Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ તીર્થ કલ્પ અન્તર્ગત શ્રી. વસ્તુપાલ તેજપાલ મંત્રીક૯૫ અનુવાદક-મુનિરાજ શ્રી. યશોભદ્રવિજયજી છો. વસ્તુપાલ અને તેજપાલ નામના બે મંત્રીશ્વર હતા, જે બને ભાઈ ( તરીકે) પ્રસિદ્ધ હતા, અને તેઓની કિતની સંખ્યા કહીએ છીએ. ૧. પૂર્વ ગુર્જર ભૂમિમાં શ્રેષ્ઠ: મંડલી (માંડલ) નામની મેટી નગરીમાં શ્રી. વસ્તુપાલતેજપાલ આદિ રહેતા હતા. એક વખત પાટણવાસી પિરવાડ જ્ઞાતીના ઠકકુર ચંડપના પુત્ર ઠકકુર ચંડપ્રસાદના પુત્ર, મંત્રી શ્રી. સોમના કુળમાં મુકુટ સમાન ઠકકુર શ્રી. આશરાજના પુ(જે) કુમાર દેવીની કુક્ષીરૂપ સરેવરમાં રાજહંસ સમાન હતા તે, શ્રી. વસ્તુપાલ-તેજપેલા શ્રી. શંત્રુજય ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરવા રવાના થયા. હડાળા ગામમાં જઈને ત્યાં તેઓએ) પિતાની મિલ્કતની ગણત્રી કરી, ત્યાં તે (મિલ્કત) ત્રણ લાખની થઈ. સૌરાષ્ટ્ર દેશની અવ્યવસ્થા જોઈને એક લાખ ભૂમિમાં દાટવાને માટે તેઓ) રાત્રિના વખતે મોટા પીપળાના વૃક્ષના મૂળમાં (ભૂમિ) ખોદવા લાગ્યા. દતાં ખોદતાં (ભૂમિમાંથી) કાઈ ને સનાથી ભરેલા ધાતુને જુને કળશ નીકળ્યો. શ્રી. વસ્તુપાલે તે (શરૂ) લઈને માનનીય એવી તેજપાલની પત્ની અનુપમા દેવીને પૂછયું કે આ કયાં મુકીશું. તેણીએ કહ્યું કે પર્વતના ચા શિખર ઉપર સ્થાપન કરે કે જેથી, પ્રાપ્ત થયેલ આ નિધિની જેમ (તે) અન્યને આધીન ન થાય. શ્રી. વસ્તુપાલે આ સાંભળી તે દ્રવ્ય શ્રી. શંત્રુજયગિરનાર આદિ તીર્થોમાં વાપર્યું. યાત્રા કરીને પાછા ફરતા તેઓ ધોળકા નગરમાં આવ્યા. આ અરસામાં કજના રાજાની પુત્રી મયણદેવી, જે પોતાના પિતા પાસેથી કાપડામાં ( ભેટ તરીકે ) ગુજરાતનું રાજય પામી હતી કે, રાજ્યનું સ્વામીપણું ભેળવીને મૃત્યુ પામી અને તે જ દેશની અધિષ્ઠાયક દેવી થઈ. તે એક વખત વિમમાં વિરધવળ રાજાને કહેવા લાગી ઃ (રાજ ! ) વસ્તુપાલ તેજપાલને રાજ્ય સંભાળવામાં અગ્રેસર કરીને તું સુખેથી રાજય ચલાવ, આમ કરવાથી તારા રાજ્યની વૃદ્ધિ થશે. એમ આદેશ કરીને અને પિતાની ઓળખાણ આપીને તે દેવી અદશ્ય થઈ. પ્રભાતે ઊઠીને રાજાએ તેઓને બોલાવ્યા અને સન્માન કરીને મેટાભાઈ(વસ્તુપાલ)ને ખંભાત અને ધોળકાનું રવાપીપણું આપ્યું. અને તેજપાલને આખું રાજ્ય ચલાવવાની મંત્રીમુદ્રિકા આપી. તે પછી તે બને ભાઈઓ ધર્મસ્થાન કરાવવા વડે કરીને પુન્ય ઉપાર્જન કરતા સમયને પસાર કરતા હતા, તે આ પ્રમાણે છે: સવા લાખ જિન બિબ ભરાંવ્યા. શ્રી શંત્રુજય તીર્થમાં અઢાર કોડ છનું લાખ દ્રવ્ય વાપર્યું. શ્રી. ગિરનાર તીર્થમાં બાર ક્રોડ એંશી લાખ અને શ્રી. આબુ ઉપર લુણીગ વસતીમાં બાર કોડ ન લાખ (દ્રવ્ય વાપર્યું). નવસે ચોરાશી પૌષધાલા કરાવી પાંચસો દાંતના સિંહાસનો (અને પાંચ પાંચ જાદરનાં (ધાતુ વિશેષ ) સમવસરણે ( કરાવ્યાં છે. સાતસો સિત્તર પ્રદાશાળા (કરવી). સાનસા દાનશાળા (કરવી). મઠના બધા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54