________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ આ સિવાય સં. ૧૬૬૮ માં શ્રી જિનચંદ્રસૂરિ બ્ધિવર્ધન, સં. ૧૬૭૧ માં કલ્યાણસાગરસૂરિ, સં. ૧૭૪૭માં શ્રી લાલવિજય શિષ્ય સૌભાગ્યવિજય, સં. ૧૭૫૭માં ઉ૦ શ્રી મેઘવિજયગણ તથા સં. ૧૮૦૫માં ૫૦ શ્રી કુશલવિજયગણિ, શ્રી વિજયગણિ વગેરે આગે પધારેલ, જે દરેક મહર્ષિઓ શૌરિપુર અને મથુરાઇ ગયા હતા. તે અવસરે આગ્રાથી યમુના નદી પાર કરી ફીરોજાબાદ, ચાંદાવાડી, સુપડી થઈને યમુના પાર શૌરિપુરને રસ્તો હતા.9
યમુના તટ પરનું જિનાલય “યતિમંદિર” તરીકે પ્રસિદ્ધ છે. યતિ એ જૈન વેતાંબર સાધુઓની એક ક્રિયાશિથિલ શાખા છે, જેમાં એક મુખ્ય નેતા હોય છે તે શ્રીપુજ તથા ભટ્ટારક મનાય છે. વાલીયરમાં લોકાગચ્છના શ્રીપુજની પણ ગાદી છે. એના તરફથી બટેશ્વરના યતિમંદિરની વ્યવસ્થા થતી હતી. તેમાં ઋષભદાસજીના શિષ્ય ઘન્નામલજી યતિ વિખ્યાત પુરુષ છે, જેમણે સમાજના ઉપયોગ માટે મંદિરના કમ્પાઉન્ડની સામે જ બજારના ચોતરા વગેરે બંધાવ્યા છે. એ સ્થાને હાલ પણ યુતિ ધન્નામલજીના નામથી જાહેર છે. યતિમંદિરની વ્યવસ્થા અંત સુધી તેમના હાથમાં હતી. એમનું દેહાવસાન વિ. સં. ૧૯૧૫ લગભગમાં થએલ છે. ત્યાં સુધી યતિમંદિર, ઉપાશ્રય તથા તેની જગા “વેતાંબર માલકીનાં હતાં.
જૈનોને દરેક સંપ્રદાય ભગવાન નેમિનાથને ૨૨ મા તીર્થકર માને છે, છતાં તેને જન્મ સંબંધી મતભેદ છે. મેં ઉપર જે પ્રમાણે ટાંક્યાં છે તે જૈન શ્વેતાંબર સાહિત્યનાં છે, જ્યારે દિગંબર સાહિત્ય તેની વિરૂદ્ધ જાય છે.
૬. તેમની શિષ્ય પરંપરા આ પ્રમાણે છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ, ઉ૦ કનકવિજયગણિ, શાલવિજયગણિ, સિદ્ધિવિજયગણિ, કૃપાવિજયગણિ, ઉ૦ શ્રી વિજયગણિ, પં. મેરુવિજયગણિ, પં. ભાનુવિજયગણિ, પં. કુશલવિજયગણિ, પં તત્ત્વવિજયગણિ. (પટ્ટાવલી સમુચ્ચય)
- ૭, ચાંદાવાડી ફીરોજાબાદથી દક્ષિણે ૩ માઇલ પર યમુના કાંઠે છે જેનું બીજું નામ સાડીઆબાદ છે. અહીં જિનાલયનાં પુરાણ ખંડેરો છે. અહીં સ્ફટિકની મૂતિ હતી, જે હાલ ફીજાબાદમાં દિગંબર જિનાલયમાં પૂજાય છે. સુપડી ગામ પણ મોજુદ છે. સીકહાબાદ તથા ફીજાબાદના રસ્તાઓ અહીં મળે છે, જ્યાંથી નદી પાર કરાય છે. શ્વેતાંબર મંદિરે જવા માટે તથા બટેશ્વર જવા માટે ભિન્ન ભિન્ન રસ્તાઓ છે. બટેશ્વર થઈને તાંબર જૈનમંદિર જવું હોય તે વિશેષ રસ્તો કાપવો પડે છે.
૮. દિગંબર સંપ્રદાયમાં ક્રિયાશિથિલ સાધુઓ તે ભટ્ટારક મનાય છે. જે પૈકીની કતિ તથા ભૂષણ; આ બે શાખાઓના ભટ્ટારકે ગ્વાલીઅર તથા દિલ્હીમાં રહેતા હતા.
તાંબરમાં વિજયસાગર, રત્નલાલ, રામદાસ, મલ્લ એમ અનેક શાખાઓના યતિઓ દિલ્હી, લશ્કર, (ગ્વાલીયર) જયપુર, કિસનગઢ, આગ્રા, શાહજહાંનાબાદ, સામલી તથા સાંબર વગેરેમાં રહેતા હતા.
For Private And Personal Use Only