Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૩ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ પ-પ્રતિકમણ ગર્ભ હેતુની સજઝાય ૫૮-સંયમ શ્રેણિની સજઝાય ૫૪–પ્રતિમા સ્થાપનની ૫૯-સમકિતને ૬૭ બોધની ૫૫યતિધર્મબત્રીશીની ૬૦-હરિયાલીની પ-સ્થાપના કલ્પની ૧૧-હિતશિક્ષાની પ–સુગુરૂની આ બધી સજા મુદ્રિત થઈ ગઈ છે. આ પ્રમાણે –(1) પ્રાકૃત, સંસ્કૃત, હીંદી, ગુજરાતી ભાષાના જે જે ગ્રંથે પ્રાચીન ટીપ (૨)- જ્ઞાનભંડારોને અવલોકન (3) જુદા જુદા વિદ્વાને વાચકવર્થના ગ્રંથની કરેલી યાદી-(૪) મુદ્રિત ગ્રંથ અને (૫) જે ગ્રંથ હાલ મળી શકતા નથી, પણ છપાએલા કે લખાએલા પ્રાચીન ગ્રંથમાં તે અલભ્ય ગ્રંથને લીધેલા પાઠ અથવા કરેલા નામનિર્દેશઆ વગેરે ઉપરથી પરિશ્રમ પૂર્ણ વાંચનના પરિણામે તૈયાર કરેલી વાચકવર્યની ગ્રંથાવલી જગાવી. સંભવ છે કે આથી પણ વધુ ગ્રંથે જરૂર હોવા જોઈએ, છતાં ઓછા ગ્રંથે દેખાય છે. તેનું કારણ શું? આના જવાબમાં કેટલાએક એમ માને છે કે ઉપાધ્યાયજીના સમયમાં યતિઓનું બહુ જ જોર હતું. આ વખતે પન્યાસજી મહારાજ સત્યવિજયજી ગણિવગેરેની સાથે સામેલ થઈ ઉપાધ્યાયજી મહારાજે ક્રિયા-ઉદ્ધાર કર્યો, સાચા ગુરુ કેવા ગુણવંત હોય વગેરે બીના નિડરપણે ઉપદેશ દ્વારા અને ગ્રંથ દ્વારા જણાવવા લાગ્યા. આથી યતિઓએ દેશ ધારણ કરીને શ્રી. ઉપાધ્યાયજી મહારાજ ઉપર બહુ જ ભયંકર જુલ્મ ગુજાર્યા. છતાં તેઓ ડગ્યા નહીં, અને તેમનાં ઘણાં ગ્રંથને અગ્નિશરણ કર્યા. આથી તે ગ્રંથ અલ્ય પ્રમાણમાં હયાતી ધરાવે છે. - ટીકાકાર મહાપુરુષોમાં પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજે વધારે વખખ્ય છે. કારણ કે તેઓએ બનાવેલા ગ્રંથમાં શબ્દોની અને પદાર્થની સરલતા બહુ દેખાય છે. આથી તે ગ્રંથને અલ્પબેધવાળા જીવો પણ હોંશથી લાભ લઈ શકે છે. આવી સરલતા શ્રીવાચક વર્ષના પ્રાકૃતાદિ ભાષના ગ્રંથમાં જણાતી નથી, એમ ગ્રંથકાર પિત પણ છેવટે સમજી શક્યા છે. માટે જ ગુજરાતી હિંદી ભાષામાં પણ પૂજ્યશ્રીએ વિશાલ પ્રમાણમાં ગ્રંથ રચના કરી છે. એક જ ગ્રંથકાર જુદી જુદી ભાષામાં વિવિધ પ્રયત્ન કરે. એવાં દાંતો વાચકવર્યની પહેલાના સમયમાં મળવા મુશ્કેલ છે. પ્રશસ્ય સરલ ટીકાકાર શ્રી મલય ગિરિજી મહારાજ અને સંગ્રહકાર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ષની માફક પૂજ્ય શ્રી ઉપાધ્યાય) મહારાજ દરેક પદાર્થના ખરા સ્વરૂપને નિડરતા અને મધ્યસ્થતા જાળવીને કહેવામાં સંપૂર્ણ પ્રશંસા પામેલા છે. માટે જ જ્યાં તેમના ગ્રંથની સાક્ષી આપવામાં આવે. ત્યાં સર્વ કઈ કબૂલ જ કરે છે. બારમી સદીના મહાને તિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જેમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પિતાના પ્રખર પાંડિત્ય અને ઉદાત્ત ચારિત્રના બળે અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર હતા. તેમણે જ્ઞાન અને ચારિત્રની સુમેળ સાધીને પિતાનું કલ્યાણ સાધવા સામે સમસ્ત સંઘને કલ્યાણને માર્ગ દર્શાવ્યો, હતો. શ્રી ઉપાધ્યાયજી મહારાજની એ અમર કૃતિઓ આપણને એ જ પરમ કલ્યાણને માર્ગ દર્શાવે એ ભાવનાપૂર્વક આ લેખ અહીં સમાપ્ત કરું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54