________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરિપુર તીર્થ ઉત્તરપુરાણ, નેમિનિર્વાણકાવ્ય, નેમિપુરાણ, ( હિંદી) સ્વયંભૂ સ્તોત્રને કેડે (મરાઠી) તથા દિ. તીર્થયાત્રાના ગ્રંથ વગેરે દિગંબર શાસ્ત્ર ભગવાન નેમિનાથ જન્મ સૌરાષ્ટ્રમાં દ્વારિકામાં થયાનું માને છે. અને એ પણ સ્પષ્ટ કરે છે કે દ્વારિકામાં દેવ નિમિત્તે-શૌરિપુર મહોલ્લામાં ભગવાનને જન્મ થયો હતો.
વેતાંબર સાહિત્ય ભગવાનની જન્મતિથિ શ્રાવણ શુદિ ૫ માને છે. દિગંબર શાસ્ત્રના અનુસાર ભનેમિનાથની જન્મતિથિ શ્રાવણ શુદિ ૬ છે. આ જ રીતે ઓવન તિથિની માન્યતા માટે પણ મતફેર છે.
એટલે કે શૌરિપુરને જનતીર્થ હવામાં તાંબર સાહિત્યનાં પ્રમાણે છે.
આ ઉપરાંત મોગલ સમ્રાષ્ટ્ર અકબર તથા તેના પછીના બાદશાહએ શ્રી હીરવિજય સૂરીશ્વરજી વગેરેને જૈન તીર્થોનાં ફરમાનપત્રો સમર્પેલ છે. હિંદમાં ભિન્ન ભિન્ન સ્થાનની સનદો પણ તેમના શિષ્યોને મળેલ છે. આગ્રા છલા વગેરેમાંના તીર્થો માટે પણ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને સ્વાધીન કરી રક્ષણ આપવાનાં પ્રમાણે છે.
આ સ્થિતિમાં શૌરિપુરમાં તાંબરનું કેટલું પ્રભુત્વ હશે તે સહેજે કલ્પી શકાય તેમ છે.
અહીં છેલ્લા વર્ષોમાં શ્વેતાંબર જૈને તથા યતિઓને ત્રાસ થવા લાગ્યો. પરિણામે યતિમંદિર યતિઓએ ભાઈચારાથી દિગંબર જૈનોની દેખરેખ નીચે રાખ્યું. પણ કાળની ગતિ કુટિલ છે, દિગંબરેએ તેની મૂર્તિઓને સ્થાને દિગંબર મૂર્તિઓ બેસારી દિગંબર મંદિર બનાવ્યું. મંદિરમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન હતા. (ગવર્નમેંટની યાદીમાં નકશામાં પણ તે જ નામ લખેલ છે.) તેને સ્થાને પણ થોડાં વર્ષો પહેલાં જ શ્રી અજિતનાથજી બેસારી દીધા છે અને ત્યાંની બે મૂર્તિઓને ક્યાં રાખી તેને પત્તે સુદ્ધાં નથી. માત્ર જન્મસ્થાનનું મંદિર સર્વતંત્રરૂપે શ્વેતાંબર જૈનોના તાબામાં છે. અહીં દિગંબરાની સત્તા પણ નથી, જેનાં દર્શન પૂજન જૈન-જૈનેતર જનતા અભેદભાવે કરે છે.
ભાષાતીર્થ આર્યાવર્તની પ્રાચીન ભાષા ૬ છે, જેમાં શૌરસેનીનું પણ નામ છે, જે પ્રાકૃતિને મળતી ભાષા છે. આ શૌરસેનની જન્મભૂમિ શૌરિપુરે પ્રાકૃત વાણીને પલટે આપી સ્વતંત્ર ભાષા બનાવી હતી. આ શૌરસેની ભાષા આજની વ્રજ ભાષાની માતા મનાય છે. સુરસેન દેશ એ પણ શૌરિપુરની ચારે બાજુને પ્રદેશ છે.
૯. ઉત્તર હિંદમાં જૈન તીર્થોના ફરમાન વગેરે થતાંબર આચાર્યોને મલ્યાનાં અનેક પ્રમાણે ઉપલબ્ધ છે. આ રીતે મૈસુર વગેરે દક્ષિણ વિભાગમાં દિગંબર આચાર્યોને મલ્યા હેય “ એમ માની શકાય છે. આ બંને દિશાનાં પ્રમાણપત્રો ત્યાં ત્યાં તે તે સંપ્રદાયના પ્રભુત્વની સાક્ષી આપે છે.
For Private And Personal Use Only