Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈિશાખ આ બધા પરિવારની સાથે (દયાલશાહ) શ્રીષભદેવજીનું ચતુર્મુખ મંદિર કરાવ્યું. વિજયગછના શ્રી પૂજ્ય શ્રીસુમતિસાગરસૂરિના પટ્ટધર શ્રીવિનયસાગરસૂરિ અને શંડેગચ્છના ભટ્ટારક શ્રીદેવસુંદરજીએ શ્રી આદીનાથના બિબની પ્રતિષ્ઠા કરી. શુભ – કલ્યાણ થાઓ. દયાલશાહ, મેવાડના રાજા શ્રીરાજસિંહજીના મંત્રી હતા. તેઓ બહાદુર અને સ્વામીભક્ત હતા. રાજસિંહજીએ રાજનગર ગામ વસાવી ત્યાં એક મોટું તળાવ અને તેની પાળ બંધાવી હતી. તેની પાસે દયાલશાહે આ મંદિર બંધાવ્યું. દયાલશાહ એ કુલ ચાર ભાઈ હતા. તેમાંથી ત્રણ ભાઈઓને બબે પત્ની હતી. દરેક સ્ત્રીઓના નામ પાછળ દે શબ્દ જોડવામાં આવ્યું છે. તે દેવીનું ટુંકુંરૂપ લાગે છે. જેમ સૂયવી, પાટમદેવી. પ્રતિષ્ઠા કરાવનાર વિજયગચ્છ અને દંડેર ગચ્છના શ્રી પૂજ્ય – યતિ હતા. પ્રતિષ્ઠા સમયે દયાલશાહનું મોટું કુટુંબ મૌજૂદ હતું. અને આ મંદિરમાં ચારે બાજુ શ્રી ઋષભદેવની મૂતિ હતી એમ લાગે છે. શ્રીકસરીયાજીના લીધે, મેવાડના શ્વેતાંબર જેનોની, શ્રીષભદેવ તરફ વિશેષ ભક્તિપ્રીતી છે તેથી સેંકડે ઠેકાણે મેવાડમાં શ્રીષભદેવનાં મંદિર બનેલાં છે. કહેવાય છે કે બનેડા ગામમાં પણ ઋષભદેવનું મેટું મંદિર તીર્થ સ્થાન જેવું છે અને ત્યાંના મહારાજની તે પ્રતિ સારી ભક્તિ છે. દયાળશાહકા કિલા એ નામથી પ્રસિદ્ધ મંદિર મેવાડનું એક - જૈનતીર્થ છે. ત્યાં ધર્મશાળા છે અને યાત્રિઓને ભાતું આપવાની વ્યવસ્થા પણ થઈ છે. માવલીથી ખારચી તરફ જતી રે ના કાકરોલી સ્ટેશનથી આ તીર્થમાં જવાય છે. હવે પછી રાજસાગર નામના તલાવની પ્રશસ્તિનો ઉપયોગી ભાગ આપવા વિચાર છે. ૧ આ ગરછની ઉત્પત્તિ સાંડેરાવ (મારવાડ) માં થઈ મનાય છે. ૨ કહેવાય છે કે જે વખતે જન દિવાન વિગેરેને મેવાડ ઉપર સારો પ્રભાવ હતો અને મહારાણાઓની જૈનધર્મ પ્રતિ સારી વ્યક્તિ હતી તે વખતે મેવાડમાં કોઈ પણ નવું ગામ વસે તેની સાથે જષભદેવનું મંદિર પણ બાંધવું એવી રાજ્યની આજ્ઞા હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44