________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
ભૂતામાં એક જ છે તે દરેક ભૂતમાં રહેલું છે. પાણીમાં ચન્દ્રનું પ્રતિબિમ્બ જેમ દેખાય છે તેમ એક જ આત્મા જુદે જુદે રૂપે ભૂતમાં દેખાય છે. આ સર્વ પ્રપંચ-માયાથી ઉત્પન્ન થયેલ છે માટે સર્વ મિથ્યા છે. વાસ્તવિક તત્ત્વ પરબ્રહ્મ એક જ છે.
સ્યાદ્વાદી–આત્મા અનેક છે ને પ્રપંચ પણ સત છે:–આકાશનું કુસુમ જેમ દેખાતું નથી તેમ પ્રપંચ પણ જે મિથ્યા હોય તે દેખાવો ન જોઈએ. અને પ્રપંચનો અનુભવ તે દરેકને થાય છે. કદાચિત પ્રપંચને ભ્રમ : નવામાં આવે તો પણ ભ્રમ થવામાં કારણ અને તે ભમે જે વસ્તુમાં થાય છે તે બને માનવાં જ જોઈશે. એટલે એક નહિ તે બીજી રીતે પણ પ્રપંચ જેવો પદાર્થ તે માનવું જ પડશે. તેથી તે જે પ્રત્યક્ષ જણાય 3. તે પ્રપંચને જ માની લે એ ઉત્તમ છે. પ્રપંચ સિદ્ધ થયે એટલે તેમાં કોઈ સુખી તે કોઈ દુઃખી, કોઈ વિશેષજ્ઞાની તે કોઈ અલ્પજ્ઞાની, કોઈ રાજ કે રંક જણાય છે. જે આત્મા એક જ હોય તે આ વિવિધ પ્રકારો થવામાં કારણ શું? માટે માનવું જોઈએ કે આમાં અનેક છે. સૌ સ્વ સ્વ કરણીને અનુસરે રસુખી દુઃખી થાય છે. માટે આત્મા એક નહિ પણ અનેક તેમ જ ફૂટસ્થ નિત્ય નહિ પણ વિવિધ પરિણામને પામનાર છે એમ માનવું એ જ વાસ્તવિક છે.
નિયાયિક-આત્મા વ્યાપક, મુકિતમાં જડ અને પરમાત્માને અધીન છે–
૧. આત્મા બે પ્રકાર છે. એક પરમાત્મા અને બીજો જીવાત્મા. જગત અને જીવાત્મા પર પરમાત્માની પૂર્ણ સત્તા છે. તે પરમાત્મા એક જ છે, તેને અધીન વિશ્વનું સર્વ તંત્ર ચાલે છે. કેઈને સુખી કે દુઃખી કરે એ સર્વ ઈશ્વરને હાથ છે. આ દુનિયાના સર્જક પણ ઈશ્વર છે. વિશેષ તો શું ? પણ ઈશ્વરની શક્તિ કે ઈછા સિવાય ઝાડનું એક પાંદડું પણ ફરકી શકતું નથી.
૨. જીવાત્મા અનેક છે. જેટલાં શરીર જણાય છે તે દરેકમાં એક એક જીવાત્મા રહેલ છે. સર્વ જીવાત્માઓ આ બ્રહ્માણમાં વ્યાપીને રહેલા છે, કારણ કે જગતમાં કોઈ પણ કાર્ય અદષ્ટ અથવા ભાગ્ય સિવાય બનતું નથી. જે કાર્ય જે જીવાત્મા માટે બને છે તે તે કાર્યમાં તે જીવાત્માનું ભાગ્ય કારણ છે. ભાગ્ય અથવા અદૃષ્ટ એ આત્માનો ગુણ છે. ગુણ ગુણી સિવાય રહી શકતા નથી એટલે શરીર બહાર જે આત્માને માટે જે કાંઈ કાર્ય થાય છે તે સ્થાને તે આત્માનું અદષ્ટ પણ રહેલ છે એટલે તે સ્થળે તે આત્મા પણ રહેલ છે એમ માનવું જાઈએ. એ પ્રમાણે સર્વ આત્માઓ વ્યાપક છે.
૩. સુખ-દુઃખનું મૂળ જ્ઞાન છે. જ્ઞાન શરીરધારીઓને જ થાય છે. એટલે સુખ દુઃખ પણ શરીર ધારીને જ થાય છે. આત્મા જયારે બંધનથી મુકત થાય છે ત્યારે દેહને ત્યાગ કરે છે. દેહનો ત્યાગ થયો એટલે આત્મામાં સુખ, દુઃખ, જ્ઞાન, દ્વેષ, ઈચ્છા, પ્રયત્ન, પુષ્ય, પાપ, સંસ્કાર એ ગુણે રહેતા નથી. એટલે મુકત આત્મા સંસારના સંગ રહિત નિષ્ક્રિય અને વિશેષ ગુણ વિનાનું હોય છે એમ માનવું જોઈએ.
સ્યાદ્વાદી-પરમાત્મા જગતથી અલિપ્ત છે ને જીવાત્મા શરીરમાવવ્યાપી અને સર્વદા સગુણ છે:
1. જગતને સર્જક અને સર્વ તંત્રને ચલાવનાર જે પરમાત્મા તમે માને છે તે
For Private And Personal Use Only