Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ ફાગણ અપમાન જોઈ ન શકાયું. તે ગોશાળાની પાસે ગયા અને કહેવા લાગ્યાઃ “ગોશાળક, ધર્મનું એક વચન સંભળાવનારને પણ ઉપકાર ભૂલાય નહીં. જ્યારે તું વિચાર તે કર, ભગવાન મહાવીરે તો તને દીક્ષા આપી તારે શિષ્યરૂપે સ્વીકાર કર્યો: તને શિક્ષિત કર્યો, બહુશ્રત કર્યો, છતાં તું ભગવાનની સાથે અનાર્યપણાનું આચરણ કરે છે ? બસ, ગોશાળે સર્વાનુભૂતિ અનગાર ઉપર ખૂબ ગુસ્સે થયો, અને પોતાની શક્તિથી તેને બાળીને ભસ્મ કર્યો. આવી જ રીતે સુનક્ષત્ર નામક અનગારને પણ બાળીને ભસ્મ કર્યો. પુનઃ તે મહાવીર સ્વામી પાસે જઈને આક્રોશ કરવા લાગ્યો. ભગવાને તેને પૂર્વકૃત ઉપકારો યાદ કરાવ્યા, પરંતુ એથી તો એ વધારે વીફર્યો અને પિતાના શરીરમાંથી તેજલેશ્યા કાઢી; પરંતુ તે તેજલેયા ભગવાનને બાળવાને માટે સમર્થ ન થઈ. આમતેમ ચક્કર ખાઈને ખુદ ગોશાળાના શરીરને બાળતી તેના જ શરીરમાં પુનઃ પેસી ગઈગોશાળો શરમિંદો થઈ ગયો. છતાં તે કહે છે“હે આયુષ્યમન, મારી તેલેસ્યાથી પરાભવ પામીને છ મહીનાની અંદર દાહની પીડાથી તું છદ્મસ્થ અવસ્થામાં જ મરીશ.” ભગવાને કહ્યું, “ગોશાળક, હજુ તો હું સોળ વર્ષ સુધી જિનપણામાં વિચરીશ. પરંતુ તું તે તારી તેજલેશ્યાથી સ્વયં પરાભવ પામીને સાત રાત્રિની અંતે પિત્તજવરથી પીડિત થઈને મસ્થાવસ્થામાં જ કાળ કરીશ – મરીશ.” ગશાળાનું પરાસત થવું અને તેના શિષ્યનું ભગવાન મહાવીર પાસે જવું: પોતાની ઈચ્છા પૂર્ણ નહિ થવાના કારણે અને પોતાની તેજલેસ્યા નિષ્ફળ જવાના કારણે ગોશાળા હવે શક્તિહીન બની ગયો હતો. હવે ભ. મહાવીરના કેટલાયે શ્રમણ ગોશાળાની પાસે જઈને, તેના મતની વિરૂદ્ધ પ્રશ્નોત્તરી કરવા લાગ્યા - તેનાથી પ્રતિકૂલ વચને કહેવા લાગ્યા. પરંતુ ગોશાળ નિરુત્તર જ રહ્યો – વાસ્તવિક ઉત્તર કંઈ ન આપી શક્યો. આથી તે પોતે ગુસ્સે પણ બહુ થયો. પરિણામ એ આવ્યું કે, ગોશાળાના ઘણા શિષ્યો – અનુયાયીઓ ભગવાન મહાવીરની પાસે ગયા, અને તેમને વંદન – નમસ્કાર કરી, તેમના આશ્રમમાં રહીને વિચારવા લાગ્યા. આજીવિકમતના થોડાક સ્થવિરે ગોશાળા પાસે પણ રહ્યા. ગશાળાની અનુચિત પ્રવૃત્તિઃ ગોશાળો હલાહલા કુંભારણને ત્યાં હવે રહે છે. તેને છેલ્લા દિવસોમાં શરીરમાં અતિદાહ ઉત્પન્ન થયો. અને તેથી દાહને શાંત કરવા માટે તે હાથમાં કરી લઇ ચૂસે છે, મદ્યપાન કરે છે, વારંવાર ગાય છે, નાચે છે અને વારંવાર હાલાહલા કુંભારણ ઉપર પાણી ઉછાળો, માટીના વાસણમાં રહેલા ગંદા પાણીથી પોતાના શરીરનું સિંચન કરે છે. વળી પિતાની આ સાવઘપ્રવૃત્તિને નિરવદ્ય બતાવવા માટે પાણીના જુદા જુદા ભેદ બતાવે છે. અર્થાત પિતે જે પાણીને ઉપયોગ કરી રહ્યો છે, તે નિર્દોષ છે, એવું સમજાવવાની કોશીશ કરે છે. શૈશાળાને અન્તિમ સમય, પશ્ચાત્તાપ અને સત્યપ્રકાશઃ ગોશાળાને જ્યારે પોતાને અન્તિમ સમય માલુમ પડ્યો, ત્યારે તેણે પિતાના આજીવિક સ્થવિરોને પાસે બોલાવી આદેશ કર્યો કે, “ જ્યારે હું કાળધમ– મૃત્યુને પ્રાપ્ત કર્યું, ત્યારે મને સુગંધીવાળા પાણીથી સ્નાન કરાવજે, ગશીર્ષ ચંદનથી મારા શરીરનું વિલેપન કરજે, મહામૂલ્ય એવું હંસના ચિહ્નવાળું પટ – શાટક મને પહેરાવજો, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46