Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮૯] નિહનવવાદ [૩૯] દેહયુક્ત છે કે દેહમુક્ત ? રાગી છે કે વીતરાગી ? કૃપાળુ છે કે નિર્દય ? સ્વતંત્ર છે કે પરતંત્ર? સર્વજ્ઞ છે કે અલ્પજ્ઞ ? કહેશો ક-દેહી, રાગી, નિર્દય, પતંત્ર અને અલ્પજ્ઞ છે તે જીવાત્મા કરતાં તેમાં કંઇ પણ વિશેષતા ન રહી, માટે પરમાત્મા થવાને તે અગ્ય છે. અને કહેશે કે તે દેહમુક્ત, વીતરાગ, કૃપાળુ, સ્વતંત્ર અને સર્વજ્ઞ છે તે તેને જગતને સર્જન કરવાનું કે જગતના વ્યવહાર ચલાવવાનું કંઈ પણ પ્રયોજન નથી. પ્રયજન સિવાય મન્દ પણ પ્રવર્તતા નથી તે સર્વજ્ઞ સ્વતંત્ર પરમાત્મા તે કમ પ્રવર્તે છે આ માટે કલિકાલસર્વ શ્રી હેમચન્દ્રસૂરિજી વીતરાગસ્તવમાં ફરમાવે છે કે – अदेहस्य जगत्सगै प्रवृत्तिरपि नोचिता। न च प्रयोजनं किश्चित् स्वातन्त्र्यान्न पराज्ञया ॥२॥ क्रीडया चेत् प्रवतेत रागवान् स्यात् कुमारवत् कृपयाऽथ सृजेत्तर्हि सुख्येव सकलं सृजेत् ॥३ दुःखदौर्गत्यदुर्योनि-जन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य कृपालोः का कृपालुता ॥४ कर्मापेक्षः स चेत्तर्हि न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये किमनेन शिखण्डिना अथ स्वभावतो वृत्ति-रविता महेशितुः । परीक्षकाणां तद्यैष परीक्षाक्षेपडिण्डिभः અર્થ–દેહમુક્ત આત્માને જગત બનાવવામાં પ્રવૃત્તિ કરવી તે ઉચિત નથી. તેને કઇ પ્રયોજન નથી. તેને સ્વાતંત્ર્ય હોવાથી બીજાના હુકમથી તે ન પ્રવર્તે. (૨) ક્રીડાથી જે પ્રવૃત્તિ કરે તે તે કુમાર (બાળકોની જેમ રોગવાળો થાય. જે દયા વડે (જગતનું સર્જન કરે તે સર્વને સુખી જ બનાવે. (૩) દુઃખ, દારિક, ખરાબ જન્મ સ્થાન, જન્મ વગેરે સંકટથી ભરપૂર આકુળ વ્યાકુળ એવા લેકને બનાવતા એવા તે દયાળુ ઈશ્વરની દયા કઈ છે ? (૪) જે તે કર્મને પરત→ છે તે આપણી જેમ (સામાન્ય જીવની માફક) સ્વતંત્ર નથી. વળી આ સર્વ વિવિધતા કર્મથી થનારી છે, તે શિખંડી સમાન (નિ:સત્વ) આનાથી શું ? (૫) (ઈશ્વરને સ્વભાવ જ એ છે કે તે જગતને બનાવે છે એ પ્રમાણે) ઈશ્વરની સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ થાય છે ને તેમાં કોઈને તર્ક ચાલે નહિ એમ કહેવું એ તો “અમારી પરીક્ષા કરશો નહિ, અમારી પરીક્ષા કરશે નહિ” એ પ્રમાણે પરીક્ષાને પરીક્ષાની ના પાડવાને ઢોલ ટીપવા તુલ્ય છે. (૬) માટે તમે માને છે તેવા પ્રકારને પરમાત્મા માનવ તે ઉચિત નથી, પરંતુ જે જીવાત્માઓ સકલ કમંથી મુકત થયા બાદ પૂર્ણજ્ઞાની, અવ્યાબાધ સુખવાળા, રવસ્વરૂપમાં લીન થઈ પરમ પદ પામે છે તે જ સર્વ ઉપાસ્ય પરમાત્માઓ છે, એમ માનવું જોઈએ. તે પરમાત્માએ જગતની પ્રવૃત્તિથી પર હોય છે, કદી પણ તેમાં લેખાતા નથી. ફકત જીવાત્મ “ તે પરમાત્માનું ધ્યાન ધ તે દશાને પામે છે, જગતને સંપૂર્ણ આદર્શ ચરિત્રનું ઉદાહરણ પૂરું પાડવા સાથે કોઈ પણ આત્માના દુ:ખ કે પતનમાં નિમિત્તભૂત ન થવું એ જ વાસ્તવિક પરમાત્માપણું છે. ૨. શરીરની બહાર જીવાત્માને વ્યાપક માને એ યુક્ત નથી, કારણ કે જે વસ્તુને ગુગ માં દેખાતો હોય ત્યાં જ તે વસ્તુ રહેતી હોય છે, જે માટે કહ્યું છે કે -- For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54