Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રીસ્થાનેથી - જૈન સત્ય પ્રકાશને પહેલા વિશેષાંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક તરીકે અમારા વાચકે સમક્ષ રજૂ કરતાં અમને આનંદ થાય છે. કેટલાક મહિનાઓ પહેલાં, અમારી સમિતિના પૂજ્ય મુનિરાજોએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવન ઉપર ભિન્ન ભિન્ન વિદ્વાનોના લેખોના સંગ્રહરૂપે એક વિશેષાંક પ્રગટ કરવાની યોજના તૈયાર કરી હતી. આજે એ જનાના ફળરૂપે આ વિશેષાંક તૈયાર થઈ શકે છે. અત્યારના જમાન ભૌતિકવાદ તરફ વધુને વધુ ઢળતી જાય છે, લોકોની અધ્યાત્મ-પ્રિયતા દિવસે દિવસે હણાતી જાય છે. આવા પ્રસંગે પરમાત્મા મહાવીરસ્વામી કે તેમના જેવા આત્મ-સાધક મહાપુરુષોના જીવનસંબંધી જેટલું સાહિત્ય પ્રગટ કરવામાં આવે તેટલું લોકોને વધુ જાણવાનું અને વિચારવાનું મળી શકે. એ પચીસસો વર્ષ પહેલાંના ઈતિહાસનું અવલોકન કરતાં આપણને જણાશે કે તે વખતે વધતી જતી આધ્યાત્મિક જડતાની સામે એક વિરાટ આંદોલન ઉભું કરીને ભગવાન મહાવીરસ્વામીએ લેકેને સત્ય માર્ગનું દર્શન કરાવ્યું હતું – તે યુગની વિકૃત પરિસ્થિતિ: તેવીસમાં તીર્થકર ભગવાન શ્રી પાર્શ્વનાથને થયા હજુ અઢી વર્ષ જ થયા હતા. તેમણે પ્રરૂપેલા મોક્ષમાર્ગના અભિલાષી અનેક આત્માઓ ત્યારે પણ ભાગવતી દીક્ષા અંગીકાર કરી પિતાનું શ્રેય સાધતા હતા અને લોકોને ધર્મ-માર્ગનું દર્શન કરાવતા હતા. પણ બીજી બાજુ આ અવસર્પિણી કાળને સુષમદુષમા નામના ચોથા આરાનો પ્રાંતછેવટોને કાળ નજીક આવતો જતો હતો તેની અસર અનુક્રમે જીવોના ભદ્ર પરિણામ ઉપર થવા લાગી હતી. અને જૈનશાશ્વેના વર્ણન પ્રમાણે જેમાં જડતા અને વક્રતાનો પ્રચાર થતો હતો. જાણે કે પંચમ આરાના ઓળાઓ અત્યારથી જ ન દેખાવા લાગ્યા હોય એમ એ પચીસસો વર્ષ પહેલાંના, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની ઉપદેશધારા વહેવરાવી એ પહેલાંના, એ યુગમાં પ્રજામાં આત્મિક અકર્મણ્યતા વધુને વધુ પ્રસરી રહી હતી અને આધ્યાત્મિક સુષુપ્તિ વધુ ગાઢ બનતી જતી હતી. લોકભાવનાને પ્રવાહ સાંસારિક-ક્ષણિક-સુખ મેળવવાની દિશામાં પ્રવાહિત થઈ રહ્યો હતે. ઐહિક સુખ મેળવવાની માનવીની લાલસાએ એટલું બધું ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું કે માનવી ગમે તે કરવામાં જરાય અચકાતો ન હતો. પિતાનું માની લીધેલું કલ્યાણ સાધવા માટે એ લેહી-તરસ્યો બન્યો હતો. યજ્ઞયાગનાં ક્રિયા-કાંડને ઉજવવા માટે, સેંકડે નિર્દોષ પશુઓને, મારાના છરા નીચે રહેંસાઈ જતાં સગી આંખે નીહાળવા છતાં, એને લેશમાત્ર દયાની લાગણી કે અરેરાટી ઉપજતી ન હતી. ઉલટું એવા ય કરીને અને નિર્દોષ પ્રાણીઓ હેમીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 231