Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir అంతిరి0808080800880009809333333) પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન છે લેખક– આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી છે అంంంంంంంంంంంంంంంంంంం (ગતાંકથી ચાલુ) વૈશેષિક દર્શનની માન્યતાઓ: હવે આપણે વૈશેષિક દર્શન ઉપર આવીએ. વૈશેષિક દર્શનવાળા દ્રવ્ય-- કર્મ-સામાન્ય-વિરહ-માયાતરમ્ અર્થાત ૧. દ્રવ્ય, ૨. ગુણ, ૩. કર્મ, ૪. સામાન્ય, ૫. વિશેષ અને ૬. સમવાય એ નામનાં છ તવ માને છે. તેમાં પ્રથમ દ્રવ્યના પૃથ્વી,જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન; એ નવ ભેદ માને છે. અહીં પૃથ્વી, અપ, તેજ અને વાયુને જુદાં જુદાં દ્રવ્ય માનવાં ઉચિત નથી. કેમકે તેના તે જ પરમાણુઓ પ્રયોગ અને સ્વભાવથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુરૂપે પરિણમે છે. પિતાનું પુલપણું છોડતા નથી, એટલે પરમાણુના પંજરૂપે, એક જ પુકદ્રવ્યમાં તે ચારે આવી જાય છે. અવસ્થાના ભેદ માત્રથી દ્રવ્યને ભેદ માનવો વ્યાજબી નથી, અને એમ કરવા જતાં દ્રવ્યોની સંખ્યામાં મેટી વૃદ્ધિ થઈ જશે. કાલ અને આકાશ એ બે વ્યાજબી દ્રવ્ય છે. દિશાઓ આકાશમાં જ આવી જાય. કેમકે જે આકાશમાં સૂર્ય ઉદય થાય છે તે આકાશ જ પૂર્વ દિશાના નામથી વ્યવહત થાય છે, અને જ્યાં સૂર્ય અસ્ત થાય છે તેને પશ્ચિમ દિશાના નામથી વ્યવહાર થાય છે, અને પૂર્વ તરફ મુખ કરી ઉભેલા આદમીના જમણા હાથ તરફની દક્ષિણ અને ડાબા હાથ તરફના આકાશને જ ઉત્તર દિશા કહેવામાં આવે છે, તેથી આકાશથી ભિન્ન તત્વરૂપે દિશા ટકી શકતી નથી. આત્મા શરીર માત્ર વ્યાપી દ્રવ્યરૂપે માનેલે જ છે. મન પુદ્ગલ હોવાથી પુલમાં આવી જાય છે, અને ભાવ મન જીવમાં આવી જશે. એમ નવ ભેદ ઉડી જતાં માત્ર જીવ, આકાશ, કાલ, અને પુલ એમ ચાર જ કાયમ રહી શકે છે, અને તે સર્વને પરિચય દઈ શકે છે. વળી વૈશેષિકે કહે છે કે “પૃથિવીત્વચોપાત્ પૃથ્વી” તે પણ માત્ર તેમની એક પ્રક્રિયા જ છે, કારણ કે પૃથિવીથી ન્યારું કઈ પૃથ્વીત્વ નથી, કે જેના યોગથી પૃથ્વી બની હેય. દુનિયામાં જેટલા પદાર્થો છે, તે તમામ સામાન્ય-વિશેષાત્મક નરસિંહાકાર ઉભય સ્વભાવરૂપ છે. જેમકે – न नर : सिंहरूपत्वान्न सिंहो नर-रूपत:। शब्दविज्ञानकार्याणां, भेदाज्जात्यन्तरं हि सः ॥ १ ॥ જ્યારે નરસિંહ સ્વરૂપ, કૃષ્ણજીએ ધારણ કર્યું હતું ત્યારે સિંહરૂપ હોવાથી તેમને નર પણ ન કહી શકાય, અને નરરૂપ હોવાથી સિંહ પણ ન કહેવાય, કિન્તુ શબ્દ, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46