Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ કર્નલ ટોડ સાહેબ પણ શૌરિપુરને પરિચય આપતા કાલીબારાકાને જ નિઃસંશય શૌરિપુર તરીકે અપનાવે છે (રેયલ એશિયાટિક સોસાયટી જનર્લ, વ , પૃ૦ ૩૧૪.). બટેશ્વરના વતની શ્રીયુત ભાગીરથ પ્રસાદ દીક્ષિત લખે છે કે --- “ વટેશ્વરની આસપાસ એવી કિંવદતી ચાલે છે કે – શ્રી કૃષ્ણના પિતામહ સૂરસેને આ નગર વસાવ્યું છે, જેનું પ્રાચીન નામ સૂરસેનપુર અથવા સૂરજપુર છે. કનીગહામે દર્શાવેલ છ ટેકરાઓ હાલ પણ ૭ ગઢવી ( ગઢી) ના નામથી જાહેર છે જે તેની પ્રાચીનતામાં મહત્ત્વનું તત્ત્વ સમપે છે.” કાર્લાઇલ જે ઉજજડ સ્થાનને “ ધનેડા” તરીકે પરિચય આપે છે અને કનિંગહામ જેને શૌરિપરનો ભાગ માને છે તેનું શુદ્ધ નામ અનિરુદ્ધખેડા છે, જે શ્રીકૃષ્ણના પુત્ર અનિરુદ્ધના નામથી વસી, રિપુરની સાથે જોડાએલ છે. બીજું પુરમનખેડા, જેને અંગ્રેજ લેખકે “ પૂરનખેડ” તરીકે ઓળખાવે છે તે પણ વસ્તુતઃ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના નામથી સ્થાપિત થયેલ પ્રદ્યુમ્ન ખેડા જ છે. અહીં જૂની ધાર પર ઉંચી એક કરોડ છે જેનું નામ કેસરાડ છે. આવાં અનેક પુરાણ ચિહે ત્યાંની વૃદ્ધવાણીમાંથી તારવી શકાય છે. ભદાવર પ્રાંતમાં બટેશ્વર તીર્થ અન્ય તીર્થોના ભાણેજ’ તરીકે ખ્યાત છે. મતલબ કે કૃષ્ણની પિતૃભૂમિ શૌરિપુર છે અને સાળ મથુરા છે. ગામનું નામ બટેશ્વર હવામાં બે કલ્પનાઓ છે: (૧) ભદાવર નરેશ સ્થાપિત ભદ્રેશ્વર શંકરના મંદિરથી ભદ્રેશ્વર વસ્યું અને પછી બડેશ્વર-વટેશ્વર નામ જાહેર થયું • અથવા (૨) અહીં ચારે તરફ વડના વૃક્ષનાં ઘણાં નું છે તે પરથી વટેશ્વર નામ પડયું હોય! વિ. સં. ૧૯૮૧ માં યમુનાનું પૂર ચડવાથી જલપ્રલયમાં અહીંને વડાને બહુધા નાશ થએલ છે. (સરસ્વતી પત્રિકા, એપ્રિલ, સન ૧૯૨૬). બાદ્ધ ગ્રંથનાં પ્રમાણુ અવદાનકલ્પલતા નામના બૌદ્ધ ગ્રંથના બીજા પલ્લવમાં પુરાણકાલીન નવ ઉખલાને ઉલ્લેખ છે. જે યમુના નદીના તીરપરનાં નવ તીર્થસ્થાન મનાય છે. रेणुका पुष्करः काशी, कालकालवटेश्वरम् ॥ ___ कालींजर महाकाल, उक्खला नव कीर्तयुः ॥ (આ અવદાનક૫લતા બંગાલી લપિમાં પણ છપાઈ ગઈ છે. ) શિવ–વૈષ્ણવ તથા શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં ઉલ્લેખ છે કે-કૃષ્ણના પિતા વાસુદેવની જાન શૌરીપુરિથી નીકળી મથુરા ગઈ હતી. એટલે શૌરિપુર એ કૃષ્ણના પૂર્વજોની જન્મભૂમિ છે, યાને કૃષ્ણની પિતૃભૂમિ છે. ૧. પ્રત્યેક શિવાલયમાં શિવની પિંડીઓ હોય છે જ્યારે અહીંના શિવાલયમાં, મનુષ્યાકૃતિમાં શંકર-પાર્વતીની મહાકાય મૂર્તિઓ છે, એ આ સ્થાનની વિશેષતા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46