________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩ તંત્રી સ્થાનેથી
૧૨૭ એને કોઈ મહાન ફતેહ મેળવ્યાને સંતોષ થતો હતો. પોતાની નાની નાની ઇચ્છાઓની તૃપ્તિ માટે ડગલે ને પગલે એ દેવદેવીઓની માનતા કરવામાં મશગૂલ રહેત. આ નાનાં નાનાં દેવદેવીઓની માનતા માણસને એટલે બધે અંધ બનાવી દીધો હતો કે “આત્મીયતત્ત્વ જેવી વસ્તુનું અસ્તિત્વ છે અને તેમાં અતુલ-અનંત સામર્થ્ય રહેલું છે,” એ વાતનો એને વિચાર સુદ્ધાં આવતો નહિ. આથી આગળ વધીને, નહિ જેવી વાત માટે યુદ્ધમાં હજારો નિર્દોષ માનવીઓના સંહારથી ભૂમિને શોણિતભીની બનાવવાની પાશવી વૃત્તિએ માનવીની વિવેકબુદ્ધિને આવરી લીધી હતી. સ્ત્રી જીવનની દુર્દશા પણ પરાકાષ્ઠાએ પહોંચી હતી, સમાજ-જીવનમાં તેનું સ્થાન બહુ જ હલકું ગણાવા લાગ્યું હતું. આ બધુંય માનવીની વધતી જતી હિંસક વૃત્તિનું જ પરિણામ હતું.
આમ, એક યુગ પરિવર્તનના આંદોલન માટે જોઈએ એટલી હદે તે વખતની સમગ્ર પરિસ્થિતિ વિકૃત બની ગઈ હતી અને એમાં સમગ્ર માનવ સમુદાય ખૂબ પીલાઈ રહ્યો હતા. અધઃપાતની અમાવાસ્યા લગભગ આવી લાગી હતી. બીજના નવીન ચંદ્રનાં. દર્શન કરાવે એવા માર્ગદર્શકની દુનિયા રાહ જોઈ રહી હતી. સામાજિક પરિવર્તનની મુશ્કેલીઓ:
સંસારમાં રાજનૈતિક પરિવર્તન કે રાજકીય ક્રાંતિ કરવામાં તેના નેતાને જે અનેક મુશ્કેલીઓની સામે ઝઝુમવું પડે છે, તેના કરતાં, સામાજિક કે ધાર્મિક પરિવર્તન કરનાર નેતાને અનેકગણું મુશ્કેલીઓ અને મુંઝવણોમાંથી પસાર થવું પડે છે. આનું કારણ સ્પષ્ટ છે; રાજકીય પરિવર્તન વખતે મોટે ભાગે પોતાનાથી બહારની કોઈક ત્રીજી જ વ્યક્તિ સામે મરચા માંડવાના હેઈ આખી પ્રજા એમાં એક શક્તિરૂપ એકત્રિત થઈ શકે છે. જ્યારે સામાજિક કે ધાર્મિક પરિવર્તનમાં તો પિતાના ઘરના જ – એક જ દેશ કે જાતિના – માણસો સામે– તેમની અવળી પ્રવૃત્તિઓ સામે જેહાદ જગવવાની તેમાં ડગલે ને પગલે અવળું પરિણામ આવવાની ધાસ્તી રહેલી હોય છે. વળી રાજકીય પરિવર્તનમાં સત્તા અને બળનો ઉપયોગ કરી બીજાને દાબી દેવાના હોય છે, જ્યારે સામાજિક પરિવર્તનમાં તે સમાજનું જીવન – સમાજની દરેક વ્યક્તિનું જીવન – ઉન્નત બનાવવાનો ઉદ્દેશ હોઈ ત્યાં બળ કે સત્તાને સ્થાને પ્રેમ અને આત્મશુદ્ધિની જરૂર હોય છે. પ્રભુ મહાવીરની સફળતા; અહિંસાને મહામંત્ર:
આમ એક તરફ આખેય સમાજ વિકૃત દશામાં સરી રહ્યો હતો અને બીજી તરફ તેનું પરિવર્તન આટલું કઠિન હતું, એવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં આખાય સમાજને સાચા રાહે દોરવાનું કાર્ય પરમાત્મા મહાવીર સ્વામીએ પૂરું પાડયું હતું એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. એમના પ્રયત્ન યજ્ઞની ઘોર હિંસાઓ બંધ થઈને હજારોલાખો નિર્દોષ પશુઓને અભય મળ્યું હતું. સંસારિક સુખ માટે દિનરાત અસંતુષ્ટ રહેનાર માનવી ત્યાગ અને આચારના માર્ગને ચાહતો થયે હતો. અવનત થઈ ગયેલા સ્ત્રી - જીવનને ઉન્નતિને રાહ મળ્યો હતો અને પુરુષની માફક યાવત્ મેક્ષ મેળવવા માટે ત્રીજાતિ અધિકારિણી છે એ, તેમજ નાનામાં નાના કીડી - કુંથવા જેવા પ્રાણીથી લઈને મનુષ્ય સુધીના બધાય શરીરધારીઓનો આત્મા એક સરખો જ છે એ, સનાતન સત્યનું પ્રભુ શ્રી મહાવીરદેવે જગતને ભાન કરાવ્યું હતું. એ ભૂતકાળનું અવલોકન
For Private And Personal Use Only