોળ-ખગોળનું ઘણું જ સુંદર અને સરલ પદ્ધતિથી ખ્યાન આપ્યું છે. વર્તમાનમાં પ્રાથમિક શાળાઓ, હાઈકુલે અને કોલેજોમાં ભૂગોળ-ખગોળના વિષયમાં જે પાશ્ચાત્ય પ્રણાલિકાથી શિક્ષણ અપાય છે તે પ્રણાલિકાથી, જેનશાસ્ત્રોમાં આ વિધ્યસંબંધી અપાયેલી પ્રણાલિકા ઘણીખરી બાબતમાં જુદી પડે છે. એટલું તે આપણે ચોકકસ માનીએ છીએ કે તે તે શાસનની અપેક્ષાએ જૈન શાસેના આદ્ય પ્રરૂપક તીર્થ કરે-સર્વજ્ઞ ભગવંતો છે, કાલેકના સૈકાલિક ભાવ પ્રત્યેક ક્ષણે જેવાની-- જાણવાની તે ભગવંતેમાં અનન્ત શકિત રહેલી છે, રાગ-દ્વેષને તો સર્વથા તેઓએ ક્ષય કરે છે, આવા હેતુઓથી એ અનન્તજ્ઞાનીઓએ પ્રરૂપેલાં શાસ્ત્રોમાં વિતપણાને લેશ પણ ન સંભવી શકે. ગણધરમહર્ષિઓએ તેમજ પઢપરંપરામાં થયેલા સુવિહિત ગીતા પૂજય મહર્ષિઓએ જે જે સૂત્રસંદર્ભો તેમજ પ્રકરણ ગ્રંથ રચ્યા તે પણ એ સર્વજ્ઞ ભગવંતની વાણુને અનુસરીને જ રચાયા છે, એમ સૂત્રોમાં તેમજ પ્રકરણ ગ્રંથમાં આવતા વિષયેના અવિસંવાદિપણુથી સિદ્ધ થાય છે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે સૂત્ર--પ્રકરણાદિ ગ્રમાં ખગોળ-ભૂગોળના વિધ્યને અંગે જે જે પ્રતિપાદન કરવામાં આવેલ છે તે નિઃશંક છે અને વસ્તુતઃ તે પદાર્થો તે પ્રમાણે જ છે. આમ છતાં આજે આ ભૂગોળ-ખગોળ વિષયના સંબંધમાં આપણને જે અનેક શંકાઓ થવાના પ્રસંગે ઉપસ્થિત થાય છે, તેમાં અમુક અમુક સંજોગોમાં થયેલ ક્ષેત્રપરાવર્તન તેમજ આપણી વિચારશકિતની ખામી એ જ કારણ છે. જેન મન્તવ્યો અને આજે શિક્ષણ શાળાઓમાં અપાતા પાશ્ચાત્ય મંતવ્યને અંગે દીર્ધ દૃષ્ટિથી યુકિત પ્રયુતિપૂર્વક જે આપણે વિચાર કરીશું તો ભલે કદાચ અમુક બાબતોને અંગે તેવા સચોટ ખુલાસાઓ ન મેળવી શકાય તે પણ અમુક બાબતોને અંગે પાશ્ચાત્ય મંતવ્યોમાં જરૂર આપણને અસત્યાંશ લાગ્યા સિવાય નહિ રહે. આ બાબતમાં આપણે ડું વિચારીએ. જેને પૃથ્વીને આકાર પેસે અથવા થાળી જે ગોળ * માને છે, જ્યારે પાશ્ચાત્ય પૃથ્વીને આકાર નારંગી જે ગોળ છે તેવું પ્રતિપાદન કરે છે. * જેબૂદીપની અપેક્ષાએ પૂર્વોક્ત આકાર સમજવો. લવણસમુદ્રાદિ બાકીના સમુદ્રોમાટે વલયાકાર સમજો, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54