Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપત્ર લેખક –. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. " ये लेखयन्ति जिनशासनपुस्तकानि, व्याख्यानयन्ति च पठन्ति च पाठयन्ति । शृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते, ते देवमर्त्य शिवशर्म नरा लभन्ते ॥" – ઉપદેશ તરંગિણું (પૃ. ૧૭૯) , હસ્તલિખિત પ્રતિને અર્થ “હાથે લખેલી નકલ” એ થાય છે ખરે, પરંતુ ગમે તેવા લખાણને માટે એ શબ્દોને પ્રવેગ ન કરતાં ગ્રંથાત્મક લખાણને માટે એને પ્રયોગ કરાય છે. ગ્રંથોના અમુદ્રિત અને મુદ્રિત એવા જે બે વિભાગે પડી શકે છે તેમાંના પહેલા વિભાગના ગ્રંથ “હસ્તલિખિત પ્રતિ' કહેવાય છે કે જે ઉપરથી, એની છાપેલાં પુસ્તકોથી ભિન્નતા આપોઆપ સૂચવાઈ જાય છે. હસ્તલિખિત પ્રતિને માટે હાથથી' એવો પણ પ્રયોગ કરાય છે. એને અંગ્રેજીમાં “Manuscript” કહેવામાં આવે છે. ઉત્પત્તિ – જ્યારથી લિપિ અસ્તિત્વમાં આવી ત્યારથી જ, લિખિત પ્રતિને જન્મ થશે એમ માનવું જેમ અનુચિત છે તેમ ઈ. સ. ની પૂર્વે કોઈ પ્રતિ લખાઈ જ નથી એમ માનવું પણ અનુચિત છે. શ્રી ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને જમણે હાથ વડે ૧૮ લિપિઓ શીખવી હતી એમ જૈન પરંપરાનું કહેવું છે. આ વાતને આધારે એમ કહી શકાય કે પ્રથમ તીર્થંકરના ગણધરે એ જે વાદશાંગી રચેલી તેને યાદ રાખવા માટે કે તેનું વિવરણ નેંધી રાખવા માટે હસ્તલિખિત પ્રતિઓનો કોઈકે ઉપયોગ કર્યો હોય તે ના નહિ. એ અતિ પ્રાચીન સમયની વાત બાજુ પર રાખી શ્રી મહાવીરસ્વામીના સમયની વાત વિચારીએ તે ઈ. સ. પૂર્વે પાંચમા છઠ્ઠા સૈકામાં હસ્તલિખિત પ્રતિઓ હોય એમ માનવાને કશે જ વાંધો જણાતું નથી. શ્રી ઈન્દુભૂતિ વગેરે ગણધરોએ જેમ દુવાદશાંગી રચી તેમ એમના સમસમયી અન્ય મુનિવરોએ પ્રકીર્ણ કો રચ્યાં. એ તમામ ગ્રંથો ગમે તેવા શિષ્ય પણ સારી રીતે યાદ રાખી શકે તેમ ન હોઈ એમાંના કેટલાક જરૂરી લિપિબદ્ધ થયા હોવા જોઈએ. જો કે લિપિબદ્ધ પુસ્તકોના ઉપયોગ કરતાં મોઢેથી શીખવવાની પ્રથા ઘણા લાંબા વખત સુધીલગભચ શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણના સમય સુધી ચાલુ રહી હશે. તરવાર્થીધિગમશાસ્ત્રની ભાષ્યાનુસારિણી ટીકા રચનારા શ્રી સિદ્ધસેનગુણિના સમયમાં ૧ લિપિનું જ્ઞાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં ન હતું એમ કહેનાર, શ્રુતજ્ઞાનના વિભાગે પૈકી અક્ષરશ્રતતા લધ્યક્ષર નામના ભેદને અ૫લાપ કરે છે એમ માનવું પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46