Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ આજુબાજુનાં સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે. આ કોતરકામ જેવાં બારીક લાકડાનાં કોતરકામે ગુજરાતનાં બીજાં જિનમંદિરમાં વિરલ જ જોવા મળી શકે તેમ છે. ૮. હાજા પટેલની પળમાં શ્રી રામજીમંદિરની પળમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથના દેરાસરમાં થાંભલાની કુંભીઓનું કોતરકામ વિશેષ કરીને ઉત્તમ કોટિનું હોવાથી ખાસ દર્શનીય છે. ગુજરાતના આજના કારીગરોમાંથી આ કારીગરીને ઉદ્યોગ ક્યારથી અને શા કારણુથી નષ્ટ થયો તે કેયડો, કઈ કલાસમીક્ષક, આ તથા બીજાં કોતરકામોને બારીક અભ્યાસ કરીને, ન ઉકેલી બતાવે ત્યાંસુધી ગુંચવાએલે જ રહેવાને. ૯. દેવશાના પાડામાં ખરતરગ છવાળાઓના વહીવટવાળું મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર છે. તેમાંના મોટા ભાગનાં કોતરકામનો તે થોડા જ વર્ષ અગાઉ જીર્ણોદ્ધારના નામે નાશ કરી નાખવામાં આવ્યો છે, પણ તેમાંથી બચેલાં થોડાં કોતરકામાં હજુ યાત છે. જીર્ણોદ્ધારના નામે આવાં કેટલાંયે જિનમંદિરનાં કોતરકામ તથા કલાવશેષોને. નાશ થઈ ગયે હશે. વૃદ્ધો પાસેથી સાંભળવા પ્રમાણે અમદાવાદના હાલના વિદ્યામાન દેરાસરને મે ભાગ પહેલાંના સમયમાં લાકડાનાં કોતરકામેવાળો હતો, પરંતુ સફાઈદાર (Plain) બનાવવાના મેહે અને મુખ્યત્વે કરીને કળા વિશેની અજ્ઞાન અવસ્થાને લીધે લાકડાં ઉપરની કળાકૃતિઓનો મોટો સમૂહ નાશ પામ્યો છે, છતાં પણ જેટલી કળાકૃતિઓ સચવાઈ રહેલી છે, તેની સંભાળ માટે એક ખાસ કમિટી નીમવાની જૈનપુરીના જિનમંદિરના વહીવટદારોની તથા શ્રીમાનોની શું ફરજ નથી ? ૩. ભિત્તિચિત્રો દેશીવાડાની પોળમાં ગોસાંઈજીના મંદિરની પાછળના ભાગમાં આવેલા શ્રી સીમંધરસ્વામીજીના દેરાસરની સઘળીએ (બહારની અને અંદરની) દિવાલો રાજપુત સમયની ચિત્રકળાથી અલંકૃત થયેલી છે; પરંતુ “જૈનમંદિરમાં ભિત્તિચિત્રોની સચવાએલી પરંપરા ' એ નામનો એક સ્વતંત્ર લેખ લખવાને મારો આશય હેવાથી અહીંયા તેનું વર્ણન નહિ આપતાં ચિત્રકળાના શોખીનું ધ્યાન માત્ર દેરીને આ લેખ સમાપ્ત કરું છું. સુચના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજનો વિવર રાજ રે વ' શીર્ષક ચાલુ લેખ આ અંકમાં આપી શકાયો નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46