Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ મ‘ખલિપુત્ર શૈાશાલ ૪૩૭ સર્વોલ કારથી વિભૂષિત કરો, અને રાજમાર્ગોમાં માટી ઉદ્યેાષા પૂર્વક એમ કહેવા પૂર્ણાંક મારા શરીરને બહાર કાઢો કે મ`ખલીપુત્ર ગાશાળક આ અવસર્પિણીમાં ચેાવીસમા – અન્તિમ તીર્થંકર થઈ તે સિદ્ધ થયા છે. ' પરન્તુ ગેાશાળાને આ આદેશ અન્તિમ સમય સુધી સ્થિર ન રહ્યો. સાત રાત્રિ વ્યતીત થતાં જ, ગાશાળાના આત્મામાં સત્યને પ્રકાશ થયે. દાહથી પીડિત થયેલા ગોશાળાને અન્તિમ સમયમાં પોતાનાં પૂષ્કૃત અનુચિત કાર્યાંના પશ્ચાત્તાપ થયા, ‘‘અરે, હું ‘ જિન ' નહિં, છતાં ‘જિન ’ તરીરે પ્રલાપ કરતો રહ્યો, મેં શ્રમણેાના ધાત કર્યા. હું શ્રમણાના વિધી થયે. હું મખલિપુત્ર ગોશાલક છું. છતાં મેં ભ્રૂણી અસદ્ભાવના કરીને પોતાને અને ખીજાઓને ભ્રાન્તિમાં નાખ્યા. હું છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ, શ્રમણ ભગવાન મહાવીર ‘જિન ’ છે,” આવી રીતે પશ્ચાતાપ કરતાં આવિક સ્થવિરેને પેાતાની પાસે ખેલાવ્યા અને તેમને અનેક શપથ આપવા પૂર્વક આ પ્રમાણે કહ્યું: ' ‘જુઓ, હું જન નથી. હું શ્રમણાને ધાત કરવાવાળા મ‘ખલિપુત્ર ગેાશાલક છું. હું છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ. શ્રમણ ભગવાન મહાવીન જિન છે, એટલા માટે હે દેવાનુપ્રિય, જ્યારે હું કાળધમને પ્રાપ્ત કરું, ત્યારે મારા ડાબા પગને દારાથી બાંધીને મારા મ્હાંમાં ત્રણવાર થૂંકો. અને શ્રાવસ્તિ નગરીના જાહેર રસ્તાઓ ઉપર ઉદ્ઘોષણાપૂર્ણાંક એમ કહેજો કે, ‘ મખલિપુત્ર ગેાશાળક ‘ જિન ' નહિ હતા. તે શ્રમણાના ઘાત કરવાવાળા મલિપુત્ર ગોશાળ છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા છે, ‘જિન ’ તે। શ્રમણ ભગવાન્ મહાવીર જ છે.’એમ કરીને મને બહાર લઈ જજો.” આ આદેશ આપતાં આપતાં ગે!શાળાએ પેાતાનું શરીર છેડયું: : ગેાશાળાએ પોતાના અનુયાયિઓને શપથ આપીને ઉપર્યુક્ત કાર્ય કરવાનું કહ્યું હતું. અતએવ પ્રતિજ્ઞાપાલનને માટે હાલાહલા કુંભારણના સ્થાનમાં તેના અનુયાયિઓએ ‘ શ્રાવસ્તિ ' નું આલેખન કયું; અને ગેરાળાને પગથી બાંધી, ત્રણ વાર મુખમાં થૂકી, જેવી રીતે ગાશાળાએ કહ્યું હતું તેવી જ રીતે ગેાશાળાની આજ્ઞાને પૂરી કરી. તે પછી વિધિપૂર્ણાંક ગંધાદકથી સ્નાન કરાવીને, મેોટી ધૂમધામ પૂર્વક શ્રાવસ્તિ નગરીમાં થઈ ને તેના શરીરને બહાર કાઢવામાં આવ્યું. આવી રીતે ભગવાન મહાવીરસ્વામીના કથનાનુસાર પેાતાની જ તેજે લેશ્યાના પ્રતાપથી ગેાશાળા, બરાબર સાત રાત્રિ વ્યતીત થતાં, શરીરાન્ત થયેા. ભગવાન્ મહાવીરને કષ્ટ : ગેાશાળાની તેજોલેશ્યાના પ્રસંગને છ મહીના વ્યતીત થયા ન્હોતા. એટલામાં ભગવાન્ મહાવીરસ્વામી જે વખતે મેઢિગ્રામના સાભ્રકોષ્ટક નામના ચૈત્યમાં પધાર્યા, તે વખતે ભગવાનને અસહ્ય પિત્તજ્વર થયા, અને તેના કારણે ઘણા દાહ થયા. અને લોહીયુક્ત દસ્ત પણ થયા. લેને શંકા થઈ કે ભગવાન્ મહાવીર જરૂર કાલધર્મ પામશે. પરન્તુ ભગવાને કહ્યું. ‘હું હજુ સાલ વ પન્ત કાળ કરીશ નહિ. ' તે પછી સિંહ નામના અણુગાર મેકિગ્રામમાં જઈને રેવતી નામની ગૃહસ્થિતીને ત્યાંથી દાહને શમન કરવાવાળા બીજોરાપાક લઈ આવ્યા. આને આરેાગવાથી ભગવાને રેાગ શાન્ત થયે. ગે।શાળાનું વચન જૂ' પડયું' અને ભગવાન્ મહાવીરનું વચન સાચું થયું. સપૂર્ણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46