Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ ઉદયપુરનાં મંદિરો . ૩રા આદિ ચરણ હે મંડાણ પૂજ્યાં હેત હે સુષષાન; જંગી ઝાડ હૈ અતિ ખંગ, ચાંદજૂ પોલ હી દુરંગ.” ૧૨ કવિ અહિંથી આગળ વધી સમીના ખેડાનું વર્ણન કરે છે -- મગરા માછલા ઉરંગ, કિસન પિલ હી અતિ વંક; ષડાસમીને શ્રીપાસ, પૂજે પરમ હી હુલાસ. ૧૩ દશમી દિવસના મેલાંક, નર થટ હેત હે ભેલા; સાતમી વચ્છલાં પકવાન, અર્ચા અષ્ટકા મંડાણ.” ૧૪ આ પછી કવિએ કેશરીઆજીનું વર્ણન કર્યું છે-- અઠાર કેસ હો અધિકાર, થલેવ નગર હૈ વિસ્તાર કેશરીઆ નાથ હે વિખ્યાત જાત્રુ આવતે કઇ જાત.” ૧૫ છેવટે કવિએ આઘાટ (આહડ) નું વર્ણન કર્યું છે. તે લખે છે – આઘાટ ગામ હે પરસીદ્ધ તપ બિરૂદ હી તિહાં કીધ; દેહરા પંચકા મંડાણ સિષર બંધ હે પહચાન. ૧૮ પાપ્રભુજી જિનાલ, પેડ્યાં પરમ હે દયાલ; શ્રીભીમરાણા મુકામ, તિસકા હેત હે અબ કામ.” ૧૯ આ પછી કવિએ ચંપાબાગનું વર્ણન કરતાં, તેમાં ઋષભદેવનાં ચરણ, ગપતિ રત્નસૂરિને સ્તૂપ વિગેરે હેવાનું લખ્યું છે. ઉપરના વર્ણન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે —– કવિ તેમના સમયમાં, એટલે ઓગણીસમી શતાબ્દિમાં, (જેને લગભગ સો સવાસો વર્ષ ગણી શકાય.) ઉદયપુરમાં વીસ મંદિર હતાં. તેમાં મુખ્ય શીતલનાથનું મંદિર હોવાનું કવિના કથનથી પણ માલુમ પડે છે. અત્યારે જે મંદિરે છે, તેમાં શ્રી શીતલનાથનું, વાસુપૂન્ય સ્વામીનું, ગોડી પાર્શ્વનાથનું, ચોગાનનું, શેઠનું, વાડીનું; એ વિગેરે મંદિરે મુખ્ય છે. અહિંનાં મંદિરમાં કેટલાંક વધારે આકર્ષક અને કંઇને કંઈ વિશેષતા યુક્ત છે. દાખલા તરીકે વાસુપૂજ્ય સ્વામીનું મંદિર. આ મંદિર ઘણું મનહર છે. મધ્ય બજારમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિર મહારાણા રાજસિંહજી (જેમને સમય અઢારમી શતાબ્દિના પ્રારંભને છે) ના સમયમાં શ્રી રાયસી નામના ઉદાર ગૃહસ્થ બનાવ્યું હતું. આ રાયદેસી સિદ્ધાચળછનો સોળમો ઉદ્ધાર કરાવનાર કર્મચંદ્રના પૌત્ર શ્રી ભીખમના પુત્ર થતા હતા. શ્રીવાસુપૂજ્ય સ્વામીનું મંદિર બનાવનાર, શ્રીચુત રાયજી દેસીના વંશમાં આજે શ્રીયુત અંબાલાલજી દેસી નામના પ્રતિષ્ઠિત અને ધર્મપ્રેમી ગૃહસ્થ છે, જેઓ ઇંજીનીયર છે. ભીખમજી દેસી, એ મહારાણા રાજસિંહજીના પ્રધાન મંત્રી હતા. તેઓ ઉદયપુરના જ વતની હતા. મેવાડના પ્રસિદ્ધ રાજસાગર તળાવની પાળ અને નવચેકી, એ ભીખમજી દેસીની દેખરેખમાં બન્યાં હતાં. તેના બદલે ઈનામમાં મહારાણાએ તેમને હાથી અને શરપાવ આપ્યો હતો. આમના જ વશંના અંબાલાલજી દેસી છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44