Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ यत्रैव यो दृष्टगुणः स तत्र, कुम्भादिषनिष्प्रतिपक्षमेतत् । तथापि देहाहिरात्मतत्त्व-मतस्ववादोपहताः पठन्ति । જે પદાર્થને ગુણ જે સ્થળે દેખાય છે તે સ્થળે જ તે પદાર્થ હોય છે. જેમ બટ (તેના રૂપ આકૃતિ વગેરે જ્યાં દેખાય છે ત્યાં જ તે હોય છે.) આ વાત વિરોધ વગરની છે તે પણ મિથ્યા આગ્રહથી હણાયેલાઓ શરીરની બહાર આત્મા છે, એમ કહે છે. અર્થાત આત્માનું જ્ઞાન, ઈચ્છા, સુખ વગેરે ગુણે દેહમાં અનુભવાય છે, માટે આત્માને પણ દેહ પ્રમાણ જ-માનવો જોઈએ. દેહની બહાર આત્માને કોઈ પણ ગુણ જણાતું નથી તો ત્યાં આત્મા કેમ સંભવી શકે ? માટે આત્માને શરીરવ્યાપી જ માનવે જોઈએ. લેહચુંબક જેમ દૂર રહ્યા છતાં લેહને ખેંચે છે તેમ શરીર વ્યાપી આત્મામાં રહેલા અદષ્ટ દૂર પણ કાર્ય કરી શકે માટે કઈ પણ વિરોધ કે બાધ આવતું નથી. ૩. શરીરધારીઓને જ જ્ઞાન હોય છે તે વાત તમારા જ સિદ્ધાંતને બાધ કરનાર છે. ઈશ્વર દેહમુક્ત હોવા છતાં જ્ઞાનયુકત છે, માટે મુક્ત જીવાત્મા જ્ઞાન વગેરે ગુણથી રહિત છે એ માનવામાં પ્રબલ કેઈ પણ યુકિત નથી. વળી સુખદુઃખને અને જ્ઞાનને કંઈ પણ એ સંબંધ નથી કે એકબીજાના રહેવા ન રહેવામાં એક બીન રહી ન રહી શકે. જ્ઞાન જેમ આત્માને સ્વતંત્ર ગુણ છે તેમ સુખ પણ આત્માને સ્વતંત્ર જ ગુણ છે. કર્મથી અથવા સાંસારિક બંધનથી આમાં મુક્ત થાય એટલે બંધનોથી દબાતા આત્માના જ્ઞાન, સુખ, વીર્ય વગેરે ગુણે પૂર્ણ પણે ખીલી ઊઠે છે. માટે મુક્ત આત્માને નિર્ગુણી માનો એ કઈ રીતે સંગત થતું નથી. માટે અનન્ત, અવ્યાબાધ, અનન્ય સુખ, જ્ઞાન, વીર્યાદિ યુકત મુક્તિ માનવી યુકત છે. સાંખ્ય-આત્મા નિત્યનિર્ગુણી છે ને બંધ-માક્ષ પ્રકૃતિને થાય છે. અમારે મતે આત્માનું સ્વરૂપ નીચે પ્રમાણે છે— अमूर्त श्चेतना भोगी नित्यः सर्वगतोऽक्रियः । अकर्ता निगुणः सूक्ष्म आत्मा कापिलदर्शने ॥ કપિલ (સાંખ્ય દર્શનમાં આત્મા અમૂર્ત, ચેતન, ભકતા, સર્વવ્યાપી, ક્રિયા વગરને. અકતા, ગુણશન્ય અને સુક્ષ્મ છે. વ્યવહારના સર્વ તંત્રને ચલાવનાર પ્રકૃતિ છે તેનું વરૂપ આ છે “ત્તરકારતમાં rગ્યાથથા પતિઃ ' સત્ત્વગુણ, રજોગુણ અને તમે ગુણ એ ત્રણની જે સમાન અવસ્થા તેને પ્રકૃતિ કહેવામાં આવે છે. આ પ્રકૃતિ બંધાય છે. પુરુષ–આતમાં બંધાતો નથી. આત્મા અને પ્રકૃતિને પાંગળે આંધળા જેવો સંગ છે. પ્રકૃતિના બંધ મેક્ષ માટે કહેલ છે કે a fહા નિયત નર્તકી યથા નૃત્યાત ! पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥ સભાજનને પિતાને નાચ બતાવીને જેમ નટી ચાલી જાય છે, તેમ પ્રકૃતિ પણ ૧, જેમ આંધળો દેખી શકતો નથી અને પાંગળો ચાલી શકતા નથી, પણ આંધળો અને પાંગળા બન્ને ભેગા થાય તે આંધળે પાંગળાને ઉપાડી લે અને પાંગળો જેમ માર્ગ બતાવે તેમ આંધળે ચાલે ને ઇચ્છિત સ્થળે પહોંચવું વગેરે કાર્ય કરે છે, તેમ પુરુષ પાંગળે છે પણ ચેતન છે કે પ્રકૃતિ આંધળી છે પણ કન્ટ્રી છે એટલે તે બન્નેના વેગથી સર્વ વ્યવહાર ચાલે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54